વલ્ર્ડ રેકોર્ડ તોડવાનો પ્રયાસ કરી રહેલા ભારતીયનું અમેરિકામાં મોત

  • February 14, 2025 11:28 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


દક્ષિણ અમેરિકાના ચિલીમાં વલ્ર્ડ રેકોર્ડ તોડવાનો પ્રયાસ કરી રહેલા એક ભારતીયનું માર્ગ અકસ્માતમાં ઘટનાસ્થળે જ મૃત્યુ થયું. અહીં સૌથી ઝડપી ૧૦,૦૦૦ કિમીની મુસાફરીનો વિશ્વ રેકોર્ડ તોડવાનો પ્રયાસ કરતી વખતે વાહનની ટક્કરથી ૩૬ વર્ષીય ભારતીય સાયકલ સવારનું મૃત્યુ થયું.
ત્યાંના સ્થાનિક રેડિયો નેટવર્ક રેડિયો પૌલિનાએ અધિકારીઓને ટાંકીને જણાવ્યું હતું કે ગઈકાલે સવારે લગભગ ૮.૩૦ વાગ્યે પોઝો અલ્મોન્ટે કોમ્યુનમાં ટ નંબર ૫ પર મોહિત કોહલીને એક મિનિબસે કચડી નાખ્યો હતો.
પોઝો અલ્મોન્ટે ફાયર ડિપાર્ટમેન્ટના સુપરિન્ટેન્ડેન્ટ એફ્રેન લિલોના જણાવ્યા અનુસાર કોહલીનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. પ્રા માહિતી અનુસાર, રાષ્ટ્ર્રીય કાયદા અમલીકરણ એજન્સીના કર્મચારીઓ પ્રાથમિક તપાસ કરવા અને અકસ્માતના કારણો સ્પષ્ટ્ર કરવા માટે ઘટનાસ્થળે પહોંચી ગયા છે.
ઇકિવક પોલીસના ટ્રાફિક અકસ્માત તપાસ વિભાગ () ના લેટનન્ટ એલેકિસસ ગુટીરેઝ કોર્બલને જણાવ્યું કે કોહલીનું ગંભીર ઇજાઓને કારણે મૃત્યુ થયું. કોહલી તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેની સફરની વિગતો શેર કરી રહ્યો હતો. જે મુજબ તેનો ઉદ્દેશ્ય કોલંબિયાના કાર્ટેજેનાથી આર્જેન્ટિનાના ઉશુઆયા સુધીનો સૌથી ઝડપી સાયકલિંગ રેકોર્ડ બનાવવાનો હતો.
માહિતી અનુસાર, સાયકલ સવારએ ૨૨ જાન્યુઆરીએ કાર્ટેજેનાથી પોતાની યાત્રા શ કરી હતી અને ૧૦,૦૦૦ કિલોમીટરની પોતાની યાત્રા દરમિયાન તે કોલંબિયા, પે, એકવાડોર અને ચિલીમાંથી પસાર થયો હતો.
ગિનિસ વલ્ર્ડ રેકોડર્સની સત્તાવાર વેબસાઇટ અનુસાર દક્ષિણ અમેરિકાની સૌથી ઝડપી મુસાફરીનો રેકોર્ડ આસ્ટિ્રયાના માઈકલ સ્ટ્રેસર દ્રારા બનાવવામાં આવ્યો હતો અને તેમણે ૨૦૧૮માં આ અંતર કાપવામાં ૪૧ દિવસ અને ૪૧ મિનિટનો સમય લીધો હતો.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application