દ.આફ્રિકામાં છેતરપિંડી બદલ ભારતીય મૂળના મહિલા વકીલની ધરપકડ

  • January 10, 2025 11:50 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભારતીય મૂળની મહિલા વકીલ પ્રેલિન મોહનલાલની દક્ષિણ આફ્રિકામાં ૧૭ યુગલ સાથે છેતરપિંડી કરવાના આરોપસર ધરપકડ કરવામાં આવી છે. એક અહેવાલ મુજબ, ૫૩ વર્ષીય મહિલા વકીલ મોહનલાલે એક જ દિવસે એક જ જગ્યાએ લ માટે ૧૭ અપરિણીત યુગલ પાસેથી એડવાન્સ પેમેન્ટ લીધું હતું.બાદમાં પોતે હાજર રહી જ ન હતી. યારે દંપતી લ સ્થળે પહોંચ્યા ત્યારે ત્યાં કોઈ નહોતું.આથી આ યુગલોએ પોલીસનો આશરો લીધો હતો.
પ્રીલિન મોહનલાલે લ સ્થળ બુક કરાવવાના બહાને અનેક યુગલો પાસેથી પૈસા પડાવ્યા હતા, જો કે તેમનો લ સ્થળ સાથે કોઈ સંબધં નહોતો. યારે આ દંપતી તેમના લના દિવસે ત્યાં પહોંચ્યા ત્યારે આખી ઘટના સામે આવી. આ છેતરપિંડીનો ભોગ બનેલા એક દંપતીએ સુરક્ષા કંપની રિએકશન યુનિટ સાઉથ આફ્રિકાનો સંપર્ક કર્યેા, ત્યારબાદ કંપનીએ સોશિયલ મીડિયા દ્રારા અન્ય પીડિતોને શોધી કાઢા.
મોહનલાલના વકીલ ક્રિસ ગૌન્ડેને પીડિતોને પૈસા પરત કરવાની ઓફર કરી છે. રિપોર્ટ અનુસાર, જે યુગલો સાથે છેતરપિંડી થઈ છે તેમની પાસે ચુકવણીનો પુરાવો છે.
મોહનલાલ પર અગાઉ પણ છેતરપિંડીનો આરોપ લાગી ચૂકયો છે. ગૌટેંગ પ્રાંતમાં મોટી રકમની છેતરપિંડીના કેસમાં તેણી શંકાસ્પદ હોવાનું પણ જાણવા મળ્યું હતું. આરએસયુના વડા પ્રેમ બાલારામે જણાવ્યું હતું કે કલાયન્ટના ટ્રસ્ટ ફંડમાંથી પૈસા ચોરી કરવાના આરોપસર મહિલાનું કાયદાનું લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application