જિલ્લા સેવા સદન-૩માં એક અઠવાડિયાથી ઇન્વર્ડ પ્રક્રિયા ઠપ્પ !!

  • April 24, 2023 01:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સેવાસદનનું ઇન્ટરનેટ બંધ થતા અને કર્મચારીઓ ગેરહાજર રહેતા પ૦૦ થી વધુ અરજીઓ અને સોગંદનામાની કામગીરી ઠપ્પ

જામનગરના લાલ બંગલા સર્કલમાં આવેલ સેવાસદન ત્રણમાં છેલ્લા એક અઠવાડિયાથી વધુ સમય થયા ઇન્ટરનેટ કનેક્ટિવિટી બંધ હોવાને કારણે ઇન વર્ડ અને સરકારી કામોમાં ઇન્ટરનેટ દ્વારા ઓનલાઇન થતી કામગીરી અટકી પડી છે. એક તરફ ગુજરાત રાજ્યની સ્થાપના દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી જામનગરમાં છે ત્યારે આ ઉજવણી પૂર્વે જ પ્રજાના કામો અટકી પડ્યા છે.
છેલ્લા આઠ-દસ દિવસથી જિલ્લા સેવા સદન-૩ નું જીસ્વાન ઇન્ટરનેટ ખોરંભે ચડ્યું છે. બીજી તરફ આ સેવા સદનમાં આવતી એસ એલ આર, ડીએલઆર કચેરીની રીસર્વે ની કામગીરી પણ પાયલોટ પ્રોજેક્ટમાં ચાલી રહી છે. આ કામગીરીની રીસર્વે ની અરજીઓ ઉપરાંત સોગંદનામાં ખાસ ઓનલાઇન કરવાના થતા હોય પરંતુ ઇન્ટરનેટ બંધ હોવા અને કર્મચારી મોટાભાગે સમયસર હાજર ન હોતા આ કામગીરી અટકી પડી છે. આ અંગે એસેલ આર અને ડીએલઆર કચેરીના અધિકારીઓનો સંપર્ક કરાતા તેઓ ટેકનિકલ ખામી અને એકબીજા ઉપર ખો આપી રહ્યા છે.
છેલ્લા એક અઠવાડિયાથી માંડીને દસેક દિવસ પહેલાથી ઇન્ટરનેટ કનેક્ટિવિટી બંધ થઈ છે જેને કારણે જીસ્વાન ઇન્ટરનેટ સેવા અટકી પડી છે. ૫૦૦ જેટલી અરજીઓ અને સોગંદનામાઓ ટેબલ ઉપર ધુળ ખાઈ રહ્યા છે અને અરજદારોના કામો અટકી પડ્યા છે. અંગે જિલ્લા કલેકટર બી.એ.શાહ અને આર.ડી.સી નો સરકારી મોબાઇલ પર ટેલીફોનિક સંપર્ક કરી જાણવાનો પ્રયાસ કરતા પણ તેઓ ફોન ઉઠાવી નથી રહ્યા અને અરજદારોના કામો અટકી પડ્યા છે ત્યારે આ અંગે તાત્કાલિક નિકાલ આવે તે અત્યંત જરૂરી તેમ લોકોનું કહેવું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application