આરોગ્ય વીમો મેળવવા માટે લોકોમાં સ્પર્ધા છે. કોઈ દુર્ઘટનાના ભયથી લોકો મોટા ખર્ચને ટાળવા માટે આરોગ્ય વીમો લે છે. પરંતુ હેલ્થ ઈન્સ્યોરન્સથી કેટલા લોકોને ફાયદો થાય છે તે સામે આવ્યું છે. વીમા રેગ્યુલેટર ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી એટલે કે ઈરડાના રિપોર્ટમાંથી આ વાત સામે આવી છે.
રિપોર્ટ અનુસાર, સ્વાસ્થ્ય વીમા હેઠળ માત્ર ૭૧ ટકા દાવાઓનું સમાધાન થાય છે. જોકે, આ મામલે જાહેર ક્ષેત્રની વીમા કંપનીઓનો રેકોર્ડ સારો છે. આ કંપનીઓએ ૧૦૩ ટકા દાવા ચૂકવ્યા હતા. નાણાકીય વર્ષ ૨૦૨૪માં સ્વાસ્થ્ય વીમા હેઠળ માત્ર ૮૩,૪૯૩ કરોડ પિયા ચૂકવવામાં આવ્યા હતા. યારે આરોગ્ય વીમા કંપનીઓને પ્રીમિયમ તરીકે . ૧.૧ લાખ કરોડ મળ્યા હતા. નોંધનીય છે કે એક વર્ષમાં સ્વાસ્થ્ય વીમા હેઠળ ૩૪,૩૩૬ ફરિયાદો મળી હતી.
ઈરડાઈના ડેટા અનુસાર, એક વર્ષમાં ૨૬ હજાર કરોડ પિયાના દાવાની ચુકવણીનો ઇનકાર કરવામાં આવ્યો હતો. તેમાંથી . ૧૫,૧૦૦ કરોડના દાવા પોલિસી કોન્ટ્રાકટના નિયમો અને શરતોનું પાલન ન કરવાને કારણે ચૂકવણી કરવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. એ જ રીતે, ત્રણ લાખ ૬૦ હજાર પોલિસી હેઠળ આશરે . ૧૦,૯૩૭ કરોડના દાવાની ચૂકવણી નકારી કાઢવામાં આવી હતી. ૭,૫૮૪ ના દાવા ચૂકવણી માટે બાકી રહ્યા. એક વર્ષમાં એકત્રિત થયેલા . ૧ લાખ ૧૦ હજાર કરોડના વીમા પ્રિમીયમમાંથી . ૪૦,૯૯૩ કરોડ સરકારી વીમા કંપનીઓને મળ્યા હતા. તેવી જ રીતે ખાનગી વીમા કંપનીઓ દ્રારા . ૩૪,૫૦૩ કરોડ અને સ્ટેન્ડઅલોન વીમા કંપનીઓ દ્રારા . ૩૨,૧૮૦ કરોડ પ્રા થયા હતા. વીમા લોકપાલને પૂણે, મુંબઈ, અમદાવાદ અને ચંદીગઢમાં વીમા કંપનીઓ સામે સૌથી વધુ ફરિયાદો મળી હતી. વીમા લોકપાલે પોલિસી ધારકની તરફેણમાં કુલ ૩૪ હજાર સ્વાસ્થ્ય વીમા ફરિયાદોમાંથી ૬,૨૩૫ ફરિયાદોનો નિર્ણય કર્યેા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઓસ્ટ્રેલિયાનો ઐતિહાસિક વિજય: ચેમ્પિયન્સ ટ્રોફીમાં સર્વોચ્ચ લક્ષ્યનો પીછો કરીને ઇંગ્લેન્ડને હરાવ્યું
February 23, 2025 01:06 AMજામનગર: ખોડીયાર કોલોનીમાં થઈ ઘરફોડ ચોરી...જાણો શું બોલ્યા ડીવાયએસપી
February 22, 2025 06:49 PMજામનગરની જીજી હોસ્પિટલમાં લુખ્ખા તત્વોના આતંકની ઘટનાના સીસીટીવી વિડીયો સામે આવ્યા
February 22, 2025 06:47 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech