ઈરાનના ટોચના રાજદ્રારીએ કહ્યું કે ઈરાન ઈઝરાયેલ દ્રારા સંભવિત હત્પમલાનો સામનો કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે અને ચેતવણી આપી છે કે આ પ્રકારનું પગલું મોટા સંઘર્ષને જન્મ આપી શકે છે. વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીનું આ નિવેદન એવા સમયે આવ્યું છે યારે ઈરાન દ્રારા પરમાણુ હથિયાર બનાવવાની સંભાવનાને લઈને ચિંતા વધી રહી છે. ઉપરાંત, આ નિવેદન અમેરિકાના રાષ્ટ્ર્રપતિ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પની ચૂંટણીની તૈયારીઓ વચ્ચે આવ્યું છે, જેમણે પોતાના પાછલા કાર્યકાળમાં ઈરાન વિદ્ધ કડક વલણ અપનાવ્યું હતું.
એવી અટકળો પણ છે કે ઇઝરાયેલ ઇરાન પર હત્પમલો કરી શકે છે, કારણ કે યમનના હત્પથી બળવાખોરો ઇઝરાયેલ પર સતત બેલેસ્ટિક મિસાઇલો ચલાવી રહ્યા છે. આ બળવાખોરોને ઈરાન પાસેથી શક્રો અને અન્ય મદદ મળી રહી છે. અરાઘચીનું નિવેદન એ પણ સંકેત આપે છે કે ચીન ઇઝરાયેલ સામે ગાઝા સંઘર્ષમાં કૂદી શકે છે, જે મધ્ય પૂર્વમાં નવા મોરચા ખોલે તેવી શકયતા છે.
ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ ચીનની સરકારી ચેનલ સાથેની વાતચીતમાં કહ્યું કે ઈરાન ઈઝરાયેલના કોઈપણ સંભવિત હત્પમલાનો જવાબ આપવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. તેમણે કહ્યું, ઈઝરાયલે આવી અવિચારી કાર્યવાહીથી બચવું જોઈએ, કારણ કે તેનાથી વ્યાપક યુદ્ધ થઈ શકે છે. પાછલા વર્ષમાં ઈઝરાયેલે ઈરાન પર બે સીધા હત્પમલા કર્યા હતા, જેનો ઈરાને ડ્રોન અને મિસાઈલ હત્પમલાથી જવાબ આપ્યો હતો.અરાઘચીએ ચીનના વિદેશ મંત્રી વાંગ યી સાથેની મુલાકાત દરમિયાન ઈરાનના પરમાણુ કાર્યક્રમ અંગે પણ ચર્ચા કરી હતી. આ બેઠકમાં ચીને અમેરિકા દ્રારા ઈરાન પર લગાવવામાં આવેલા આંતરરાષ્ટ્ર્રીય પ્રતિબંધોની ટીકા કરી હતી અને ૨૦૧૫માં થયેલા પરમાણુ કરારને સમર્થન આપ્યું હતું. વાંગ યીએ કહ્યું, બેઇજિંગ ઈરાનને તેના કાયદેસરના અધિકારો અને હિતોની સુરક્ષામાં સંપૂર્ણ સમર્થન આપે છે.
તાજેતરના દિવસોમાં, યમનના હત્પથી બળવાખોરોએ ઇઝરાયેલ પર બેલેસ્ટિક મિસાઇલ હત્પમલાઓ તેજ કર્યા છે. આ હત્પમલાઓના જવાબમાં, ઇઝરાયેલી સંરક્ષણ દળોએ ઘણી મિસાઇલોને અટકાવી છે, પરંતુ તેના કારણે લાખો ઇઝરાયેલી નાગરિકોને આશ્રય લેવાની ફરજ પડી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર મનપા ખાતે સ્ટેન્ડિંગ કમિટી બેઠકમાં શહેરના વિકાસ કાર્યો માટે 3 કરોડ 42 લાખનો ખર્ચ મંજૂર
January 22, 2025 01:11 PMટેકાના ભાવે મગફળીની ગોકળગાય ગતિએ ચાલતી ખરીદી પ્રક્રિયા પર પાલ આંબલિયાએ લખ્યો પત્ર
January 22, 2025 12:32 PMનિરાશાની ખાઈમાંથી બહાર આવ્યો અક્ષય,'હેરા ફેરી 3'પર આપ્યું અપડેટ
January 22, 2025 12:25 PMઝીનત અમાનના ગળામાં ગોળી અટવાઈ, માંડ જીવ બચ્યો
January 22, 2025 12:23 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech