રાજકોટ સહિત રાજયભરમાં ચકચાર મચાવનાર ભાસ્કર– પરેશ અપહરણકાંડના કેસની સુનાવણીમાં આજે તત્કાલીન રાજકોટ એસીપી સુભાષ ત્રિવેદીની સરતપાસ જુબાની લેવામાં આવી હતી, જેમાં તેઓએ આરોપીઓને ફોટામાં ઓળખી બતાવ્યા હતા. આગામી સુનાવણી તારીખ ૨૯, ૩૦ ઓગસ્ટે રાખવામાં આવી છે.
આજથી ૨૪ વર્ષ પહેલા યાજ્ઞિક રોડ પરથી મધ્યરાત્રીએ બે વેપારી યુવાનો ભાસ્કર પ્રભુદાસ પારેખ અને પરેશ લીલાધર શાહના કરોડોની ખંડણી વસૂલવાના ઇરાદે અપહરણ કરવાની ઘટનાથી ચકચાર મચી ગઈ હતી. જે ઘટનામાં તત્કાલીન પોલીસ કમિશનર સુધીરકુમાર સિંહાની કુનેહથી અપહરણ બાદ પરેશને ભચ જિલ્લાના વાલીયા ગામની સીમમા છુપાવ્યો હોવાની પોલીસને મળેલી બાતમીના આધારે તત્કાલીન પોલીસ ઓફિસર સુભાષ ત્રિવેદી અને તેમની ટીમ દ્રારા રાજશી મેરનું એન્કાઉન્ટર કરીને પરેશને અપહરણકારોના સકંજામાંથી છોડાવ્યો હતો અને અન્ય ગેંગસ્ટરને સરધાર નજીક એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું. તપાસનીશ ટીમ દ્રારા બંને અપહૃત યુવકોને મુકત કરાવ્યા હતા, દરમિયાન આ ઘટનાક્રમમાંઆ પોલીસે ૪૭ શખ્સો સામે ગુનો નોંધ્યો હતો, બાદ તપાસનીશ દ્રારા અદાલતમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવ્યું હતું. બાદ કેસની સુનાવણી ચાલવા પર આવતા સુધીમાં ૧૧ શખ્સના મૃત્યુ થયા હતા, બે શખ્સોનું એન્કાઉન્ટર કયુ હતું.યારે ત્રણને ભાગેડું જાહેર કર્યા હતા. બાદ અદાલત દ્રારા કેસની સુનાવણી ચાલવા પર આવતા જેમાં ફરિયાદી સહિતના સાહેદો બંને આરોપીને ઓળખી ન શકયા હતા, બાદ ક્રમશ: આજે ઉઘડતી કોર્ટે ૧૧ વાગ્યે ભાસ્કર– પરેશ અપરણના તત્કાલીન તપાસનીશ એસીપી સુભાષ ત્રિવેદી જજ સમક્ષ રજુ થતા ત્રણ આરોપીઓને ફોટામાં ઓળખી કાઢા હતા અને એન્કાઉન્ટર તેમજ પરેશને છોડાવવા અંગે કરેલી કાર્યવાહી સંદર્ભે તેઓની સરતપાસ જુબાની થઈ હતી. આ અગાઉ સુભાષ ત્રિવેદી ડીજીપી વોરાને મળ્યા બાદ કેસની કાર્યવાહી ચાલુ થતા કોર્ટમાં જુબાની આપી હતી.
આ કેસમાં સરકાર પક્ષે જિલ્લા સરકારી વકીલ એસ કે વોરા, બચાવ પક્ષે એડવોકેટ તરીકે લલિતસિંહ શાહી, સી એમ દક્ષિણી, પીયુષ શાહ, કમલેશ શાહ, કિરીટ નકુમ, હેમાંશુ પારેખ, રોહિત ધીયા અને સુરેશ ફળદુ વગેરે રોકાયા છે
સુભાષ ત્રિવેદીની અનેક ચકચારી કેસોમાં તપાસનીશ તરીકે ખાસ સેવા
ગુજરાત રાજયમાં વર્ષેાથી કાર્યનિ પોલીસ અધિકારી તરીકે જેમની ગણના થાય છે, તે સુભાષ ત્રિવેદી અનેક ચકચારી કેસોમાં પોતાની કુનેહથી ભેદ ઉકેલ્યા છે. મોરબી ઝુલતા પુલની દુર્ઘટના અને રાજકોટ ટીઆરપી અિ કાંડની ઘટના અંગે નિમાયેલી એસઆઈટીમાં વડા તરીકે સુભાષ ત્રિવેદીની સરકાર દ્રારા વરણી કરી અને તેઓએ કોઈપણ જાતના પક્ષપાત રાખ્યા વગર તપાસ કરી હતી. ડીજીપી સુભાષ ત્રિવેદી તાજેતરમાં તા.૩૧ જુલાઈના રોજ તેઓ વય મર્યાદાને કારણે નિવૃત્ત થયા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતનો 'મણિયારો રાસ' રાષ્ટ્રીય સ્તરે ચમક્યો: ગણતંત્ર દિવસની ઉજવણીમાં ત્રીજો ક્રમ મેળવ્યો
January 22, 2025 10:54 PMઅમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: 3800થી વધુ પોલીસ, સુરક્ષાથી લઈને સ્વાસ્થ્ય સુધીની તમામ તૈયારીઓ પૂર્ણ
January 22, 2025 10:51 PMIND vs ENG 1st T20: કોલકાતામાં ભારતે ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું, અભિષેક શર્માની વિસ્ફોટક ઇનિંગ
January 22, 2025 10:46 PMવૃંદાવનના યોગેશ્વર આશ્રમના મહંત મોહનપુરી સ્વામીનો મહામંડલેશ્વર તરીકે પટ્ટાભિષેક
January 22, 2025 10:38 PMજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech