વીમા નિયમનકાર આઈઆરડીએઆઈએ વીમા પોલિસીધારકોના અધિકારોને લઈને એક માસ્ટર સકર્યુલર બહાર પાડો છે. આ પરિપત્રમાં ઈ–ઈન્શ્યોરન્સ પોલિસી, આરોગ્ય જીવન વીમા પોલિસી બંને માટે કલેમ સેટલમેન્ટ સમયરેખા અને બહત્પવિધ સ્વાસ્થ્ય વીમા પોલિસી ધરાવતા પોલિસીધારકોના અધિકારો આવરી લેવામાં આવ્યા છે.જેથી પોલીસી ધારકોને કોઈ અન્યાય સહન ન કરવો પડે અને કંપની કોઈ ગેરરીતી ન કરે.
આઈઆરડીએઆઈએ નિર્દેશ કર્યેા છે કે કંપનીએ તમામ વીમા પોલિસીઓ ઈલેકટ્રોનિક ફોર્મેટમાં જારી કરવી જોઈએ. ઇ–ઇન્શ્યોરન્સ પોલિસી ગ્રાહક દ્રારા ડિજિટલી સહી કરી શકાય છે. ગ્રાહકો વીમા કંપનીને વિનંતી કરી શકે છે કે તેઓ ઇચ્છે છે કે પોલિસી ભૌતિક રીતે જારી કરવામાં આવે.જો પોલિસી દસ્તાવેજ અથવા બ્રોશર ભૌતિક ફોર્મેટમાં જોઈએ તો આ પ્રસ્તાવના ફોર્મમાં દર્શાવવું પડશે.
વીમા કંપનીએ પ્રપોઝલ ફોર્મ સ્વીકાર્યાના ૧૫ દિવસની અંદર પોલિસી જારી કરવાની હોય છે. નવા નિયમો હેઠળ, વીમા કંપનીને પ્રસ્તાવના ફોર્મ સાથે પ્રારંભિક પ્રીમિયમ જમા કરવાની મંજૂરી નથી.
વીમા પોલિસીની સાથે, પોલિસીધારકે વીમા કંપની પાસેથી નીચેના દસ્તાવેજો મેળવવાનો આગ્રહ રાખવો જરી છે જેમ કે, ફ્રી લુક પિરિયડની વિગતો આપતા પોલિસી દસ્તાવેજ માટેનું કવરિંગ લેટર, પોલિસી દસ્તાવેજ, સંભવિત ગ્રાહક દ્રારા સબમિટ કરેલા દરખાસ્ત ફોર્મની કોપિ, લાભનું ઉદાહરણ, ગ્રાહક માહિતી પત્રક વગેરે મેડલી લેવા અને કંપનીએ તે આપવા જ પડે.ઉપરાંત ગ્રાહક માહિતી પત્રક (સીઆઈએસ) એ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે જે કંપનીઓ તેમના ગ્રાહકોને તેમની વીમા પોલિસી સાથે આપે છે. આ સુનિશ્ચિત કરે છે કે પોલિસીધારકો તેમના કવરેજ વિશે સારી રીતે માહિતગાર છે.
૩૦ દિવસનો ફ્રી લૂક પિરિયડ મળશે
એક વર્ષ કે તેથી વધુ સમયની જીવન વીમા પોલિસી માટે, પોલિસીધારક પાસે ૩૦ દિવસનો ફ્રી લૂક પિરિયડ હશે. જો પોલિસી ધારક પોલિસીના નિયમો અથવા શરતોથી અસંતુષ્ટ્ર હોય, તો તેની પાસે આ ૩૦ દિવસમાં પોલિસી રદ કરવા માટે તેને કંપનીને પરત કરવાનો વિકલ્પ બચે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઓસ્ટ્રેલિયાનો ઐતિહાસિક વિજય: ચેમ્પિયન્સ ટ્રોફીમાં સર્વોચ્ચ લક્ષ્યનો પીછો કરીને ઇંગ્લેન્ડને હરાવ્યું
February 23, 2025 01:06 AMજામનગર: ખોડીયાર કોલોનીમાં થઈ ઘરફોડ ચોરી...જાણો શું બોલ્યા ડીવાયએસપી
February 22, 2025 06:49 PMજામનગરની જીજી હોસ્પિટલમાં લુખ્ખા તત્વોના આતંકની ઘટનાના સીસીટીવી વિડીયો સામે આવ્યા
February 22, 2025 06:47 PMજામનગરમાં દિગજામ સર્કલ નજીક આંબેડકર બ્રિજ પર બે રીક્ષા વચ્ચે અકસ્માતની ઘટના
February 22, 2025 06:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech