‘આજકાલ’ સો પારિવારિક નાતો ધરાવતા કેન્દ્રિય આરોગ્ય મંત્રી અને પોરબંદર બેઠકના લોકસભાના ઉમેદવાર મનસુખભાઇ માંડવિયાએ આજકાલની શુભેચ્છા મુલાકાત લીધી હતી અને એડિટર ઇન ચિફ ચંદ્રેશભાઇ જેઠાણી સો વાતચીત કરતા જણાવ્યું હતું કે, કોઇપણ વિસ્તારની સમૃધ્ધિ લાવવામાં ઔદ્યોગિક વિકાસ મહત્વનું યોગદાન ધરાવે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને આગામી દિવસોમાં પોરબંદર સંસદીય મત વિસ્તારનો ઔદ્યોગિક વિકાસ કરવામાં કોઇ કસર છોડવામાં નહીં આવે.
મનસુખભાઇ માંડવિયાએ વધુમાં જણાવ્યું હતું કે, પોરબંદર સંસદીય મતવિસ્તારમાં સમૃધ્ધ દરિયા કિનારો છે અને તેી કોસ્ટલ ડેવલોપમેન્ટ, ફિશરીઝને આગળ લાવવા સઘન પ્રયાસો કરાશે. આ માટે જર પડયે ફ્રી ઇકોનોમી ઝોન બનાવાશે. અત્યારે પોરબંદરી માછલીઓ પ્રોસેસ માટે મુંબઇ જાય છે પરંતુ ભવિષ્યમાં અહીં પ્રોસેસ અને એકસપોર્ટ સહિતની પુરે પુરી સુવિધા ડેવલોપ કરવામાં આવશે.
ધોરાજીના પ્લાસ્ટિક ઉદ્યોગ અને જેતપુરના સાડી ઉદ્યોગના વિકાસ માટે પોતાનું વિઝન વ્યકત કરતા મનસુખભાઇ માંડવિયાએ જણાવ્યું હતું કે, લીડર વિઝનવાળો હોવો જોઇએ. રિસોર્સ ડેવલપ કરવાની તેનામાં ક્ષમતા હોવી જોઇએ, માત્ર વાતો કરવાી વિકાસ ન ઇ શકે. ધોરાજી અને જેતપુરના પ્લાસ્ટિક અને સાડી ઉદ્યોગને બુસ્ટઅપ કરવાની જર છે અને તેની બ્લુ પ્રીન્ટ મારા મગજમાં છે. કેન્દ્રિય મંત્રી તરીકે આ માટે મારા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરના સબંધોનો પુરો ઉપયોગ પોરબંદર સંસદીય મતવિસ્તારની પ્રજાને મળશે.
પોરબંદર બેઠકના ભાજપના ઉમેદવાર તરીકે જાહેર યા પછી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના જન્મસ્ળી શ કરેલી યાત્રા ઘાટીલા, વિરપુર અને ખોડલધામ સહિતના સ્ળોએ પહોંચી હતી. હજારો કાર્યકર્તાઓ અને લોકોએ ઉમળકાભેર મનસુખભાઇ માંડવિયાનું સ્વાગત કર્યું હતું. લોકોનો ઉત્સાહ અને કાર્યકરોની મહેનત બાદ માંડવિયાએ જણાવ્યું હતું કે, ભાજપને રાષ્ટ્રીય સ્તરે ૩૭૦ અને એનડીએને ૪૦૦ી વધુ બેઠકો મળવાની છે તેમાં પોરબંદરી એક કમળ દિલ્હી જશે એટલું જ નહીં પાંચ લાખી વધુ મતની લીડી વિજેતા બનવાની શ્રધ્ધા છે. વિકસિત ભારત સંકલ્પ અને અમૃતકાળની આ પ્રમ ચૂંટણી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૧૦ વર્ષના પ્રજાલક્ષી શાસનના કાર્યકાળ અને આગામી ૨૫ વર્ષ પછીનું ભારત કેવું હશે તેના પ્લાનિંગનો પાયો આ ચૂંટણીમાં નખાવાનો છે. દેશનો માહોલ મોદી તરફી છે અને ચૂંટણીમાં તે સ્પષ્ટ જોવા મળી રહ્યું છે.
મનસુખભાઇ માંડવિયાની આજકાલની શુભેચ્છા મુલાકાત વખતે આજકાલના પોરબંદર એડિશનના નિવાસી તંત્રી ર્પાભાઇ જોષી, ભાજપના પ્રવકતા રાજુભાઇ ધ્રુવ, મનસુખભાઇના પર્સનલ સેક્રેટરી જયેન્દ્રભાઇ ગોસાઇ, અનિલભાઇ રાદડિયા સો રહ્યા હતાં.
પ્રજાના સર્મન મામલે લાલ બહાદુર શાી પછી મોદી બીજા વડાપ્રધાન
કેન્દ્રિય મંત્રી મનસુખભાઇ માંડવિયાએ જણાવ્યું હતું કે, મોદી જયારે વચન આપે છે ત્યારે પાળી બતાવે છે પરંતુ સામાન્ય બાબતમાં પણ જે કાંઇ બોલતા હોય છે તેને લોકો ગેરેંટી સમજતા હોય છે. અમેરિકાની દાદાગીરી સામે નહીં ઝુકવા પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાીએ દેશવાસીઓને એક દિવસનું ભોજન છોડવાની અપીલ કરતા લોકોએ તે મુજબ કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીમાં પણ આવું જ છે. તેમની એક અપીલને માન આપી બે કરોડ લોકોએ ગેસની સબસીડી છોડી દીધી છે. સમૃધ્ધ લોકોએ રેલવેમાં સિનિયર સિટીઝનને મળતી સબસીડી છોડી દીધી છે. સ્વચ્છતા માટેને એક હાકલ કરતા જ યુવાનો સહિતના સમગ્ર દેશવાસીઓ તેમાં જોડાયા છે. ૨૦૨૫માં આ દેશમાંી ટીબીને જાકારો આપવો છે તેવી વાત વડાપ્રધાને કરતાની સો જ સવા લાખ લોકોએ ૧૦ લાખ ટીબીના દર્દીઓને દત્તક લીધા છે.
કોરોના પર માંડવિયા પુસ્તક લખી રહ્યા છે
કોરોનાના કપરાં કાળમાં જયારે દરેક દેશ પોત પોતાના નાગરિકો માટે કામ કરતો હતો ત્યારે ભારતે અન્ય દેશની પણ ખેવના લીધી છે તે બાબતના પોતાના અનુભવનો નિચોડ અને સત્ય હકિકતો આધારિત એક પુસ્તક કેન્દ્રિય મંત્રી મનસુખભાઇ માંડવિયા લખી રહ્યા છે. આ અગાઉ તેમણે ફર્ટિલાઇઝર ફયુચર વિષય પર પુસ્તક લખ્યું છે. છ મહિના પહેલા જ આ પુસ્તક માર્કેટમાં આવ્યું છે અને ૨.૩૦ લાખ નકલ વેચાઇ ચુકી છે અને અત્યારે પણ બેસ્ટ સેલર પુસ્તકમાં તેનું નામ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅચાનક કેમ વધી ગરમી? ઠંડીની મૌસમમાં લોકો પાડી રહ્યા છે પરસેવો...જાણો કારણ
January 22, 2025 10:58 PMગુજરાતનો 'મણિયારો રાસ' રાષ્ટ્રીય સ્તરે ચમક્યો: ગણતંત્ર દિવસની ઉજવણીમાં ત્રીજો ક્રમ મેળવ્યો
January 22, 2025 10:54 PMઅમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: 3800થી વધુ પોલીસ, સુરક્ષાથી લઈને સ્વાસ્થ્ય સુધીની તમામ તૈયારીઓ પૂર્ણ
January 22, 2025 10:51 PMIND vs ENG 1st T20: કોલકાતામાં ભારતે ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું, અભિષેક શર્માની વિસ્ફોટક ઇનિંગ
January 22, 2025 10:46 PMવૃંદાવનના યોગેશ્વર આશ્રમના મહંત મોહનપુરી સ્વામીનો મહામંડલેશ્વર તરીકે પટ્ટાભિષેક
January 22, 2025 10:38 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech