રિયાલિટી શો ફેમ ફૈઝાન અન્સારીએ પૂનમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી
બોલિવૂડ એક્ટ્રેસ પૂનમ પાંડેના કેન્સરને કારણે થયેલા મૃત્યુની વાત લઈને ચાલી રહેલો ખોટો વિવાદ દૂર થઈ રહ્યો નથી. હવે રિયાલિટી શો ફેમ ફૈઝાન અન્સારીએ પૂનમ પાંડે વિરુદ્ધ કાનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને પૂનમ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માગ કરી છે.
બોલિવૂડ અભિનેત્રી અને કામુક મોડલ પૂનમ પાંડે આ દિવસોમાં તેના વિવાદાસ્પદ સ્ટંટને કારણે ઘણી નફરતનો સામનો કરી રહી છે. તેમની સમસ્યાઓમાં ઘટાડો થતો જણાતો નથી. હવે પૂનમના મૃત્યુના ખોટા સમાચાર ફેલાવવા બદલ અન્ય એક ઈન્ફ્લુએન્સરે મોરચો માંડ્યો છે. રિયાલિટી શો ફેમ ફૈઝાન અંસારીએ કાનપુર પોલીસ કમિશનરને અરજી આપી છે. આવેદનપત્રમાં પૂનમ પાંડેની ધરપકડ કરવાની માગ કરવામાં આવી છે.
પોતાના વિવાદાસ્પદ સ્ટંટના કારણે હંમેશા ચર્ચામાં રહેતી પૂનમ પાંડેની ટીમે થોડા દિવસો પહેલા પૂનમના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક પોસ્ટ કરીને જાણકારી આપી હતી કે પૂનમ પાંડેનું સર્વાઈકલ કેન્સરથી નિધન થયું છે. આ સમાચાર બાદ સમગ્ર દેશમાં ખળભળાટ મચી ગયો હતો.
પૂનમે પોતે આ ખોટા સમાચાર સોશિયલ મીડિયા પર ફેલાવ્યા હતા. કોઈએ તો એમ પણ કહ્યું હતું કે, પૂનમના પાર્થિવ દેહને કાનપુર મોકલવામાં આવ્યો છે. જોકે, બાદમાં પૂનમ પાંડેએ વીડિયો જાહેર કર્યો અને કહ્યું કે તેણે સર્વાઇકલ કેન્સર વિશે જાગૃતિ ફેલાવવા માટે તેના મૃત્યુના ખોટા સમાચાર ફેલાવ્યા હતા.
હવે આ મામલે નવો વળાંક આવ્યો છે. રિયાલિટી શો ડેટિંગ બાઝી ફેમ ફૈઝાન અન્સારીએ કાનપુર પોલીસને પૂનમ પાંડે અને પતિ સેમ વિરુદ્ધ અરજી આપી છે. આ પત્રમાં માંગ કરવામાં આવી છે કે પૂનમની ધરપકડ કરવામાં આવે અને તેના વિરુદ્ધ ખોટા સમાચાર ફેલાવવા બદલ કેસ દાખલ કરવામાં આવે. પૂનમ પાંડેના આ પગલાને બોલિવૂડની ઘણી હસ્તીઓ અને સોશિયલ મીડિયા પ્રભાવકોએ ખોટું ગણાવ્યું છે.
ફૈઝાને કહ્યું કે તે પૂનમના આ ખોટા કૃત્યથી ખૂબ જ પરેશાન છે. પૂનમે આવું માત્ર પબ્લિસિટી મેળવવા માટે કર્યું છે. ફૈઝાને એમ પણ કહ્યું કે પૂનમે પસ્તાવો કરવો જોઈએ અને ચિલ્ડ્રન કેન્સર હોસ્પિટલને 2 કરોડ રૂપિયા દાન કરવા જોઈએ.. જોકે, હાલ આ સમગ્ર મામલે પૂનમ તરફથી કોઈ નિવેદન આવ્યું નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમહારાજા કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમાને શહેર ભાજપ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરાઈ
April 03, 2025 03:39 PMકુંભારવાડામાં લોખંડના ભંગારની દુકાનમાં ચોરી
April 03, 2025 03:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech