માન્ચેસ્ટરની એક હોસ્પિટલના વોર્ડમાં 57 વર્ષની વયની હોસ્પિટલની નર્સ પર છરાથી હુમલો કરવામાં આવ્યો હતો, જેની ઓળખ ભારતીય મૂળની અચમ્મા ચેરિયન તરીકે થઈ હતી. તે બે બાળકોની માતા હોવાનું માનવામાં આવે છે.હુમલો કયર્િ બાદ આરોપી સામેથી પોલીસમાં હાજર થઈ ગયો હતો. આરોપી એ નર્સને બોલાવી હતી પરંતુ કોઈ કારણસર તેને આવતા વાર લાગી હતી અને આરોપી રોષે ભરાયો હતો.
માન્ચેસ્ટરની હોસ્પિટલના વોર્ડમાં ભારતીય મૂળની નર્સ પર છરીથી હુમલો કરવામાં આવ્યો હતો. ગ્રેટર માન્ચેસ્ટરની ઓલ્ડહામ રોયલ હોસ્પિટલના એક્યુટ મેડિકલ યુનિટમાં ફરજ પર હતા ત્યારે 57 વર્ષીય અચમ્મા ચેરિયન પર દર્દીએ હુમલો કર્યો હતો . બે બાળકોની માતા ચેરિયનની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. 37 વર્ષીય રોમન હક નામનાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
હોસ્પિટલની નર્સને ગંભીર ઇજા પહોંચાડ્યા બાદ આરોપી સામેથી માન્ચેસ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટમાં હાજર થતાં, તેના પર હત્યાના પ્રયાસ અને છરી વડે ઘા ઝીંકવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. કોર્ટમાં પોતાનું નામ જણાવવા માટે કહેવામાં આવ્યું ત્યારે, તેણે પોતાનું નામ મોહમ્મદ રોમન હક જણાવ્યું. એવું માનવામાં આવે છે કે તેણે ચેરિયન પર શારીરિક હુમલો કર્યો હતો કારણ કે તે નર્સની રાહ જોઈ રહ્યો હતો અને નર્સને આવતા વાર લાગી હતી, જેથી તે ગુસ્સે થઈ ગયો હતો અને છરી થી હુમલો કર્યો હતો. તેને આગામી 18 ફેબ્રુઆરીએ મિન્શુલ સ્ટ્રીટ ક્રાઉન કોર્ટમાં હાજર થવા આદેશ કરાયો છે. હાલ પૂરતું તેને કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે.હોસ્પિટલના એક કર્મચારીએ ઇજાઓનો ભોગ બનેલી 57 વર્ષીય મહિલાને અનુભવી નર્સ તરીકે વર્ણવી હતી. તેમના અહેવાલ મુજબ, અચમ્મા ચેરિયન એક સુંદર મહિલા છે જે લગભગ દસ વર્ષથી હોસ્પિટલમાં કાર્યરત છે. તેમણે તેણીને ઇન્ડિયન એસોસિએશન ઓલ્ડહામ ના સક્રિય અને લોકપ્રિય સભ્ય તરીકે પણ ગણાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅલીયાબાડા બી.એડ. કોલેજ ખાતે રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજાયો
January 15, 2025 07:47 PMઆર.ટી.ઓ.જામનગર દ્વારા કલ્યાણ પોલીટેકનીક કોલેજ ખાતે અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરાયું
January 15, 2025 07:40 PMજામનગર અને બેટ દ્વારકામાં મેગા ડીમોલીશન કામગીરી અંગે રેન્જ આઈ.જી. અશોક કુમાર યાદવની પ્રતિક્રીયા
January 15, 2025 07:36 PMજિલ્લા વિકાસ અધિકારી વિમલ ગઢવીની ગાંધીનગર મુકામે બદલી થઈ આવતા ભવ્ય વિદાય સમારંભ
January 15, 2025 07:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech