રાજકોટ જિલ્લા ગ્રામ્ય વિસ્તારમાં જાહેર વ્યવસ્થા, શાંતિ, સલામતી અને દેશની સુરક્ષા માટે વાહન વેચનારાનાઓ માટે રાજકોટ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ સી.એ.ગાંધી દ્વારા નીચે મુજબના આદેશો જારી કર્યા છે.
જે અન્વયે રાજકોટ જિલ્લા ગ્રામ્ય વિસ્તારમાં વાહન વેચનાર દુકાનો ધરાવનારા માલિકો, મેનેજરો, સંચાલકો, એજન્ટોએ જ્યારે-જ્યારે જુના વાહન વેચવામાં આવે ત્યારે વાહન ખરીદનાર વ્યક્તિની ઓળખ માટે ખરીદીનું બીલ, વેચાણ લેનાર ગ્રાહકનું ડ્રાઈવીંગ લાયસન્સ, પાનકાર્ડ, ચૂંટણી કાર્ડ, રેશનકાર્ડ, આધારકાર્ડ કે નોકરી કરતાં હોય તો ત્યાંનું ઓળખપત્ર કે શૈક્ષણિક સંસ્થાનું પ્રમાણપત્ર કે સ્થાનિક અગ્રણીઓ જેવાં કે મ્યુનિસિપલ કોર્પોરેટરશ્રી, ધારાસભ્યશ્રી, સાંસદસભ્યશ્રી, કોઇપણ ખાતાના રાજ્યપત્રિત અધિકારીશ્રી તરફથી મેળવેલ ઓળખપત્ર, પ્રમાણપત્ર પૈકી કોઇ પણ એક પુરાવો ઓળખ માટે ગ્રાહક પાસેથી વાહન વેચાણ કરનારે મેળવી તેનો રેકર્ડ નિભાવવાનો રહેશે.
તદુપરાંત વેચાણ બીલમાં ખરીદનારનું પુરૂ નામ-સરનામું, સંપર્ક માટે ટેલીફોન/મોબાઈલ નંબર, વાહનનો પ્રકાર, વાહનનો એન્જીન નંબર, (ફ્રેમ ચેસીસ નંબર લખવો આવશ્યક છે) સાયકલ, સ્કુટર કે મોટર સાયકલ જેવા બીજા ટુ વ્હીલર, ફોર વ્હીલર તથા ભારે વાહનોના વેચાણ અંગેના રેકર્ડ ચકાસણી માટે વેયાણકર્તા પાસે કોઈપણ પોલીસ અધિકારી/પોલીસ કર્મચારી તરફથી માંગણી કરવામાં આવે ત્યારે જરૂરી વિગતો મુજબની માહિતી/રેકર્ડ ચકાસણી માટે રજુ કરવાના રહેશે.
આ આદેશનો અમલ રાજકોટ જિલ્લા ગ્રામ્ય વિસ્તારમાં તા. ૩૧/૧૦/૨૦૨૪ સુધી કરવાનો રહેશે. જેનો ભંગ કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application૯૮ દિવસમાં ૮૩ કરોડનો બાકી વેરો વસુલવા શહેરમાં ધડાધડ મિલકત સીલ
December 23, 2024 03:16 PMબે–લગામ સિટી બસ: માતા–પુત્રને ઠોકરે લેતાં સાત વર્ષના બાળકનું ચકદાવાથી મોત
December 23, 2024 03:14 PMખીજડિયામાં ગૌચર જમીન પરનું દબાણ દૂર નહીં થાય તો સરપચં સહિતના કરશે આત્મવિલોપન
December 23, 2024 03:12 PMમાર્કેટમાં આવી 'તલાક' મહેંદી, મહિલાએ બતાવી તૂટેલા લગ્નની કહાની!
December 23, 2024 03:07 PMPMJAY યોજના માટે નવી એસઓપીની જાહેરાત
December 23, 2024 02:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech