ભારતના શેરબજાર પ્રથમ વખત હોંગકોંગને પાછળ છોડીને માર્કેટ કેપિટલાઈઝેશનમાં વિશ્વનું ચોથા ક્રમનું શેરબજાર બની ગયું છે. ભારતની વૃદ્ધિની સંભાવનાઓ અને નીતિ સુધારાઓએ તેને રોકાણકારો માટે પ્રિય ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટીનેશન બનાવ્યું છે. બ્લૂમબર્ગ દ્રારા સંકલિત ડેટા અનુસાર, ભારતીય એકસચેન્જો પર નોંધાયેલા શેરોનું સંયુકત મૂલ્ય સોમવારના બધં સુધીમાં ૪.૩૩ ટિ્રલિયન ડોલર સુધી પહોંચ્યું હતું, જે હોંગકોંગના ૪.૨૯ ટિ્રલિયન ડોલરને વળોટી ગયું હતું. તે ભારતને વૈશ્વિક સ્તરે ચોથું સૌથી મોટું ઇકિવટી માર્કેટ બનાવે છે. ભારતનું સ્ટોક માર્કેટ કેપિટલાઇઝેશન ૨૦૨૩ની ૫ ડિસેમ્બરે પ્રથમ વખત ૪ ટિ્રલિયન ડોલરને વટાવી ગયું હતું, જેમાંથી લગભગ અડધું છેલ્લાં ચાર વર્ષમાં આવ્યું હતું. ભારતમાં ઇકિવટીમાં તેજી આવી રહી છે, જે ઝડપથી વધી રહેલા રિટેલ રોકાણકારોના આધાર અને મજબૂત કોર્પેારેટ કમાણીને આભારી છે. વિશ્વના સૌથી વધુ વસ્તી ધરાવતા દેશે ચીનના વિકલ્પ તરીકે પોતાને સ્થાન આપ્યું છે, જે વૈશ્વિક રોકાણકારો અને કંપનીઓ પાસેથી એકધારી મૂડી આકર્ષિત કરે છે. ભારતના સ્થિર રાજકીય સેટઅપ અને વપરાશ આધારિત અર્થતંત્રને કારણે આશકય બન્યું છે અને તેને લીધે ભારત સૌથી ઝડપથી વિકસતા દેશોમાં સ્થાન પામ્યું છે. મુંબઈમાં એકિસસ મ્યુચ્યુઅલ ફંડના ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર આશિષ ગુાએ જણાવ્યું હતું કે, ભારત પાસે વૃદ્ધિની ગતિને આગળ વધારવા માટે તમામ યોગ્ય ઘટકો છે.
ભારતીય શેરોમાં અવિરત તેજી હોંગકોંગમાં ઐતિહાસિક મંદી સાથે જોડાયેલું છે, યાં ચીનની કેટલીક સૌથી પ્રભાવશાળી અને નવીન કંપનીઓ સૂચિબદ્ધ છે. બેઇજિંગના કડક કોવિડ–૧૯ વિરોધી નિયંત્રણો, કોર્પેારેશનો પરના નિયમનકારી ક્રેકડાઉન, મિલકત–ક્ષેત્રની કટોકટી અને પશ્ચિમ સાથેના ભૌગોલિક રાજનૈતિક તણાવ આ બધાએ વિશ્વના વિકાસના એન્જિન તરીકે ચીનની દોડને ધીમી પાડી છે.
૨૦૨૧માં તેમની ટોચે પહોંચ્યા બાદ ચાઇનીઝ અને હોંગકોંગના સ્ટોકનું કુલ બજાર મૂલ્ય ૬ ટિ્રલિયન ડોલરથી વધુ ઘટી ગયું છે. જો કે, કેટલાક વ્યૂહરચનાકારો બદલાવની અપેક્ષા રાખે છે. તેમણે લાગે છેકે ચીનના કેટલાયે શેરો ભારતના શેર કરતાં સારો દેખાવ કરી રહ્યા છે અને અગામી સમયમાં ચીન ફરીથી જોર લગાવે એવી સંભાવનાઓ વ્યકત કરી રહ્યા છે.
મોટા આર્થિક પ્રોત્સાહક પગલાંના અભાવ વચ્ચે નવા વર્ષમાં ચીન અને હોંગકોંગ પ્રત્યે નિરાશાવાદ વધુ ઐંડો બન્યો છે. હેંગસેંગ ચાઇના એન્ટરપ્રાઇઝ ઇન્ડેકસ, હોંગકોંગમાં સૂચિબદ્ધ ચાઇનીઝ શેર્સનું એક માપદંડ, ૨૦૨૩ માં ચાર વર્ષની વિક્રમી ખોટની સિલસિલાને સમા કર્યા પછી પહેલેથી જ લગભગ ૧૩ ટકા નીચે છે. ભારતના સ્ટોક બેન્ચમાર્ક રેકોર્ડ–ઉચ્ચ સ્તરની નજીક ટ્રેડ કરી રહ્યા છે.
વિદેશી રોકાણકારોઓ કે જેઓ હમણાં સુધી ચીનના દેખાવથી આકર્ષિત હતા તેઓ તેમના ભંડોળ ભારતને મોકલી રહ્યા છે. લંડન સ્થિત થિંક–ટેન્ક ઓફિશિયલ મોનેટરી એન્ડ ફાઇનાન્શિયલ ઇન્સ્િટટુશન્સ ફોરમના તાજેતરના અભ્યાસ મુજબ વૈશ્વિક પેન્શન અને સાર્વભૌમ સંપત્તિ સંચાલકો પણ ભારતની તરફેણ કરતા જોવા મળે છે.
વિદેશી ફંડોએ ૨૦૨૩માં ભારતીય શેરોમાં ૨૧ બિલિયન ડોલરથી વધુ ફડં ઠાલવ્યું હતું જેનાથી દેશના બેન્ચમાર્ક સેન્સેકસ ઇન્ડેકસને સતત આઠમા વર્ષે ફાયદો થયો હતો.ગોલ્ડમેન સેશ ગ્રુપ ઇન્ક.ના વ્યૂહરચનાકારો જેમાં ગિલાઉમ જેસન અને પીટર ઓપેનહેઇમરે પેઢીની ગ્લોબલ સ્ટ્રેટેજી કોન્ફરન્સના સર્વેના પરિણામો સાથે ૧૬ જાન્યુઆરીની નોંધમાં લખ્યું હતુ કે સ્પષ્ટ્ર સર્વસંમતિ છે કે ભારત લાંબા ગાળાની રોકાણની શ્રે તક છે.
ચીન ૮.૪૪ ટિ્રલિયન ડોલર સાથે બીજા ક્રમે અને જાપાન ત્રીજા સ્થાને
ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું મોટું અર્થતત્રં છે. હાલમાં, અમેરિકા વિશ્વનું સૌથી મોટું સ્ટોક માર્કેટ છે જેનું મૂલ્ય ૫૦.૮૬ ટિ્રલિયન ડોલર છે. ચીન ૮.૪૪ ટિ્રલિયન ડોલર સાથે બીજા ક્રમે અને જાપાન ૬.૩૬ ટિ્રલિયન ડોલર સાથે ત્રીજા સ્થાને છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડોનાલ્ડ ટ્રમ્પે ચીન પર ટેરિફ વધારીને કર્યો 125%, મોટાભાગના દેશો માટે 90 દિવસનો વિરામ કર્યો જાહેર
April 09, 2025 11:31 PMગોંડલ રાજવાડી હુમલો: 22 વર્ષ જૂના કેસમાં તમામ આરોપીઓ નિર્દોષ જાહેર
April 09, 2025 10:38 PMગુજરાતમાં કાળઝાળ ગરમી: 7 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, અનેક શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર
April 09, 2025 07:21 PMGujarat: વર્ષ 2025-26નું શાળાકીય કેલેન્ડર જાહેર: સપ્ટેમ્બરમાં પ્રથમ પરીક્ષા, 80 દિવસની રજા
April 09, 2025 07:17 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech