આ વખતે દેશમાં એનડીએ ગઠબંધનની સરકાર બની છે. આવી સ્થિતિમાં 23મી જુલાઈએ રજૂ થનાર સામાન્ય બજેટ આકર્ષક રહેવાની આશા છે. મોદી સરકાર આયુષ્માન ભારત-પ્રધાનમંત્રી જન આરોજ્ય યોજના હેઠળ વીમા કવરેજને વાર્ષિક રૂ. 5 લાખથી વધારીને રૂ. 10 લાખ કરવાની તૈયારી કરી રહી છે.
સરકાર શરૂઆતમાં 70 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને તેના દાયરામાં સામેલ કરવા વિચારી રહી છે, જેનો ઉલ્લેખ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સંસદની સંયુક્ત બેઠકમાં પોતાના સંબોધનમાં કર્યો હતો. સરકાર આગામી 3 વર્ષમાં આ યોજનાના લાભાર્થીઓની સંખ્યા બમણી કરવા પર વિચાર કરી રહી છે.
જો આ દરખાસ્તોને મંજૂર કરવામાં આવે તો નેશનલ હેલ્થ ઓથોરિટીના અંદાજ મુજબ, તિજોરી પર દર વર્ષે 12,076 કરોડ રૂપિયાનો વધારાનો ખર્ચ થશે. એબી- પીએમજેવાય હેઠળ લાભાર્થીઓની સંખ્યા બમણી કરવાથી દેશની બે તૃતીયાંશથી વધુ વસ્તીને આરોગ્ય કવચ મળશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું. ભારતીય પરિવારોને દેવામાં ધકેલનારૂ સૌથી મોટું કારણ બીમારીની સારવાર પર થતો જંગી ખર્ચ છે. આ દરખાસ્તો અથવા તેના કેટલાક ભાગો બજેટમાં જાહેર થવાની અપેક્ષા છે.
રિપોર્ટ અનુસાર, આ યોજનામાં 70 વર્ષથી વધુ ઉંમરના લોકોને સામેલ કરવાથી આયુષ્માન ભારતના લાભાર્થીઓની સંખ્યામાં લગભગ 5 કરોડનો વધારો થશે. નીતિ આયોગે ઑક્ટોબર 2021માં પ્રકાશિત તેના હેલ્થ ઇન્સ્યોરન્સ ફોર ઇન્ડિયાઝ મિસિંગ મિડલ શીર્ષક હેઠળના અહેવાલમાં યોજનાને વિસ્તારવાનું સૂચન કર્યું હતું. તેમાં કહેવામાં આવ્યું છે કે દેશની લગભગ 30% વસ્તી આરોગ્ય વીમાથી વંચિત છે, જે સમગ્ર ભારતીય વસ્તીમાં સ્વાસ્થ્ય વીમા કવરેજમાં તફાવત દશર્વિે છે. નીતિ આયોગે જણાવ્યું હતું કે 20% વસ્તી કંપ્નીઓના જૂથ વીમા અને ખાનગી સ્વૈચ્છિક આરોગ્ય વીમા દ્વારા આવરી લેવામાં આવે છે, જે મુખ્યત્વે ઉચ્ચ આવક જૂથો માટે રચાયેલ છે.
વીમા કંપ્નીઓએ કેન્દ્ર સરકાર પાસે આરોગ્ય વીમા પ્રીમિયમ પર ટેક્સ મુક્તિ વધારવાની માંગ કરી છે. હાલમાં, આવકવેરાની જૂની સિસ્ટમમાં, કોઈપણ વ્યક્તિ કલમ 80ડી હેઠળ આરોગ્ય વીમા પ્રીમિયમ પર 25,000 રૂપિયા સુધીની કપાતનો દાવો કરી શકે છે, જેને વધારીને 50,000 રૂપિયા કરવાની માંગ કરવામાં આવી છે. વીમા ઉદ્યોગ સાથે સંકળાયેલા નિષ્ણાતોએ વરિષ્ઠ નાગરિકો માટે કપાતની મયર્દિા રૂ. 50,000થી વધારીને રૂ. 75,000 કરવાની માગણી કરી છે, કારણ કે તાજેતરના સમયમાં વીમા પ્રીમિયમમાં નોંધપાત્ર વધારો થયો છે. તેઓ દલીલ કરે છે કે પ્રીમિયમ પર કપાતની મયર્દિામાં વધારો કરવાથી આરોગ્યસંભાળના ખર્ચમાં થયેલા વધારાને આવરી લેવા માટે વરિષ્ઠો માટે પયર્પ્તિ કવરેજની ખાતરી થશે.
નોન-લાઇફ ઇન્સ્યોરન્સ કંપ્નીઓએ આરોગ્ય વીમા ઉત્પાદનો પર જીએસટી ઘટાડીને 5% કરવાની તેમની માંગનો પુનરોચ્ચાર કર્યો છે. હાલમાં, સ્વાસ્થ્ય વીમા પર 18% જીએસટી ચૂકવવો પડે છે. જીએસટી ના દરમાં ઘટાડો કરવાથી આરોગ્ય વીમો સામાન્ય માણસ માટે પોષણક્ષમ બનાવવામાં મદદ મળશે. વીમા ઉદ્યોગ સરકાર પાસેથી નવી કર વ્યવસ્થામાં ફેરફાર કરવા અને જીવન વીમા ઉત્પાદનો પર કલમ 80ડી હેઠળ કર મુક્તિ આપવાની કરવાની માંગ કરી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરના ગુરુદ્વારે ગુરુસિંઘ સભામાં ગુરુનાનકજીની 555મી જન્મ જયંતિ ધામધૂમથી ઉજવણી
November 15, 2024 01:16 PMઘરમાં પડેલા જૂના નકામા સ્વેટરને ફેંકી દેવાને બદલે આ રીતે કરો રિયુઝ
November 15, 2024 01:08 PMરાજકોટ : મવડી વિસ્તારમાં રહેણાંક વિસ્તારમાં બિનઅધિકૃત રીતે પ્લાન તૈયાર કરવા બાબતે ચક્કાજામ
November 15, 2024 01:03 PMસાગરપુત્રોની ટ્રીપ દરિયાઈ પ્રદૂષણને કારણે લંબાઇ હોવા છતાં સરકાર જાગતી નથી
November 15, 2024 01:02 PM"આજકાલ"ની ન્યુઝ સ્ટોરી બાદ અસ્માવતી ઘાટની થઈ સફાઈ
November 15, 2024 01:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech