દબાણ દુર કરવા જતા અડચણ ઉભી કર્યાની ૩ સામે ફરીયાદ: અધિકારીના ત્રાસનો આક્ષેપ કરી યુવાને દવા પીધી: પોલીસ દ્વારા કરાતી તપાસ
જામનગરના દરેડ વિસ્તારમાં ગઇકાલે એક કેબીનધારકે દવા પી લેતા તેને જી.જી. હોસ્પીટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો જયાં અધિકારીના ત્રાસ હોવાનો આક્ષેપ કર્યો હતો, દરમ્યાનમાં આ યુવાન સહિત ત્રણ સામે તલાટી મંત્રીની ફરજમાં રુકાવટ કર્યાની ફરીયાદ દાખલ કરવામાં આવી છે. આરોપીએ ગેરકાયદે દબાણ કરેલ હોય જે દુર કરવા જતા કામમાં અડચણ ઉભી કરી હતી.
જામનગરના નહેરુનગરમાં રહેતા અને ચેલા ગામના તલાટી કમ મંત્રી વૈશાલીબેન પાંડાવદરાએ પંચ-બીમાં ગઇકાલે દરેડના ભાવીન ભાઇલાલભાઇ સોલંકી તથા પુર્ણાબેન ભાવીન તથા કિશન મઢવી ત્રણની વિરુઘ્ધ આઇપીસી કલમ ૧૮૬, ૧૧૪ મુજબ ફરીયાદ કરી હતી.
ફરીયાદી ચેલા ગામે તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા હોય તેઓ તાલુકા વિકાસ અધિકારી જામનગરની મહેસુલ શાખાના જ/વર્ક/૯૪૬/૨૦૨૩ તા. ૨૯ તથા જ/વર્ક/૦૧/૨૪ તા. ૧-૧-૨૪ના હુકમના આધારે દરેડ બસ સ્ટેન્ડની બાજુમાં હનુમાન મંદિર પાસે ચેલા-૨ ખાતે ગયા હતા, આરોપી ભાવીનએ અહીં ગેરકાયદે દબાણ કરેલ હોય જે દુર કરવા માટે કાર્યવાહી કરતા આરોપીઓએ ફરીયાદીની કાયદેસરની ફરજમાં રુકાવટ કરી એકબીજાને મદદગારી કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે ગઇકાલે કાપડની કેબીનધારક ભાવીનભાઇ સોલંકીએ ઝેરી દવા પી લેતા જી.જી. હોસ્પીટલમાં ૧૦૮ મારફત સારવારમાં ખસેડાયો હતો જયાં અધિકારીના ત્રાસ બાબતનો આક્ષેપ કર્યો હતો આથી આ બાબતે તપાસ હાથ ધરવામાં આવી હતી, દરમ્યાનમાં ફરજ રુકાવટની ફરીયાદ દાખલ થતા ચકચાર વ્યાપી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદમાં વકફ સુધારા બિલનો વિરોધ, ‘સરમુખત્યારશાહી નહીં ચાલે’ના સુત્રોચ્ચાર, 50ની અટકાયત
April 04, 2025 05:52 PMઘરે જ સ્ટીમ ફેશિયલથી મેળવો ચમકતી ત્વચા, નહિ રહે પાર્લરમાં જવાની જરૂર
April 04, 2025 05:06 PMઈંડા અને તેલ વગર આ 5 રીતથી બનાવો મેયોનીઝ
April 04, 2025 04:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech