ડીએચ ગ્રાઉન્ડમાં સવારે ૯ કલાકે સાંસદ રૂપાલાના હસ્તે શુભારંભ: યુકે, યુએસ, સ્વિત્ઝરલેન્ડ, ગ્રીસ, ઇટલી, લેબનોન, લીથુઅનિયા, પોલેન્ડ, નેધરલેન્ડ, પોર્ટુગલ, રશિયન ફેડરેશન, સાઉથ આફ્રિકા, સ્પેન, વિયેતનામના પતંગબાજો આવશે: શહેરીજનોને ઉમટી પડવા જાહેર આમંત્રણઆજકાલ પ્રતિનિધિ
રાજકોટ
રાજકોટ મહાપાલિકા અને ગુજરાત પ્રવાસન નિગમના સંયુકત ઉપક્રમે આવતીકાલે તા.૧૨ને રવિવારે સવારે ૯ કલાકે આંતરરાષ્ટ્ર્રીય પતગં મહોત્સવનું ભવ્ય આયોજન કરાયું છે. સર્વે શહેરીજનોને રવિવારની રજાના દિવસે સહપરિવાર ઉમટી પડવા રાજકોટ મહાપાલિકાના સર્વે પદાધિકારીઓએ જાહેર નિમંત્રણ પાઠવ્યું છે.
વિશેષમાં રાજકોટ મહાપાલિકાના પદાધિકારીઓ મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડિયા અને સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળાએ જણાવ્યું હતું કે, ગુજરાત રાયના તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતને પ્રવાસન ક્ષેત્ર આગવું સ્થાન પ્રા થાય તે માટે દર વર્ષે રાયના વિવિધ શહેરોમાં આંતરરાષ્ટ્ર્રીય પતગં મહોત્સવ યોજવાની શઆત કરાવી હતી. જે મુજબ આ વર્ષે પણ રાય સરકાર દ્રારા રાજકોટ મહાપાલિકા અને ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડના સંયુકત ઉપક્રમે આંતરરાષ્ટ્ર્રીય પતગં મહોત્સવ–૨૦૨૫નું રાજકોટ ખાતે આવતીકાલે તા.૧૨ને રવિવારે સવારે ૯ કલાકે, ધર્મેન્દ્રસિંહજી કોલેજ(ડી.એચ. કોલેજ)ના ગ્રાઉન્ડ ખાતે યોજાશે. આ આંતરરાષ્ટ્ર્રીય પતગં મહોત્સવનો શુભારભં રાજકોટના સાંસદ પરસોતમભાઈ પાલાના હસ્તે કરવામાં આવશે તેમજ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે મેયર નયનાબેન પેઢડીયા ઉપસ્થિત રહેશે.
ઉપરોકત આંતરરાષ્ટ્ર્રીય પતગં મહોત્સવ–૨૦૨૫માં ગ્રીસ, ઇટાલી, લેબનોન, લીથુઅનિયા, પોલેન્ડ, નેધરલેન્ડ, પોર્ટુગલ, રિયુનિયન, રશિયન ફેડરેશન, સાઉથ આફ્રિકા, સ્પેન, સ્વિત્ઝરલેન્ડ, યુનાઈટેડ કિંગડમ, યુનાઈટેડ સ્ટેટસ, વિયેતનામ સહિત વિવિધ દેશો તથા ભારતના પંજાબ અને રાજસ્થાન સહિત વિવિધ રાયોના પતંગવીરો ભાગ લેશે. રાજકોટ મહાનગરપાલિકા દ્રારા આંતરરાષ્ટ્ર્રીય પતગં મહોત્સવ–૨૦૨૫ના અનુસંધાને આયોજન અને વ્યવસ્થાને આખરી ઓપ આપવા તડામાર તૈયારીઓ કરવામાં આવી છે.
મહોત્સવ પ્રસંગે કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, રાયસભાના સાંસદ રામભાઈ મોકરીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, ધારાસભ્ય ઉદયભાઇ કાનગડ, ડો.દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા, ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઈ બોઘરા, ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, ગુજરાત પ્રવાસન નિગમના કમિશનર અને મેનેજિંગ ડીરેકટર સાઈડીંગપુઇ છાકછુઆક, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલિયા, ડો.માધવભાઈ દવે, વિરેન્દ્રસિંહ ઝાલા, સમાજ કલ્યાણ સમિતી ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા, રાજકોટ મહાપાલિકાના કોર્પેારેટરો, અધિકારી–કર્મચારીઓ વગેરે ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે સર્વે શહેરીજનોને આંતરરાષ્ટ્ર્રીય પતગં મહોત્સવ–૨૦૨૫ નિહાળવા સહ પરિવાર ઉપસ્થિત રહેવા નિમંત્રણ પાઠવેલ છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationIND vs PAK: મેચ વચ્ચે જ ભારતને મોટો ઝટકો, મોહમ્મદ શમી ઘાયલ થતાં ગ્રાઉન્ડની બહાર
February 23, 2025 03:53 PMટોસ હારવામાં ટીમ ઈન્ડિયા શ્રેષ્ઠ... પાકિસ્તાન સામેની મેચમાં બનાવ્યો આ રેકોર્ડ
February 23, 2025 03:38 PMરાજકોટ : કુવાડવા પોલીસ સ્ટેશન સામે જ દ્વારકાધીશ હોટલમાં દેહવ્યાપાર, પોલીસ અજાણ ?
February 23, 2025 03:33 PMરાજકોટની ઝનાના હોસ્પિટલમાં વંદારાજ, જુઓ Video...
February 23, 2025 03:30 PMસારા એવા રસ્તાની રાજકોટ મનપાએ પથારી ફેરવી નાખી !, ઉબડખાબડવાળા રસ્તા અને સત્તત ઉડે છે ધૂળની ડમરીઓ
February 23, 2025 03:29 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech