ઈરાને ઈઝરાયેલ પર 100 થી વધુ મિસાઈલો છોડી, સાયરન વાગ્યા, અમેરિકાએ કર્યુ હતુ એલર્ટ

  • October 01, 2024 11:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઇરાને ઇઝરાયલ પર મિસાઇલો ફાયર કરી હતી, જેણે મંગળવારે લેબનોનમાં હિઝબુલ્લાહ સામે જમીની લશ્કરી કાર્યવાહી શરૂ કરી હતી. ઈઝરાયેલની સેનાએ દાવો કર્યો છે કે ઈરાન તરફથી 100થી વધુ બેલેસ્ટિક મિસાઈલો છોડવામાં આવી છે. જોકે આ તમામને નિષ્ફળ બનાવાઈ હતી. મિસાઈલોના કારણે દેશભરમાં સાયરનનો અવાજ ગુંજી ઉઠ્યો હતો.


ઇઝરાયલી સૈન્યનું કહેવું છે કે ઇરાને ઇઝરાયેલ પર મિસાઇલો છોડી છે અને દેશભરમાં હવાઇ હુમલાના સાયરન વાગી રહ્યા છે. રહેવાસીઓને સલામત સ્થળો અને બોમ્બ આશ્રયસ્થાનોની નજીક રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે. ઈઝરાયેલે ચેતવણી આપી છે કે જો ઈરાન હુમલા બંધ નહીં કરે તો તેના ગંભીર પરિણામો આવશે.


અમેરિકાએ કર્યુ હતુ એલર્ટ

મંગળવારે અમેરિકાએ ચેતવણી આપી હતી કે ઈરાન ઈઝરાયેલ પર નિકટવર્તી બેલેસ્ટિક મિસાઈલ હુમલાની તૈયારી કરી રહ્યું છે. તેહરાનને આવા કોઈપણ હુમલાના ગંભીર પરિણામો ભોગવવા પડશે. આ ચેતવણી ત્યારે આવી છે જ્યારે ઈઝરાયેલે કહ્યું હતું કે તેણે ઈરાન સમર્થિત મિલિશિયા હિઝબુલ્લાહને નિશાન બનાવી લેબનોનમાં જમીની હુમલો કર્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application