ધોરણ ૯ી ૧૨માં કલાસવર્ગ ઘટાડાની કાર્યવાહીનો શિક્ષણ વિભાગ દ્વારા પ્રારંભ

  • August 03, 2024 02:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગત ગુરુવારે રાજ્યના તમામ જિલ્લ ા શિક્ષણ અધિકારીઓની વિડીયો કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કોન્ફરન્સ દરમિયાન રાજ્ય સરકાર તરફી જે શાળાઓમાં વિર્દ્યાીઓની સંખ્યા જળવાતી ન હોય તેવી તમામ શાળાઓ માં વર્ગ ઘટાડાની કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવ્યા છે આ માટે તમામ જિલ્લ ા શિક્ષણ અધિકારીઓને વર્ગ ઘટાડવાની પ્રક્રિયા હા ધરવા જણાવાયું છે.



ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ધોરણ-૯ી ૧૨માં વિર્દ્યાી સંખ્યા જળવાતી ન હોય તેવી સ્કૂલોએ વર્ગ ઘટાડા માટે દરખાસ્ત કરવાની રહેશે. શિક્ષણ વિભાગની સૂચના અનુસાર રાજયભરના જિલ્લ ા શિક્ષણાધિકારી દ્વારા વર્ગ ઘટાડા માટેની કાર્યવાહી શરૂ કરી છે. જેમાં સ્કૂલો પાસેી વર્ગ ઘટાડા માટેની દરખાસ્તો પાંચ દિવસમાં મોકલવા માટે સૂચના અપાઈ છે. સ્કૂલો દ્વારા નિયત સમયમર્યાદામાં દરખાસ્ત કરવામાં નહીં આવે તો તે અંગેની જવાબદારી સંચાલક મંડળ અને આચાર્યની રહેશે. દરખાસ્ત મળ્યા બાદ હિયરિંગ રાખી વર્ગ ઘટાડા અંગેના હુકમ કરાશે .



રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા એક બાજુ ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં વર્ગ વધારા માટેની કાર્યવાહીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ત્યારે બીજી બાજુ જે ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં ચાલુ શૈક્ષણિક વર્ષમાં વિર્દ્યાી સંખ્યા જળવાતી ન હોય તેવી શાળાઓમાં વર્ગ ઘટાડો કરવા માટેની કાર્યવાહી પણ હા ધરવામાં આવી છે. આ માટે સ્કૂલો પાસેી વર્ગ ઘટાડા માટેની દરખાસ્તો મંગાવવાની કાર્યવાહી હા પર લેવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.


રાજ્યના શિક્ષણ વિભાગની ગત ગુરુવારે વીડિયો કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં રાજ્યના તમામ જિલ્લ ા શિક્ષણાધિકારીઓને વર્ગ ઘટાડા માટેની મૌખિક સૂચનાઓ અપાઈ હતી. આ સૂચનાઓના અનુસંધાને તમામ જિલ્લ ા શિક્ષણાધિકારીઓએ તાબા હેઠળની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્યોને પત્ર લખીને વર્ગ ઘટાડા માટેની દરખાસ્ત કરવા તાકીદ કરી છે. ડીઈઓએ સ્કૂલોના આચાર્યો અને સંચાલકોને લખેલા પત્રમાં જણાવાયું છે કે, તમામ જિલ્લ ા શિક્ષણાધિકારી કચેરીના તાબા હેઠળની બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ધોરણ-૯ી ૧૨માં ચાલુ શૈક્ષણિક વર્ષમાં જે સ્કૂલોમાં વિર્દ્યાી સંખ્યા જળવાતી ન હોય તેમણે વર્ગ ઘટાડા માટે દરખાસ્ત કરવાની રહેશે. શાળાઓએ શિક્ષણ વિભાગના ઠરાવની જોગવાઈ અનુસાર વિર્દ્યાી સંખ્યા જાળવવાની હોય છે, પરંતુ જો વિર્દ્યાી સંખ્યા નિયમાનુસાર જળવાતી ન હોય તેવી શાળાઓએ વર્ગ ઘટાડાની દરખાસ્ત પુરાવા સો જિલ્લ ા શિક્ષણાધિકારી કચેરી ખાતે પાંચ દિવસમાં કરવાની રહેશે. શાળા દ્વારા સમયમર્યાદામાં વર્ગ ઘટાડાની દરખાસ્ત કરવામાં નહીં આવે તો તે અંગેની તમામ જવાબદારી સંબંધિત શાળાના આચાર્ય અને શાળા મંડળની રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application