પોરબંદર રેલ્વે સ્ટેશન માં પ્લેટફોર્મ ઉપર છેલ્લા દોઢ માસથી ઈન્ડીકેટર બંધ હોય તે બાબતે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ભાવનગર ડિવીઝનલ રેલ્વે મેનેજરને ફરિયાદ થઇ છે.
પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જિજ્ઞેશ કારીયાએ કરેલી રજૂઆતમાં જણાવ્યુ છે કે પોરબંદર રેલ્વે સ્ટેશનને કે મોડલ સ્ટેશન તરીકે જાહેર કરવામાં આવ્યું હોય ત્યારે હાલ આ પોરબંદર રેલ્વે સ્ટેશન ઉપર છેલ્લા દોઢ માસથી પ્લેટફોર્મ ઉપર ના ઈન્ડીકેટર ચાલતા ન હોય ત્યારે આ બાબતે પેસેન્જરો ને ખુબ જ મુશ્કેલી થતી હોય પોરબંદર સ્ટેશન ઉપર થી જે કોઇપણ ગાડી ઉપડતી ત્યારે આ ગાડી નાં કોચ નંબર કઈ જગ્યા એ કયું કોચ લાગે એ દર્શાવતું ઈન્ડીકેટર ની સુવિધા હોય છે.
ત્યારે પોરબંદર રેલ્વે સ્ટેશન ઉપર આ સુવિધા હોય પરંતુ છેલ્લા દોઢ માસથી આ કયો કોચ કઈ જગ્યા દર્શાવતું ઈન્ડીકેટર બંધ હોય ત્યારે પેસેન્જરોને ખુબ જ મુશ્કેલી હાલાકી ભોગવી પડતી હોય છે કારણ કે એ.સી. કોચ આગળ આવે કે પાછળ આવે એ કોઈને ખ્યાલ હોતો નથી જ્યારે મોટી ઉમરનાં લોકો હોય એ લેડીઝ પેસેન્જર હોય જે બાળકોને લઈને મુસાફરી કરતા હોય ત્યારે આ ઈન્ડીકેટર ન લાગવાથી ખુબ જ દુવિધા અનુભવતા હોય જ્યારે આ પેસેન્જર આગળ ઉભા રહે ત્યારે અમુક કોચ પાછળ લાગતા હોય છે અને પાછળ ઉભા રહે ત્યારે અમુક કોચ આગળ લાગતા હોય છે ત્યારે સામાન લઈ પેસેન્જરોને આગળ પાછળ ક્યા જવું તે મુશ્કેલી અનુભવતા હોય છે. ત્યારે ઉપરોક્ત બાબતની ફરિયાદ ને ધ્યાનમાં લઈ પોરબંદર રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મમાં રેલ્વેનો કોચ ક્યા નંબર નો ક્યા હોય તે દર્શાવતું ઈન્ડીકેટર તાત્કાલિક ચાલુ કરાવી આ દુવિધા દુર કરવી એવી અમારી માગણી અને લાગણી હોય જે તાત્કાલિક નિવારણ કરવા માંગ છે તેમ જિજ્ઞેશ કારીયાએ જણાવ્યુ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપ્રદૂષણના કારણે પ્રાથમિક શાળાના વર્ગો આગામી આદેશ સુધી ઓનલાઈન, દિલ્હી મેટ્રોએ પણ મહત્વની કરી જાહેરાત
November 14, 2024 11:04 PMAAPના મહેશ કુમાર ખીંચી નવા મેયર બન્યા, ભાજપને 130 મત; રવિન્દ્ર ભારદ્વાજ બન્યા ડેપ્યુટી મેયર
November 14, 2024 10:03 PMદુનિયાને આ જોખમોથી બચાવશે નાસા અને ઈસરો, વાંચો શું છે મિશન NISAR, ટૂંક સમયમાં લોન્ચ કરવાની તૈયારી
November 14, 2024 09:59 PMભાવનગરમાં ત્રાટક્યું આવકવેરા વિભાગ, શહેરમાં 3 સ્થળો પર ઇન્કમટેક્સ વિભાગના દરોડા
November 14, 2024 09:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech