ઇનરવ્હીલ કલબ દ્વારા વિદ્યાર્થીઓનો પ્રતિભા સન્માન સમારોહ યોજાયો

  • August 20, 2024 03:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદરપોરબંદરમાં બાલુબા ક્ધયા વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો હતો.
ઈનર વ્હીલ ક્લબ દવારા  છેલ્લા ૫૨ વર્ષથી સતત મહારાણી શ્રી અંનંતકુવરબા શિલ્ડ પ્રોજેક્ટ મહારાણી શ્રી બાલુબા ક્ધયા વિદ્યાલયમાં યોજવામાં આવે છે તે  આ વર્ષે પણ યોજવામાં આવ્યો.  જેમાં.ધો.૯ માં બલોચિયા વંદના મનસુખભાઈ, ધો ૧૦ માં મોકરિયા અભિલાષા  દેવશીભાઈ,ધો. ૧૧ માં  મકવાણા ક્રિષ્ના, કરશનભાઇ (આર્ટસ),ઓડેદરા નિશા માલદેભાઈ (કોમર્સ),ધો.૧૨માં ગોસાઈ  વિશ્વા કમલેશભાઈ (આર્ટસ),અને સોલંકી પ્રિન્સા ધર્મેશભાઈ (કોમર્સ)ની શ્રેષ્ઠ વિધાર્થીનીઓને પ્રોત્સાહિત કરવા માટે  ડીક્સનેરી,નોટબૂક,પેન,રોકડ ઇનામ આપી નવાજવામાં આવ્યા હતા.અને શ્રેષ્ઠ કલાસ ધો.૯ બ ને હર હાઈનેસ અન્નતકુવરબા શિલ્ડ આપી અભિવાદન કરવામાં આવ્યું હતું.આ પ્રોજેક્ટ હિઝ હાઈનેસ હરેન્દ્રસિંહ રાણા પરિવારના સહયોગથી દર વર્ષે દીકરીઓને અભ્યાસમાં પ્રોત્સાહિત કરવા માટે  ઈનર વ્હીલ ક્લબ દવારા કરવામાં આવે છે ,આ તકે રાજવી પરિવારનો ઇનર વ્હીલ ક્લબ ઋણ સ્વીકાર કરે છે .



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application