એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતીય ટીમનું શ્રેષ્ટ પ્રદર્શન, મલેશિયાને 8-01 થી હરાવી સતત ત્રીજી વખત નોધાવી જીત

  • September 11, 2024 04:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પેરિસ ઓલિમ્પિક 2024ની બ્રોન્ઝ મેડલ વિજેતા ભારતીય હોકી ટીમે એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2024માં શાનદાર પ્રદર્શન કરીને મલેશિયાને ખરાબ રીતે હરાવીને ટુર્નામેન્ટની સેમી ફાઇનલમાં જગ્યા બનાવી છે. ભારતીય ટીમે આ મેચ 8-1થી જીતી લીધી હતી. ભારતની આ ત્રીજી મેચ હતી, તેણે પોતાની ત્રણેય મેચ જીતી લીધી છે. આ રીતે તે પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે. આ મેચમાં ભારતના રાજકુમાર પાલે હેટ્રિક ફટકારી હતી.


ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતે આજે એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી હોકી ટૂર્નામેન્ટમાં મલેશિયાને 8-1થી હરાવીને સતત ત્રીજી જીત નોંધાવી અને સેમિફાઇનલ માટે પણ ક્વોલિફાય કર્યું. ભારત તરફથી પ્રથમ ગોલ રાજકુમાર પાલે કર્યો હતો. તેણે સર્કલના કિનારેથી બોલને ઝડપથી આગળ લીધો અને 5 મિનિટમાં જ ગોલ કરી દીધો.


રાજકુમારે 3જી, 25મી અને 33મી મિનિટમાં ત્રણ ગોલ કર્યા હતા. જ્યારે અરિજિત સિંહ હુંદલે છઠ્ઠી અને 39મી મિનિટમાં બે ગોલ કર્યા હતા. જુગરાજ સિંહે સાતમી મિનિટે હરમનપ્રીત સિંહે 22મી મિનિટે અને ઉત્તમ સિંહે 40મી મિનિટે એક-એક ગોલ કર્યો હતો. મલેશિયા માટે અકિમુલ્લાહ અનુવરે 34મી મિનિટે ગોલ કર્યો હતો.


ખાસ વાત એ હતી કે હાફ ટાઈમ સુધી ભારતીય ટીમ મેચમાં 5-0થી આગળ હતી. હરમનપ્રીતના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયાએ સમગ્ર મેચમાં મલેશિયા પર પ્રભુત્વ જમાવ્યું હતું.


છ ટીમોની આ ટુર્નામેન્ટ રાઉન્ડ રોબિન ફોર્મેટમાં રમાઈ રહી છે અને ટોચની ચાર ટીમો 16 સપ્ટેમ્બરે યોજાનારી સેમિફાઈનલમાં પ્રવેશ કરશે, જ્યારે ફાઈનલ 17 સપ્ટેમ્બરે રમાશે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application