મહાનગરપાલિકાના શિક્ષણ સમિતિ દ્રારા સંચાલિત આકાશવાણી ચોકમા આવેલી શાળા નંબર ૯૨ પ્રાથમિક શાળાના પટાંગણમા વર્ષેાથી એક સરકારી આંગણવાડી ચાલુ છે જેમા ગઈકાલે શિક્ષણજગત માટે એક ગંભીર ઘટના સામે આવી છે. ગઈકાલે આ આંગણવાડીના એક બાળક લઘુશંકા માટે ગયો હતો ત્યારે તેણે શાળાના પટાગણમા આવેલી એક છોડમાંથી ફલ તોડતા આ બાબતે મહિલા પ્રિન્સિપાલએ આંગણવાડીના ઓરડામા આવી જોર જોરથી બાળકો અને સંચાલિકાઓ પર રાડો પાડી ત્યા ઓરડામા નાના બાળકોની ખુરશીઓ પછાડી હતી અને ફલ તોડનાર બાળકને કાન પકડીને ગાલમા ફડાકા ઝીકયા હતા.પ્રિન્સિપાલની આ હરકતથી આંગણવાડીના નાના માસુમ ભૂલકાઓ બીકના માર્યા રોવા લાગ્યા હતા અને જે બાળકને ફડાકા માર્યા તે બાળકને તાવ આવી ગયો હતો. ઘરે જઈને જમવાનુ છોડી દીધુ હતુ.
ત્રણ વર્ષના નાના બાળકને ફલ તોડવા જેવી નજીવી બાબતે આ રીતે પ્રિન્સિપાલની હિંસક વર્તુણક કેટલી વ્યાજબી છે ?
વધુમાં આ પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલને શાળાના કેમ્પસમાં આવેલી આંગણવાડી કોઈ કારણોસર પસદં ના હોવાથી આંગણવાડીના સંચાલિકાઓને અન્ય સેપરેટ ટોઇલેટ બનાવીને ઉપયોગ કરવા માટે ખોટી રીતે ધમકાવતા હોવાની શરમજનક વિગતો પણ સામે આવી છે.
એક પ્રિન્સિપાલ દરરજાના શિક્ષક દ્રારા આવી હરકતથી કોઈ નાનો ભૂલકો અવળુ પગલુ ભરે તો તો તેનુ જવાબદાર કોણ? અમારી માંગ છે કે આ અતિ ગંભીર ઘટના બાબતે તપાસ કમિટીનુ રચના કરી જેમા બાળનિષ્ણાત અધિકારીનો સમાવેશ કરીને આંગણવાડીના બાળકોનુ કાઉન્સિલિંગ કરી નિવેદનો લેવામા આવે,આંગણવાડીના સંચાલક સ્ટાફના નિવેદનો અને જર પડે ભૂલકાઓના વાલીઓના નિવેદનો લઈને પારદર્શક તપાસ કરીને તાકીદે આ પ્રિન્સિપાલ વિદ્ધ ફોજદારી અને ખાતાકીય કડક કાર્યવાહી કરવામા આવે અને તપાસ પૂરી થાય ત્યાં સુધી આ શાળાના પ્રિન્સિપાલને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવે.અન્યથા બાળકોના હિતને ધ્યાનમા રાખી ઉગ્ર આંદોલન છેડવામા આવશે તેમ વિધાર્થી વાલી મંડળ અને કોંગ્રેસના નેતા રોહિતસિંહ રાજપૂત અને ટિમ દ્રારા શિક્ષણ સમિતિના શાસનાધિકારીને કરેલી રજુઆતમાં જણાવી ચીમકી ઉચ્ચારવામા આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાટણના સાંતલપુર તાલુકામાં સંપૂર્ણ બ્લેકઆઉટ જાહેર, કલેક્ટરની નાગરિકોને શાંતિ જાળવવા અપીલ
May 10, 2025 10:06 PMકચ્છમાં અનેક ડ્રોન જોવા મળ્યા, સુરક્ષા એજન્સીઓ એલર્ટ
May 10, 2025 10:04 PMજમ્મુ-કાશ્મીરમાં ફરી ડ્રોન હુમલા અને ગોળીબાર, પાકિસ્તાને ચાર કલાકમાં તોડ્યો યુદ્ધવિરામ
May 10, 2025 09:10 PMયુદ્ધવિરામ તૂટ્યો: અખનૂરમાં શાંતિના માત્ર 3 કલાક બાદ પાકિસ્તાનનું ફરી ફાયરિંગ
May 10, 2025 08:25 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech