શહેરમાં ક્રિસમસની પૂર્વ રાત્રીએ પોલીસ દ્રારા કડક ચેકિંગ હાથ ધરી શહેરના અલગ– અલગ વિસ્તારોમાંથી દા પી વાહન ચલાવનાર શખસ સહિત ૨૭ પીધેલાઓને ઝડપી લીધા હતા. આ ઉપરાંત પોલીસે ચેકિંગ દરમિયાન ચાર શખસોને છરી સાથે યારે એક શખસને તલવાર સાથે ઝડપી લીધો હતો. આ ઉપરાંત ટ્રાફિક પોલીસ દ્રારા પણ ડ્રાઇવ યથાવત રાખવામાં આવી હતી. રાત્રિના આઠથી દસ વાગ્યા સુધી ટ્રાફિક ટ્રાઇવ દરમિયાન બ્રેથ એનેલાઈઝરથી ૧૨૩ વાહન ચાલકોને ચકાસવામાં આવ્યા હતા.
ક્રિસમની પૂર્વ રાત્રીએ પોલીસે કરેલી કામગીરીમાં એ ડિવિઝન પોલીસ મથકના સ્ટાફે લોહાનગર ટેલિફોન એકસચેન્જ બીએસએનએલ વાળા રોડ પરથી જગદીશ બચુભાઈ વાઘેલા નામના રિક્ષાચાલક, લોધાવડ ચોક પાસેથી કિસાન કરસનદાસ દાણીધારીયા નામના બાઈક ચાલક, બી ડિવિઝન પોલીસે ભગવતીપરા મેઇન રોડ પરથી અણ ઉર્ફે આયદન ઉકાભાઇ મકવાણા નામના રીક્ષાચાલક, સતં કબીર રોડ પાસેથી જીતેશ બાબુભાઈ ભદ્રા નામના કારચાલકને દા પીધેલી હાલતમાં ઝડપી લીધો હતો. કુવાડવા રોડ પોલીસે રાજકોટ અમદાવાદ હાઈવે પર નવાગામ પાસે અજય દિનેશભાઈ ડાભી નામના રીક્ષાચાલક, એરપોર્ટ પોલીસે અમદાવાદ નેશનલ હાઇવે પ એરપોર્ટના રસ્તા પાસેથી જીવણ અમરશીભાઈ જખાણીયા નામના બાઈકચાલક, ભકિતનગર પોલીસે સહકાર મેઇન રોડ ત્રિશુલ ચોક પાસેથી આશિષ અનંતરાય ભટ્ટ, બોલબાલા માર્ગ પરથી જીેશ સોમાભાઈ સોલંકી, રાજુ સંતરામ ચોરસીયા નામના બાઈક ચાલકને નશાની હાલતમાં ઝડપી લીધો હતો.
થોરાળા પોલીસે ચુનારાવાડ ચોક પાસેથી પ્રવીણ ઉર્ફે ભૂરો દુદાભાઈ પરમાર નામના રિક્ષચાલક, અશોક હીરજીભાઈ ગોહેલ નામના બાઇકચાલકને નશાની હાલતમાં ઝડપી લીધો હતો. એલસીબી ઝોન–૨ ની ટીમે રામાપીર ચોકડી પાસે ગણેશ રેસ્ટોરન્ટ નજીકથી હરિ ઓમસિંહ નરપતસિંહ જાડેજા નામના કારચાલકને તથા ગાંધીગ્રામ પોલીસે જામનગર રોડ ઘંટેશ્વર પાર્ક પાસેથી અમિત ઉપેન્દ્રભાઈ રાઠોડ નામના બાઈક ચાલક, રૈયા રોડ આઝાદ ચોક પાસેથી સાગર વિપુલભાઈ હેરમાં નામના બાઈક ચાલકને દા પીધેલી હાલતમાં ઝડપી લીધો હતો. યુનિવર્સિટી પોલીસે રૈયાધાર પાસેથી લલિત કાળુસિંહ સોની, આકાશવાણી ચોક પાસેથી અભિષેક દિનેશભાઈ રાઠોડ, અવધના ઢાળ પાસેથી અમિત છગનભાઈ બુટાણી નામના વાહન ચાલકને નશાની હાલતમાં ઝડપી લીધો હતો.
માલવીયાનગર પોલીસે સરદારનગર મેઇન રોડ પર પતંજલિ સ્કૂલ પાસેથી ધરમ બહાદુર બીસ્ટ, તાલુકા પોલીસે મોટા મવા કણકોટ રોડ પરથી વિપુલ કાળુભાઈ જેઠવા, એ ડિવિઝન પોલીસે ભકિતનગર રેલ્વે સ્ટેશન પાસેથી ગોવિંદ ભાણાભાઈ સોલંકી, લોહાનગર પાસેથી આશિષ રણછોડભાઈ રબારી, ગ્રીનલેન્ડ ચોકડી પાસેથી લાલજી વિનુભાઈ સારોલા, ભકિતનગર પોલીસે ત્રિશુલ ચોક પાસેથી કાનજી મનસુખભાઈ ચૌહાણ, બોલબાલા માર્ગ પરથી શૈલેષ દેવજીભાઈ કડવાણી,પ્ર.નગર પોલીસે કીટીપરા પાસેથી હિન્દા છગનભાઈ મકવાણાને દા પીધેલી હાલતમાં ઝડપી લીધો હતો.
આ સિવાય શહેર પોલીસે ગઈકાલે ચેકિંગ દરમિયાન શહેરના અલગ–અલગ સ્થળોએથી ચાર શખસોને છરી સાથે યારે એક શખસને તલવાર સાથે ઝડપી લઇ તેની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી
ટ્રાફિક પોલીસની ડ્રાઇવમાં વધુ ૨૪૫ વાહન ચાલકો દંડાયા
ટ્રાફિક ડીસીપી પૂજા યાદવના માર્ગદર્શનમાં ટ્રાફિક એસીપી જે.બી.ગઢવીની રાહબરીમાં ટ્રાફિક પોલીસ દ્રારા છેલ્લા ઘણા દિવસોથી ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે. રાત્રિના આઠથી દસ વાગ્યા સુધી ખાસ કરીને દા પી વાહન ચલાવનાર વાહન ચાલકોને ઝડપી લેવા માટે આ ડ્રાઈવ કરવામાં આવી રહી છે. જે ડ્રાઇવ અંતર્ગત વધુ ૨૪૫ વાહનચાલકો અલગ–અલગ ટ્રાફિક નિયમ ભગં બદલ દંડાયા હતાં. પોલીસે તેમની પાસેથી . ૧,૦૬,૧૦૦ ના દંડની વસૂલાત કરી હતી. ટ્રાફિક પોલીસની આ ડ્રાઈવ દરમિયાન ૨૦૦ વાહન ચાલકો પાસેથી રોકડ દડં લેવામાં આવ્યો હતો યારે ૪૫ વાહન ચાલકોને ઈ ચલણ ફટકારવામાં આવ્યા હતા. આ ડ્રાઈવ ગ્રીનલેન્ડ ચોકડી, અમુલ સર્કલ, સોરઠીયાવાડી સર્કલ, કોટેચા ચોક, કોસ્મો ચોકડી, ગુંદાવાડી ચોક કિસાનપરા, ઘંટેશ્વર સહિતના ટ્રાફિક પોઇન્ટ પર યોજવામાં આવી હતી. ટ્રાફિક પોલીસની આ ડ્રાઇવ દરમિયાન કુલ પિયા ૧,૦૬,૧૦૦ નો દડં વસૂલવામાં આવ્યો હતો. તેમજ ડ્રાઇવ દરમિયાન ૧૨૩ વાહનચાલકોને બ્રેથ એનેલાઇઝરથી ચકાસવામાં આવ્યા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationUPI પેમેન્ટ માટે બદલાયા નિયમો, વધુ સુવિધા, ઓછા પ્રતિબંધો, આ મોટા નિર્ણયનો તમારા માટે શું છે મતલબ?
December 27, 2024 11:08 PMદ્વારકા નગરીમા તંત્ર દ્વારા કરાયું ડીમોલીશન, પણ કેવું?
December 27, 2024 07:32 PMજામનગર : ટ્રાફિક નિયમોના ભંગની દંડાત્મક કાર્યવાહી દર્શાવતા બેનરો લાગ્યા છતાં વાહનચાલકો રોંગ સાઈડમાં
December 27, 2024 07:26 PMસીઆઇડી ક્રાઈમનું સફળ ઓપરેશન, BZ પોન્ઝી સ્કીમનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા મહેસાણામાંથી ઝડપાયો
December 27, 2024 07:08 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech