યુપીના બહરાઇચમાં દુગર્િ પ્રતિમાના વિસર્જન માટે લોકો જઈ રહ્યા હતા ત્યારે તેના પર પથ્થરમારો અને બાદમાં ફાયરીંગ થયું હતું જેમાં એક યુવકનું મોત થતા સ્થિતિ વધુ વણસી હતી અને ટોળાએ આગજનીનો સહારો લીધો હતો. બીજી તરફ પોલીસ પણ નાકામ સાબિત થઈ હતી. જેના પગલે ઉત્તર પ્રદેશ સરકારે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ગૃહ સચિવ અને એડીજીપી (કાયદો અને વ્યવસ્થા) સહિત ટોચના અધિકારીઓને બહરાઇચ મોકલ્યા છે.
બહરાઈચમાં દુગર્િ શોભાયાત્રા દરમિયાન માયર્િ ગયેલા યુવકની અંતિમયાત્રા સાથે મોટી ભીડ, કેટલાક લાકડીઓ લઈને ચાલ્યા. તેના પરિવાર અને અન્ય લોકોએ ન્યાયની હાકલ કરી હતી, એટલું જ નહી દુકાનોને આગ લગાડવામાં આવી હતી અને ગુસ્સે ભરાયેલા ટોળાઓ શેરીઓમાં ફરતા હતા અને રીતસર આતંક મચાવતા હતા રેહુઆ મન્સૂર ગામ નજીક મહારાજગંજમાં રવિવારે કોમી હિંસામાં મૃત્યુ પામેલા 22 વર્ષીય રામ ગોપાલ મિશ્રાના અંતિમ સંસ્કાર ભારે પોલીસ સુરક્ષા હેઠળ કરવામાં આવ્યા હતા.સ્થિતિ વધુ વણસે નહી તે માટે અહી ઈન્ટરનેટ સેવા સ્થગિત કરી દેવામાં આવી છે. મિશ્રાના મૃત્યુ પછી ફાટી નીકળેલા પથ્થરમારા અને ગોળીબારમાં લગભગ છ લોકો ઘાયલ થયા હતા. પોલીસ અધિકારીઓએ પુષ્ટિ કરી કે બહરાઇચ જિલ્લામાં સાવચેતીના ભાગરૂપે ઇન્ટરનેટ સેવાઓ સ્થગિત કરવામાં આવી છે.પોલીસે ત્રણ લોકોની ધરપકડ કરી છે અને છ ઓળખાયેલા અને 24 અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ હત્યા અને અન્ય આરોપો માટે કેસ દાખલ કર્યો છે. લગભગ 30 લોકોની અટકાયત કરવામાં આવી છે, જેમાં મુખ્ય આરોપીઓમાંના એક સલમાનને પકડવા માટે દરોડા ચાલુ છે.
નાયબ મુખ્ય પ્રધાન કેશવ પ્રસાદ મૌર્યએ એક્સ પર પોસ્ટ કરીને કહ્યું, ઉત્તર પ્રદેશમાં શાંતિને ખલેલ પહોંચાડવાનો કોઈપણ પ્રયાસ નિષ્ફળ જશે. તોફાનીઓને ટેકો આપ્નારાઓ ફરી સક્રિય થઈ રહ્યા છે, તેથી આપણે સાવધ અને સતર્ક રહેવું જોઈએ. સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે શાંતિની અપીલ કરી અને બહરાઇચ હિંસાને દુ:ખદ ગણાવી. તેમણે આક્ષેપ કર્યો હતો કે સરકાર હિંસાનું કારણ જાણે છે અને જુનિયર અધિકારીઓ સામેની કાર્યવાહી પરિસ્થિતિને મદદ કરશે નહીં. જ્યારે (દુગર્નિી મૂર્તિની શોભાયાત્રા કાઢવામાં આવી રહી હતી ત્યારે વહીવટીતંત્રને સતર્ક રહેવું જોઈતું હતું. કોંગ્રેસના વરિષ્ઠ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ વ્યક્ત કર્યું કે બહરાઇચમાં પ્રશાસનની નિષ્ક્રિયતા સાથે હિંસા અત્યંત દુ:ખદ અને દુભર્ગ્યિપૂર્ણ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMજામનગરના બર્ધનચોકમાં દબાણ શાખાના અધિકારીઓ સાથે રકજક, વિડિયો થયો વાયરલ
January 22, 2025 06:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech