ગઈકાલનો દિવસ ભારતીય ક્રિકેટ માટે ખૂબ જ ખરાબ દિવસ રહ્યો છે. ક્રિકેટ ચાહકોએ ઇતિહાસમાં આવો દિવસ ભાગ્યે જ જોયો હશે. આ એક દિવસમાં માત્ર ૬ કલાકની અંદર ભારતીય ટીમને ૩ મેચમાં હારનો સામનો કરવો પડો હતો.
આ સમયગાળા દરમિયાન એક મેચ એવી રહી છે, જેના કારણે ભારતીય ટીમ કોઈ મોટો ખિતાબ જીતવાથી ચૂકી ગઈ હતી. આ ૩ હારમાંથી ભારતીય સિનિયર ટેસ્ટ ટીમને દેશમાં જ ઓસ્ટ્રેલિયા સામે એક હારનો સામનો કરવો પડો છે.
ભારતીય મહિલા ટીમને વનડેમાં બીજી હારનો સામનો કરવો પડો છે. જેમાં ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમને ઘરઆંગણે હાર મળી છે. આ બધાની વચ્ચે અંડર–૧૯ મેન્સ એશિયા કપની ફાઇનલમાં ભારતીય ટીમને દિવસની ત્રીજી અને સૌથી મોટી હારનો સામનો કરવો પડો છે. જેમાં બાંગ્લાદેશ જેવી નબળી ટીમએ હરાવીને ટાઈટલ જીત્યું છે.
ગઈકાલે હારની શઆત રોહિત શર્માની કેપ્ટનશીપવાળી ભારતીય ટેસ્ટ ટીમથી થઈ હતી. એડિલેડમાં રમાયેલી પિંક બોલ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાની ટીમે શાનદાર પ્રદર્શન કયુ હતું. તેણે ભારતીય ટીમને અઢી દિવસમાં ૧૦ વિકેટથી હરાવ્યું. બોર્ડર–ગાવસ્કર ટ્રોફી હેઠળ ભારતીય ટીમ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ૫ મેચની ટેસ્ટ સિરીઝ રમાઈ રહી છે. બીજી ટેસ્ટ જીતીને ઓસ્ટ્રેલિયાની ટીમે સિરીઝ ૧–૧થી બરાબર કરી લીધી હતી. હવે બંને ટીમો વચ્ચે ત્રીજી મેચ ૧૪ ડિસેમ્બરથી બ્રિસ્બેનમાં રમાશે.
ભારતીય ચાહકો હજુ આ કારમી હારમાંથી બહાર આવ્યા નહોતા ત્યારે થોડા સમય પછી હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપ હેઠળની ભારતીય મહિલા ટીમને બ્રિસ્બેનમાં ઓસ્ટ્રેલિયા દ્રારા કારમી હારનો સામનો કરવો પડો હતો. સિરીઝની બીજી વન–ડેમાં ઓસ્ટ્રેલિયાએ ભારતીય મહિલા ટીમને બ્રિસબેન વન–ડેમાં ૧૨૨ રને હરાવ્યું હતું.
આ પહેલા ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતા ૮ વિકેટે ૩૭૧ રન બનાવ્યા હતા. આવી સ્થિતિમાં ૩૭૨ રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ ૪૪.૫ ઓવરમાં ૨૪૯ રન પર સમેટાઈ ગઈ હતી. ભારત સામે મહિલા ક્રિકેટમાં વન–ડેમાં કોઈપણ ટીમનો આ સૌથી મોટો સ્કોર પણ છે. આ હાર સાથે ભારતે ૩ મેચની વનડે સીરીઝ પણ ગુમાવી દીધી છે.
ગઈકાલે ભારતીય ચાહકોને અંડર–૧૯ ક્રિકેટમાં સૌથી મોટો આંચકો લાગ્યો છે. યુએઈમાં રમાયેલ અંડર–૧૯ એશિયા કપની ફાઈનલ ગઈકાલે રમાઈ હતી. જેમાં ભારતીય ટીમ અને બાંગ્લાદેશ વચ્ચે રોમાંચક મુકાબલો જોવા મળ્યો હતો. ૫૦–૫૦ ઓવરની આ મેચમાં બાંગ્લાદેશે ૧૯૯ રનનો ટાર્ગેટ આપ્યો હતો.
જવાબમાં ભારતીય ટીમ ૩૫.૨ ઓવરમાં માત્ર ૧૩૯ રન જ બનાવી શકી અને ૫૯ રનથી મેચ હારી ગઈ. બાંગ્લાદેશે સતત બીજી વખત આ ખિતાબ જીત્યો છે. બાંગ્લાદેશે ગત અંડર–૧૯ એશિયા કપની ફાઇનલમાં પણ ભારતને હરાવીને ટાઈટલ જીત્યું હતું. ભારતીય ટીમ આ પહેલા ૮ વખત અંડર–૧૯ એશિયા કપ ટાઈટલ જીતી ચુકી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો, વનડે રમવાનું ચાલુ રાખશે
May 07, 2025 07:48 PMદેશના 244 શહેરોમાં બ્લેકઆઉટ: દેશભરમાં રાત્રિ કવાયતથી આપત્તિ સામે તૈયારી
May 07, 2025 07:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech