એફબીઆઈએ ડોનાલ્ડ ટ્રમ્પની હત્યાના ઈરાની કાવતરાને નિષ્ફળ બનાવ્યું,એજન્સીએ જણાવ્યું હતું કે ૭ દિવસમાં ટ્રમ્પની હત્યા કરવા માટે ઈરાન દ્રારા સોપારી આપવામાં આવી હતી અને આ અનુસંધાને હત્યાના કાવતરામાં સંડોવણી બદલ બે અમેરિકન નાગરિકોની ધરપકડ કરી હતી.
ફેડરલ બ્યુરો આફ ઇન્વેસ્ટિગેશન્સ (એફબીઆઈ) એ ઈરાનમાં રહેતા ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોપ્ર્સ (આઈઆરજીસી)ના સભ્ય ફરહાદ શકરી પર હત્યાનું કાવતં ઘડવાનો આરોપ મૂકયો હતો. ગુવારે ન્યૂયોર્કના બ્રુકલિન અને સ્ટેટન આઇલેન્ડમાંથી બે વ્યકિતઓ, કાર્લિસલ રિવેરા, ૪૯, અને જોનાથન લોડહોલ્ટ, ૩૬, ધરપકડ કરવામાં આવી હતી. રેકોર્ડ કરાયેલા ઇન્ટરવ્યુમાં શકરી દ્રારા આપવામાં આવેલા નિવેદનો અનુસાર, તેમને ૭ ઓકટોબરના રોજ ઈરાની શાસન દ્રારા આ સાહની શઆતમાં યુએસના પ્રમુખ તરીકે ફરીથી ચૂંટાયેલા ટ્રમ્પને મારી નાખવાની યોજના ઘડવાની જવાબદારી સોંપવામાં આવી હતી.
લૂંટના ગુનામાં ૧૪ વર્ષની જેલની સજા ભોગવીને ૨૦૦૮માં ઈરાન મોકલવામાં આવેલ શકરીએ જણાવ્યું હતું કે તેમને ન્યુયોર્ક સિટીમાં બે યહદી અમેરિકન નાગરિકોની દેખરેખ રાખવાની પણ સૂચના આપવામાં આવી હતી અને આઈઆરજીસી અધિકારી દ્રારા તેમને ૫૦૦,૦૦૦ ડોલરની ઓફર કરવામાં આવી હતી.
ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ અનુસાર, તેને શ્રીલંકામાં ઇઝરાયલી પ્રવાસીઓને નિશાન બનાવવાનું કામ પણ સોંપવામાં આવ્યું હતું. એટર્ની જનરલ મેરિક બી ગારલેન્ડે જણાવ્યું હતું કે, વિશ્વમાં એવા થોડા એજન્ટો છે જે ઈરાનની જેમ યુનાઈટેડ સ્ટેટસની રાષ્ટ્ર્રીય સુરક્ષા માટે ગંભીર ખતરો છે. ગારલેન્ડે જણાવ્યું હતું કે રિવેરા અને લોડહોલ્ટની ધરપકડ કરવામાં આવી હતી અને ઈરાની શાસનની ટીકા કરનાર અમેરિકન પત્રકારને મૌન કરવા અને મારી નાખવા માટે નેટવર્કમાં સામેલ થવા બદલ આરોપ મૂકવામાં આવ્યો હતો. શકેરીની સૂચના પર, બંનેએ યુએસમાં ઈરાની મૂળના અમેરિકન નાગરિકનું સર્વેક્ષણ કરવામાં મહિનાઓ ગાળ્યા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPMJAY યોજના માટે નવી એસઓપીની જાહેરાત
December 23, 2024 02:59 PMઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ ૪૦૦ કરોડના ખર્ચે સમાજ વિકાસની નવી કેડી કંડારશ
December 23, 2024 02:51 PMમાધવપુરના દરિયે મેગા ઓપરેશનમાં ગેરકાયદેસર માછીમારી કરનારા નવ શખ્શો પોલીસને હાથ ઝડપાયા
December 23, 2024 02:39 PMરતનપર નજીક ઝુરીઓમાં ત્રણ દિવસમાં ત્રીજી વાર લગાડાઇ આગ
December 23, 2024 02:38 PMપોરબંદરની લો કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ બન્યા કાયદા વિદ્યાશાખાના ડીન
December 23, 2024 02:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech