જામનગરમાં ગૌશાળા-પાંજરાપોળ ચલાવતી સંસ્થાઓ ’મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના’નો લાભ મેળવી શકશે

  • October 07, 2023 10:53 AM 

લાભાર્થીઓએ બીજા તબક્કાની સહાય મેળવવા માટે આગામી તા.15 ઓક્ટોબર સુધીમાં અરજી કરવાની રહેશે


રાજ્યની પબ્લિક ટ્રસ્ટ એક્ટ હેઠળ નોંધાયેલી તમામ ગૌશાળા-પાંજરાપોળ માટે નાણાંકીય વર્ષ 2023-24 માટે ‘મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના’ અત્યારે અમલમાં મુકવામાં આવી છે. પબ્લિક ટ્રસ્ટ એક્ટ હેઠળ નોંધાયેલ ગૌશાળા-પાંજરાપોળ ખાતે રાખવામાં આવતા ગાય અને ભેંસ વર્ગના પશુઓ માટે નિભાવ સહાયની યોજનાની લિંક અત્યારે આઈ-ખેડૂત પોર્ટલ પર મુકવામાં આવી છે.


આ યોજનાના ઠરાવ, શરતો અને બોલીઓની સંપૂર્ણ વિગતો http://gauseva.gujarat.gov.in વેબસાઈટ પર ઉપલબ્ધ છે. જુલાઈ-2023થી સપ્ટેમ્બર-2023ના તબક્કાની સહાય મેળવવા માટે આગામી તા.15 ઓક્ટોબર સુધીમાં જામનગર જિલ્લાના રજીસ્ટર્ડ લાભાર્થીઓ ઓનલાઈન અરજી કરી શકશે. જે તબક્કા માટે આઈ-ખેડૂત ઓનલાઈન પોર્ટલ પર અરજી ન કરેલી હોય, તો જે-તે લાભાર્થી સંસ્થાને તે તબક્કાની સહાય મળવવાપાત્ર રહેશે નહીં.


ઓનલાઈન અરજી કર્યા બાદ તેની પ્રિન્ટ નકલ સાથે જરૂરી સાધનિક કાગળો જોડીને અરજી કર્યાના 21 દિવસ સુધીમાં નાયબ પશુપાલન નિયામકશ્રીની કચેરી, જિલ્લા પંચાયત ભવન, જામનગર ખાતે જમા કરાવવાની રહેશે. સુનિશ્ચિત સમય મર્યાદા બાદ અત્રેની કચેરીને પ્રાપ્ત થયેલા અરજી પત્રકો રદ કરવામાં આવશે. આ તમામ બાબતોની લાભાર્થીઓને ખાસ નોંધ લેવા માટે નાયબ પશુપાલન નિયામકશ્રી ડો.તેજસ શુક્લ, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application