પોરબંદર જિલ્લામાં ઠેર -ઠેર દબાણ હટાવો ઝુંબેશ ધમધમી રહી છે અને વહીવટીતંત્ર ડિમોલીશનની કામગીરી કરાવી રહ્યુ છે ત્યારે પોરબંદર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા એવી રજૂઆત સાથેનું આવેદનપત્ર પાઠવાયુ છે કે દબાણોનું ડિમોલીશન કરવાના બદલે ભાડા પેટે જગ્યા ફાળવી દો જેનાથી સરકારનેપણ આવક થશે અને ખેડૂતોની મુશ્કેલી દૂર થશે.
પોરબંદર શહેર જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કલેકટરને ડિમોલેશન બાબતે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું અને માંગ કરવામાં આવી હતી કે ગરીબો અને ખેડૂતો એ જે જગ્યા એ પેશકદમી કરી છે તેને ભાડા પેટે એ જગ્યા આપવામાં આવે જેથી સરકારને આવક પણ ઊભી થશે અને ડિમોલીશનનોે ખર્ચ પણ બચશે સાથેજ માલિકી હક પણ સરકારનો જ રહેશે અને તેની જાળવણી પણ થશે,કોંગ્રેસ પ્રમુખ રાજુ ઓડેદરા એ વિવિધ મુદ્ે સરકારને રજૂઆત કરી હતી.
સરકારી,ગોચર જગ્યાઓમાં જે લોકોએ પોતાના ઘર બાંધેલા છે તેમને યોગ્ય દંડ અને વળતર વસૂલ કરી તેમને ત્યાં રહેવા માટેનો હક આપવામાં આવે., સરકારી,ગોચર જમીન જે ખેડૂતો બગીચા કે ઝાડ વાવેલા છે તેવી જગ્યા પર યોગ્ય વળતર લઈને વાર્ષિક ભાડાથી ફરીથી આપવામાં આવે અન્યથા હજારો ઝાડ કપાઈ જશે અને પ્રકૃતિને ખૂબ મોટું નુકસાન થશે. અમારી માંગણી ફક્ત રહેવાના મકાન અને ઝાડ વાવેલ છે તેવા લોકો માટે છે કારણકે આવા લોકો એ આડકતરી રીતે એ જમીનનું જતન કર્યું ગણાય અને પોતે પોતાના પૈસા ત્યાં આશરા માટે અને કમાણી માટે રોક્યા છે.
તેથી તેમણે નુકસાની પહોંચે તેના કરતાં સરકારને આવક ઊભી થાય તેવું કરવા અપીલ છે.વધુમાં સરકારી જમીન પર બનેલ ઘર મારફતે વેરો તો મળશે સાથે તેમને રહેણાંકના હક આપવાથી સરકાર અલગથી રકમ વસૂલી વિકાસ કાર્યોમાં વાપરી શકશે.
ઉપરાંત જે ખેડૂતો ઝાડ વાવ્યા છે કે તેમાં બાગાયત ખેતી કરે તેમની પાસેથી પણ યોગ્ય વળતર લઈ આવક ઊભી કરી શકાય સાથેજ જે જમીન ગૌચર માં આવે છે તેનો ગૌશાળા અને ગોસંવર્ધન વાપરી વધુ સારી વ્યવસ્થા ઉભી કરી શકશે.અથવા તો ઉદ્યોગોને જે રીતે લાંબા સમયમાટે ભાડા પેટે આપવામાં આવે છે તે રીતે વ્યાજબી કારણ હોઈ તેવા લોકોને લાબા ગળા માટે ભાડા પેટે આપવામાં આવે તેવી વિનંતી અને માંગ સાથે કોંગ્રેસ આગેવાન નારણભાઈ ચાંચિયા રાજવીરભાઈ બાપોદરા, અરવિંદભાઈ જોશી, અજયભાઈ મોઢા, કાંતિભાઈ બુધેચા, હીરાભાઈ મકવાણા, નટુભાઈ કારાવદરા, પ્રેમજીભાઈ જોશી દેવાભાઈ ચૌહાણ, ઈકબાલભાઈ રાવડા વગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં રતનબાઇની મસ્જિદ પર ઓપરેશન સિંદૂરના બેનર લગાવવામાં આવ્યા
May 09, 2025 11:31 AMચલાલાના નાની ગરમલી નજીક ટ્રેલરમાં લઇ જવાતો 719 બોટલ દારૂ સાથે ચાલક ઝડપાયો
May 09, 2025 11:27 AMદેવભૂમિ દ્વારકા જિલ્લામાં અનેક સ્થળોએ કમોસમી વરસાદી ઝાપટા
May 09, 2025 11:24 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech