પિતાના મૃત્યુનો શોક મનાવવાને બદલે પુત્રે ડીજે સંગ ઉજવણી કરી

  • January 03, 2025 11:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સામાન્ય રીતે કોઈનું અવસાન થાય ત્યારે શોકનો માહોલ હોય છે અને ત્યાં ઉજવણી કે નાચ, ગાનને સ્થાન હોતું નથી. પરંતુ યુપીના એક ગામમાં પિતાનું અવસાન થતા પુત્રે શોક મનાવવાને બદલે જયાફત ઉડાવી હતી. ડીજે સંગ ડાન્સ કરી ઉત્સાહભયર્િ માહોલમાં પિતાના અંતિમ સંસ્કાર કયર્િ હતા.
ઉત્તર પ્રદેશના સુલતાનપુરમાં અંતિમ સંસ્કારની ઉજવણીની અનોખી ઘટના સામે આવી છે. જ્યાં પિતાના અવસાન પર એક વ્યક્તિએ તેના મિત્રો સાથે સ્મશાન પર જોરશોરથી ડાન્સ કર્યો હતો. ડ્રમના તાલ અને ડીજેની ધૂન સાથે પિતાના અંતિમ સંસ્કાર કયર્િ અને ઘણા પૈસા ખચ્યર્.િ જ્યારે કોઈ પ્રિય વ્યક્તિ મૃત્યુ પામે છે, ત્યારે આખા ઘરમાં શોક ફેલાય છે. પરિવારના સભ્યોમાં ગમગીની છવાઈ હોય છે. પરંતુ, સુલતાનપુરના શહેર પોલીસ વિસ્તાર હેઠળના નારાયણપુર વોર્ડમાં એક અલગ જ દ્રશ્ય જોવા મળ્યું. ત્યાં રહેતા શ્રીરામના પિતા રામકિશોર મિશ્રાનું 80 વર્ષની વયે અવસાન થયું હતું. જે બાદ પુત્રએ પિતાના મૃત્યુની ઉજવણી કરી અને બેન્ડ સાથે તેમના અંતિમ સંસ્કાર કર્યા . પિતાના મૃત્યુ પછી, શ્રી રામે બેન્ડ વાદકોને બોલાવ્યા અને ઉજવણી સાથે અંતિમ સંસ્કાર કયર્.િ છેલ્લી યાત્રા સ્મશાન ભૂમિ હટિયા નાળા પર પહોંચતા જ શ્રી રામ તેમના મિત્રો સાથે જોરશોરથી નાચવા લાગ્યા. એટલું જ નહીં તેણે ડ્રમની સાથે ચલણી નોટોના બંડલ પણ ઉડાવ્યા હતા. આ દરમિયાન એક ડઝનથી વધુ લોકો ડીજેની ધૂન પર નાચતા જોવા મળ્યા હતા. તેણે સમગ્ર શહેરમાં બેન્ડ વગાડતા અને નૃત્ય સાથે તેના પિતાની અંતિમયાત્રા કાઢી.
અંતિમ યાત્રા સાથે, શ્રી રામે 13મી એટલે કે અંતિમ સંસ્કાર પર્વમાં પણ ખૂબ જ ઉજવણી કરી. તેરમા દિવસે પણ તેણે બેન્ડ વગાડવાની વ્યવસ્થા કરી હતી. જે બાદ તેણે પોતાના પરિવારના સભ્યો અને પરિચિતો માટે મિજબાનીનું આયોજન કર્યું હતું.
જ્યારે શ્રી રામને તેમના પિતાના મૃત્યુની ઉજવણી વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે અંતિમ વિદાય રડીને નહીં પરંતુ નાચવા અને ગાવાથી થવી જોઈએ. રડવાથી જતી વ્યક્તિના આત્માને દુ:ખ થાય છે. આ પણ જીવનનો ઉત્સવ છે અને આ રીતે ઉજવવો જોઈએ.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application