ભાવનગર જિલ્લામાં ધૂપછાંવના વાતાવરણ વચ્ચે આજે બુધવારે બપોર સુધી મેઘરાજાએ વિરામ લીધો હતો.મહત્તમ તાપમાન ૩૪.૬,લઘુત્તમ તાપમાન ૨૮ ડિગ્રી , ભેજ ૮૧ ટકા અને પવનની ઝડપ ૪ કિ.મી.રહી હતી.શેત્રુંજી ડેમમાં હાલ પાણીની આવક- જાવક ૪૫૦ ક્યુસેક શરૂ છે.ડેમના ૫ દરવાજા એક ફુટે ખોલાયા છે.
ભાવનગર જિલ્લામાં આજે બુધવારે બપોર સુધી મેઘવિરામ રહયો હતો.પાલિતાણાના શેત્રુંજી ડેમમાં પાણીની આવક ઘટીને હાલ ૪૫૦ ક્યુસેક પાણીની આવક અને જાવક શરૂ છે.ડેમના પાંચ દરવાજા એક ફુટે ખુલ્લા છે. પાલિતાણાના શેત્રુંજી ડેમ ઓવરફ્લો થતાં લોકો અને ખેડૂતો ખુશખુશાલ થયા છે.
મહત્તમ તાપમાન ૧.૬ ડિગ્રી વધીને ૩૪.૬ ડિગ્રી રહયું હતું.આથી લોકો ગરમીથી ત્રસ્ત બન્યા હતા.ભેજ વધુ રહેતા અસહય બફારો લોકોને રોજ તોબા પોકરાવી દે છે. આસો માસમાં પણ તાપમાન ઉંચુ રહે છે. મહત્તમ તાપમાન ૩૪.૬ ડિગ્રી, જ્યારે લઘુતમ તાપમાન બે ડિગ્રી વધીને ૨૮ ડિગ્રી રહયું હતુ. આજે બુધવારે સવારે ભેજ ૮૧ ટકા રહયો હતો.જ્યારે પવનની ઝડપ આજે સવારે ૪ કિ.મી. રહી હતી.
આસો માસના ત્રીજા સપ્તાહમાં ગરમીનું જોર વઘ-ઘટ થયા કરે છે. પરંતુ ભેજ વધુ રહેતા બફારો વધ્યો છે.આથી લોકો ભારે ત્રસ્ત થયા છે. ઑક્ટોબર મહિનાના ત્રીજા સપ્તાહમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં વઘઘટ થયા કરે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMપૂર્વ CM વસુંધરા રાજેના કાફલાનો પાલીમાં અકસ્માત, પોલીસનું વાહન પલટતા પાંચ પોલીસકર્મી ઘાયલ
December 22, 2024 07:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech