જિલ્લા કલેકટર જી.ટી. પંડયાના અઘ્યક્ષસ્થાને જામખંભાળીયામાં યોજાઇ બેઠક : ફાયરબ્રિગેડ, મોબાઇલ ટોયલેટ, પાર્કીંગ વ્યવસ્થા સહિતની સુવિધા
રાજય સરકાર દ્વારા પ્રવાસન ક્ષેત્રને આગવુ સ્થાન પ્રાપ્ત થાય તે શુભ હેતુસર દર વર્ષે પતંગોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. જેના ભાગ પે દેવભૂમિ દ્વારકા જિલ્લાનાં શિવરાજપુર બીચ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવનું આગામી ૧૩ જાન્યુ. સોમવારનાં રોજ આયોજન કરવામાં આવ્યું છે.
ઉતરાયણ એટલે પતંગ ચગાવવાનો તહેવાર આપણા તહેવારો મોટા ભાગે ધર્મ સાથે જોડાયેલા હોય છે પરંતુ પતંગનો એક જ એવો તહેવાર છે જેને ધર્મ સાથે કોઇ લેવાદેવા નથી, દુનિયાના અનેક દેશોમાં પતંગ ઉડાડવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજયનાં મુખ્યમંત્રી હતા તે સમયથી જ ગુજરાતમાં પ્રવાસન ક્ષેત્ર આગવું સ્થાન પ્રાપ્ત થાય તેવા શુભ હેતુસર પતંગોત્સવ રાજયનાં જુદા જુદા શહેરોમાં દર વર્ષે ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવે છે. તેમાં ખાસ કરીને અમદાવાદ, સાબરમતી રીવર ફ્રન્ટ, સોમનાથ, વેરાવળ, સહિતનાં શહેરોમાં ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં મુખ્યમંત્રી, રાજયનાં પ્રવાસન મંત્રી સહિતના મંત્રીઓ પણ ઉપસ્થિત રહે છે.
ગત વર્ષે અમદાવાદ સાબરમતી રીવરફ્રન્ટ વલ્લભ સદન ખાતે યોજાયો હતો. જેમાં ૫૫ દેશોનાં ૧૫૩ આંતરરાષ્ટ્રીય પતંગબાજો, ૧૨ રાજયનાં ૬૮ રાષ્ટ્રીય પતંગબાજો સહિત ગુજરાતનાં ૨૩ શહેરોનાં ૮૬૫ પતંગબાજોએ ભાગ લીધો હતો. અને પતંગબાજોએ વિવિધ આકારના પતંગો આકાશમાં ઉડાવીને આકર્ષણ જમાવ્યુ હતું.
શીવરાજપુર બીચ ખાતે પણ દેશ વિદેશનાં અને ગુજરાતનાં અન્ય શહેરોનાં પતંગબાજો આગામી ૧૩ જાન્યુઆરી સોમવારે ઉમટી પડશે અને કાયપો.... કાયપો....નાં નાદ શીવરાજપુર બીચ ખાતે ગુંજી ઉઠશે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગામી ૧૩ જાન્યુ.નાં રોજ પતંગોત્સવ અંતર્ગત કલેકટર કચેરી જામખંભાળીયા ખાતે કલેકટર જી.ટી. પંડયાના અઘ્યક્ષસ્થાને અગત્યની બેઠક યોજાઇ હતી. દેશ વિદેશનાં અનેક પતંગબાજો શીવરાજપુર બીચ ખાતે પાર્ટીશીપેટ થવાનાં હોય, જિલ્લા કલેકટર દ્વારા સુચા વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા કલેકટરની ટીમ અત્યારથી જ કાર્યરત થઇ છે.
આ બેઠકમાં જિલ્લા કલેકટરે પતંગ મહોત્સવમાં પતંગ બાજો માટે તમામ આગતા સ્વાગતા તેમજ પતંગોત્સવ દરમ્યાનની તમામ વ્યવસ્થાઓ અંગે વિગતો મેળવી જરી સુચનો કર્યા હતાં. કાર્યક્રમને અનુપ કાઇટીસ્ટો માટેના સ્ટોલ, સ્ટેજ તેમજ આનુસાંગિક અન્ય વ્યવસ્થા કરવા જરી સુચનાઓ પણ આપવામાં આવી હતી.
સમગ્ર કાર્યક્રમની પરેખાની વિગતો મેળવવાની સાથે સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિ ઉપરાંત ફાયરબ્રિગેડ, મોબાઇલ ટોયલેટની સુવિધા, પાર્કીંગ વ્યવસ્થા, મેડીકલ ટીમ સહિતની બાબતો સુનિશ્ર્ચિત કરવા ખાસ સુચનાઓ આપવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદિલ્હીથી મેરઠની યાત્રા માત્ર 40 મિનિટમાં થશે પૂર્ણ, PMએ નવા કોરિડોરનું કર્યું ઉદ્ઘાટન
January 05, 2025 01:11 PMઅસદુદ્દીન ઓવૈસીની મોદી સરકારને સલાહ, કહ્યું- 'દરગાહ પર ચાદર મોકલવાનો કોઈ ફાયદો નથી...'
January 05, 2025 11:24 AMશ્વાસ સંબંધી લક્ષણોનું ક્લોઝ મોનિટરિંગ... ચીનમાં ફેલાતા HMPV વાયરસ પર ભારતમાં એડવાઈઝરી જારી
January 05, 2025 10:11 AMગુજરાતમાં 'મિશન મધમાખી'એ ખેડૂતોના જીવનમાં ઉમેરી મીઠાશ
January 04, 2025 09:07 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech