૧૯મીએ બજેટ બોર્ડ; મિલકત વેરા વળતર યોજના રજૂ

  • February 10, 2024 03:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાપાલિકામાં આગામી તા.૧૯ ફેબ્રુઆરીને સોમવારે સવારે ૧૧ કલાકે મેયર નયનાબેન પેઢડિયાના અધ્યક્ષસ્થાને બજેટ બોર્ડ મિટિંગ મળનારી છે જેમાં બજેટની સાથે જ મિલ્કતવેરામાં વળતર યોજનાની દરખાસ્ત પણ રજૂ કરાઇ છે જે મંજુર થશે અને સંભવત: આગામી એપ્રિલ માસના બીજા સાહથી વળતર યોજનાનો અમલ શ થઇ જાય તેવી શકયતા છે.

મિલકત વેરામાં વળતર યોજનાનીદરખાસ્ત મુજબ એડવાન્સ વેરો ભરનારને ૧૦ ટકા વળતર, મહિલા મિલ્કતધારકને વિશેષ પાંચ ટકા સહિત ૧૫ ટકા વળતર, દિવ્યાંગોને વિશેષ પાંચ ટકા, ઓનલાઇન વેરો ભરપાઇ કરનારને એક ટકા અર્લી બર્ડ ડિસ્કાઉન્ટ અપાશે. એકંદરે વળતરની ટકાવારી અને યોજનાકીય શરતો તેમજ જોગવાઇઓ ગત વર્ષમાં હતી તે જ યથાવત રાખવામાં આવી છે.


મહત્વપૂર્ણ છે કે ચાલું નાણાંકીય વર્ષમાં ૩,૦૯,૨૨૦ મિલ્કતધારકોએ મિલ્કતવેરા પેટે કુલ .૨૧૧ કરોડની રકમ એડવાન્સ જમા કરાવી હતી, જેમાં ૨૧,૨૩૦ જેટલા નવા કરદાતાઓએ પ્રથમ વખત વેરો ભર્યેા હતો. ચાલુ વર્ષમાં મિલકત વેરા વસુલતનો સ્ટેન્ડિંગ કમિટીએ મંજુર કરેલો રીવાઇઝડ ટાર્ગેટ .૩૭૫ કરોડ છે અને આગામી નાણાંકીય વર્ષ ૨૦૨૪–૨૦૨૫ માટે .૪૧૦ કરોડની આવકનો લયાંક નિર્ધારિત કરાયો છે.


બીજી બાજુ સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન જયમીન ઠાકરના જડબેસલાક અંદાજપત્રમાં વિરોધ શેનો કરવો ? તે અંગે વિપક્ષી નગરસેવકોએ અભ્યાસ શ કર્યેા છે, જો કે સો મણનો સવાલ તો એ છે કે વિપક્ષ વિરોધ કરશે કે વોક આઉટ ? બજેટ બોર્ડમાં વિપક્ષ શું કરશે તેના ઉપર ૨૦ લાખ રાજકોટવાસીઓની મીટ મંડાઇ છે

ચૂંટણી વર્ષમાં પણ વ્યાજમાફીની સ્કિમ ન આવી તો શું હવે કયારેય આ સ્કિમ નહીં આવે? બાકીદારોમાં સવાલ
રાજકોટ મહાનગરપાલિકા તત્રં અગાઉ દર પાંચ વર્ષે એક વખત બાકી મિલ્કતવેરાની વસુલાત માટે વ્યાજમાફીની સ્કિમ અમલમાં મુકતું હતું પરંતુ છેલ્લા ઘણાં વર્ષથી વ્યાજ માફીની સ્કિમ લાગુ કરાઈ નથી. ચાલું વર્ષ લોકસભા ચૂંટણીનું વર્ષ હોય વ્યાજમાફીની સ્કિમ લાગુ થશે તેવી બાકીદારોને આશા હતી પરંતુ વહીવટી પાંખ અને શાસક પાંખ બન્નેમાંથી કોઈએ વ્યાજમાફીનું નામ પણ ઉચ્ચાર્યુ નથી ત્યારે મોટી રકમનો વેરો બાકી હોય અને વ્યાજમાફી આપે તો પૂરેપૂરો વેરો ચૂકવી આપવા તૈયાર હોય તેવા બાકીદારોમાં નિરાશાની લહેર સાથે એવો સવાલ ઉઠી રહ્યો છે કે શું હવે કયારેય વ્યાજમાફીની સ્કિમ નહીં આવે ? સંજોગોવશાત વેરો ભરી શકયા ન હોય તેવા બાકીદારો માટે બજેટમાં કોઇ સ્કિમ રજૂ નહીં કરાતા શહેરના એક વિશાળ વર્ગમાં નારાજગી પણ જોવા મળી રહી છે


બજેટ બોર્ડમાં ૧૨ દરખાસ્તો અંગે થશે નિર્ણય
(૧) ધી જીપીએમસી એકટ–૧૯૪૯ની કલમ–૯૪ હેઠળ રજુ કરવાના થતા રાજકોટ મહાનગરપાલિકાના નાણાંકીય વર્ષ ૨૦૨૦–૨૧, ૨૦૨૧–૨૨ તથા ૨૦૨૨–૨૩ના આવક–ખર્ચના વાર્ષિક હિસાબો (નેશનલ મ્યુનિસિપલ એકાઉન્ટસ મેન્યુઅલની ગાઇડ લાઇનને અનુપ) તેમજ ધી જીપીએમસીએકટ–૧૯૪૯ની કલમ–૯૫ મુજબ નાણાંકીય વર્ષ ૨૦૨૩–૨૪નું રીવાઇઝડ અંદાજપત્ર તેમજ નાણાંકીય વર્ષ ૨૦૨૪–૨૫નું અંદાજપત્ર મંજુર કરવા, (૨) આગામી નાણાંકીય વર્ષ ૨૦૨૪–૨૦૨૫ માટે સામાન્ય કર અને શિક્ષણ ઉપકર નિયત કરવા (૩) આગામી નાણાંકીય વર્ષ ૨૦૨૪–૨૦૨૫ માટે પાણી દર નિયત કરવા (૪) આગામી નાણાંકીય વર્ષ ૨૦૨૪–૨૫ માટે ખુલ્લા પ્લોટ ઉપરનો ટેક્ષ નિયત કરવા (૫) આગામી નાણાંકીય વર્ષ ૨૦૨૪–૨૫ માટે ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન ચાર્જ નિયત કરવા અંગે (૬) આગામી નાણાંકીય વર્ષ ૨૦૨૪–૨૫ માટે વાહન કર નિયત કરવા (૭) આગામી નાણાંકીય વર્ષ ૨૦૨૪–૨૦૨૫ માટે થીયેટર ટેક્ષ નિયત કરવા (૮) આગામી નાણાંકીય વર્ષ ૨૦૨૪–૨૦૨૫ માટે મિલકત વેરામાં વળતર યોજના લાગુ કરવા (૯) આગામી નાણાંકીય વર્ષ ૨૦૨૪–૨૦૨૫ માટે ઓનલાઇન પેમેન્ટમાં વળતર આપવા (૧૦) આગામી નાણાંકીય વર્ષ ૨૦૨૪–૨૫ માટે એન્વાયરમેન્ટ ચાર્જ નિયત કરવા અંગે (૧૧) ટાઉન પ્લાનિંગ શાખા દ્રારા વિકાસ પરવાનગી આપતી વખતે અલગ અલગ ડીપોઝીટ વસુલવા (૧૨) નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું નાણાકીય વર્ષ ૨૦૨૪–૨૫નું વાર્ષિક અંદાજપત્ર મંજુર કરવા સહિતની દરખાસ્તો અંગે નિર્ણય કરાશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application