નશામાં ધુત યુવક રેલવે ટ્રેક પર સૂઈ ગયો, મોતની જાણ થતા પોલીસ પોહચી પરંતુ, દ્રશ્ય જોઈને ચોંકી ઉઠી

  • August 09, 2024 12:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



યુપીના બિજનૌરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. દારૂના નશામાં હોટલનો કર્મચારી રેલવે ટ્રેકની વચ્ચે સૂઈ ગયો હતો. અને ત્યાર બાદ જે થયું તેના પર તમે ભાગ્યે જ વિશ્વાસ કરી શકશો. બિજનૌર કોતવાલી નગર પોલીસને રેલવે સ્ટેશન પરથી માહિતી મળતા ઘટના સ્થળ પર પોહચી હતી.

આ ઘટનમાં ગઈકાલ રાત્રે નશામાં ધૂત હોટલનો કર્મચારી રેલવે ટ્રેક પર સૂઈ ગયો હતો. આ દરમિયાન ત્યાંથી એક હાઇસ્પીડ ટ્રેન પસાર થઇ હતી. લોકો પાયલોટની નજર તે વ્યક્તિ પર પડી પરંતુ સ્પીડ વધુ હોવાને કારણે ટ્રેન ત્યાંથી પસાર થઈ ગઈ.


લોકો પાયલોટ તરત જ પોલીસને જાણ કરી જણાવ્યું કે, ટ્રેન નીચે કચડાઈને એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. માહિતી મળતાં પોલીસ ત્યાં પહોંચી હતી, પરંતુ પોલીસ આ દ્રશ્ય જોઈને ચોંકી ઉઠી હતી.


પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટનાની  માહિતી મળતા ઘટના સ્થળે પોહચી અને મૃતદેહને પાટા પરથી ઉપાડીને વાહનમાં રાખવાની તૈયારીઓ શરૂ કરી. ત્યારે ટ્રેક પર પડેલા વ્યક્તિના શરીરમાં હલચલ જોવા મળી હતી. પોલીસ પણ આ જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. હચમચી જતાં તે ઊભો થઈને બેસી ગયો. ત્યાર બાદ પૂછપરછ દરમિયાન વ્યક્તિએ તેનું નામ અમર બહાદુર હોવાનું જણાવ્યું, જે નેપાળનો રહેવાસી છે. ત્યાર બાદ પોલીસે તેના પરિવારજનોને જાણ કરી, સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. જ્યાં તબીબોએ તપાસ બાદ સ્થિતિ સારી હોવાનું જાહેર કર્યું છે. અમર બહાદુર હરિયાણાની એક હોટલમાં કામ કરે છે. તે બિજનૌર કેવી રીતે પહોંચ્યો તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application