અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી પેટીએમની પેરન્ટ કંપની વન ૯૭ કોમ્યુનિકેશન્સમાં હિસ્સો ખરીદવા માંગે છે. સૂત્રોએ જણાવ્યું હતું કે પેટીએમના સ્થાપક અને સીઈઓ વિજય શેખર શર્મા ગઈકાલે અદાણીને અમદાવાદમાં તેમની ઓફિસમાં મળ્યા હતા અને ડીલને અંતિમ સ્વપ આપ્યું હતું. જો બંને વચ્ચે આ સોદો સફળ થાય છે, તો તે ફિનટેક સેકટરમાં અદાણી જૂથની એન્ટ્રી હશે, જે ગુગલ પે વોલમાર્ટની માલિકીની ફોનપે અને મુકેશ અંબાણીની જિયો ફાયનાન્સિયલ સાથે સ્પર્ધા કરશે.
વિજય શેખર શર્મા વન ૯૭માં લગભગ ૧૯ ટકા હિસ્સો ધરાવે છે, જે ગઈકાલે શેરના . ૩૪૨ પ્રતિ શેરના બધં ભાવના આધારે ૪,૨૧૮ કરોડનું મૂલ્ય ધરાવે છે. શર્મા સીધા પેટીએમમાં ૯ ટકા હિસ્સો ધરાવે છે અને વિદેશી ફર્મ રેસિલિએન્ટ એસેટ મેનેજમેન્ટ દ્રારા ૧૦ ટકા હિસ્સો ધરાવે છે. વન૯૭ દ્રારા સ્ટોક એકસચેન્જમાં ફાઇલ કરાયેલા દસ્તાવેજો અનુસાર, શર્મા અને રેસિલિએન્ટ બંને જાહેર શેરધારકો તરીકે છે.
સેબીના નિયમો અનુસાર, ટાર્ગેટ કંપનીમાં ૨૫ ટકાથી ઓછો હિસ્સો ધરાવતા હસ્તગત કરનારે કંપનીમાં ઓછામાં ઓછા ૨૬ ટકા હિસ્સા માટે ઓપન ઓફર કરવી પડશે. હસ્તગત કરનાર કંપનીની સમગ્ર શેર મૂડી માટે ઓપન ઓફર પણ કરી શકે છે.
સૂત્રોએ જણાવ્યું કે અદાણી અને શર્મા વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ચર્ચા ચાલી રહી છે. તેમણે કહ્યું કે અદાણી પશ્ચિમ એશિયાના ભંડોળ સાથે પણ તેમને વન ૯૭ માં રોકાણકારો તરીકે લાવવા માટે વાટાઘાટ કરી રહ્યું છે, જેણે દેશમાં મોબાઇલ પેમેન્ટની પહેલ કરી છે. ૨૦૦૭માં શર્મા દ્રારા સ્થપાયેલ વન ૯૭, જેનો આઈપીઓ દેશમાં બીજા નંબરનો સૌથી મોટો હતો, તેની માર્કેટ કેપિટલાઇઝેશન . ૨૧,૭૭૩ કરોડ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમંદિર હોવાના પૂરાવા મળ્યા છે, અમે તેને લઈને જ રહીશુંઃ સંભલ વિવાદ પર સ્વામી રામભદ્રાચાર્યનો મોટો દાવો
December 23, 2024 10:26 AMખાલિસ્તાની કમાન્ડો ફોર્સના 3 આતંકવાદીઓ એન્કાઉન્ટરમાં માર્યા ગયા, બે AK-47 મળી
December 23, 2024 09:07 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech