રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર આવેલા એટ્લાન્ટિસ બિલ્ડિંગમાં સી વિંગમાં 603 નંબરના કિશોર ભાલાળાના ફ્લેટમાં આજે સવારે 10.30 વાગ્યા આસપાસ ભીષણ આગ લાગી હતી. જે છઠ્ઠા અને પાંચમાં માળ સુધી પ્રસરી હતી. આથી ફ્લેટોમાં રહેતા લોકો જીવ બચાવવા માટે વોશરૂમ અને રૂમોની અંદર ફસાઇ ગયા હતા. રાજકોટ ફાયર બ્રિગેડને જાણ થતા સ્ટાફ દોડી ગયો હતો. આગના કારણે બિલ્ડિંગમાં જીવ બચાવવા લોકો કરગરી રહ્યા હતા. આથી ફાયર બ્રિગેડે હાઇડ્રોલિક લિફ્ટ દ્વારા લોકોને નીચે ઉતારવાનું રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. જવેલર્સના માલિકો તેમજ નામાંકિત ડોક્ટર્સ આ બિલ્ડિંગમાં રહે છે. આ ઘટનામાં ત્રણ લોકોના મોત થયાનું પોલીસ જણાવી રહી છે.
મૃતકોની યાદી
1. કલ્પેશ પીઠાભાઈ લેવા
2. મયુર લેવા
3. અજય મકવાણા
મૃતક કલ્પેશ(જમણી બાજુ) અને અજય મકવાણા (ડાબી બાજુ)ની ફાઈલ તસવીર
શોર્ટસર્કિટના કારણે આગ લાગી
દોઢથી બે કલાક સતત પાણીનો મારો ચલાવી આગ પર સંપૂર્ણ કાબૂ મેળવવામાં આવ્યો હતો. છઠ્ઠા માળે ફ્લેટમાં ફર્નિચર કામ ચાલુ હતું જેમાં શોર્ટસર્કિટ થવાના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
હાલ આગ કાબૂમાં
એસીપી બી.જે.ચૌધરીએ જણાવ્યું કે આજે સવારે 9થી 10 વાગ્યાની વચ્ચે 150 ફૂટ રિંગરોડ પર આવેલ એટ્લાન્ટિસ બિલ્ડિંગમાં આગ લાગી હતી. પાંચમાં અને છઠ્ઠા માળે આગ લાગી હતી. જેમાં 3 લોકોના મૃત્યુ થયા છે. એક ઈજાગ્રસ્તને હાલમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી,. પણ પ્રાથમિક દ્ર્ષ્ટિએ શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યાનું સામે આવ્યું છે. હાલમાં આગ કાબૂમાં છે, બધા માણસોનું રેસ્ક્યું કરી લેવામાં આવ્યું છે.
કલેકટર, DCP ક્રાઈમ સહિતના અધિકારીઓ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા
રાજકોટ કલેકટર પ્રભવ જોશી, DCP ક્રાઈમ પાર્થરાજસિંહ ગોહિલ સહિતના અધિકારીઓ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાકિસ્તાની ડ્રોનથી ફિરોઝપુરમાં એક પરિવાર ઘાયલ, સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા
May 09, 2025 10:19 PMપાકિસ્તાનના ભારત પર સતત હુમલાના પ્રયાસો: પોખરણથી પઠાણકોટ સુધી ડ્રોન હુમલા નિષ્ફળ
May 09, 2025 10:15 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech