આ અંગેની હકીકત મુજબ,
રાજકોટના પંકજભાઈ શાહ અને તેમની પત્નીએ સ્ટાર હેલ્થ એન્ડ એલાઈડ ઈન્સયુરન્સ કંપની પાસે રૂ 15 લાખનો મેડીકલેઈમ લીધો હતો. દરમ્યાન ભાવનાબેન શાહને વર્ષ ૨૦૨૪માં પગમાં ચાલવામાં અને બેલેન્સમાં તકલીફ થતા મુંબઈમા કાંદીવલી વિસ્તારમાં આવેલ હોસ્પિટલમાં દાખલ થઇ તા. ૧૮.૯.૨૦૨૪થી તા.૨૧.૯.૨૦૨૪ સુધી પગની "ની-રિપ્લેસમેન્ટ" સારવાર કરાવી હતી. તેનો કુલ રૂા. ૪,૫૧,૫૧૪નો ખર્ચ થયો હતો. જે અંગેના મેડીકલેઈમમાં સ્ટાર હેલ્થ એન્ડ એલાઈડ ઈન્સ્યુરન્સ કંપનીએ ડોક્ટરના અને ડાયેટિશ્યનના ચાર્જીસ રિઝનેબલ નહીં હોવાનું જણાવી માત્ર રૂા. ૨,૮૪,૩૩૧ મંજુર કરી અને કુલ રૂા. ૧,૫૫,૧૮૩ની કપાત કરી હતી. જે મેડીકલેઈમની કપાત રકમ વસૂલવા ભાવનાબેન શાહે ગ્રાહક સુરક્ષા ફોરમમાં ફરિયાદ દાખલ કરી હતી. જે ચાલતા ફરિયાદીના વકીલ દ્વારા સારવારમાં ફી કેટલી લેવી તે ઇન્સ્યોરન્સ કંપની નક્કી ન કરી શકે તે મતલબની કરવામાં આવેલ દલીલો અને ટાંકેલા ઉચ્ચ અદાલતના ચુકાદાઓ ધ્યાને લઇ વિમા કંપનીએ ફરિયાદીને 30 દિવસમાં કુલ રૂા. ૧,૩૬,૭૧૧ ચુકવવા અન્યથા અને રકમ ૯ ટકા વ્યાજ ચુકવવા ઉપરાંત ફરીયાદીને ખર્ચના રૂા.૩,૦૦૦/- અલગ ચુકવવા હુકમ કર્યો છે. આ કેસમાં ફરિયાદી વતી સિનિયર એડવોકેટ પી.આર. દેસાઈ રોકાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબેંગલુરુમાં વરસાદનું વિઘ્ન! RCB vs KKR મેચના ટૉસમાં વિલંબ, પણ ચાહકોનો ઉત્સાહ અકબંધ
May 17, 2025 07:34 PMજામનગર જીલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ
May 17, 2025 05:38 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech