કેનેડાને ભારતની જર હોવા છતાં તે પોતાની અમુક વિચિત્ર હરકતોથી વાજ આવતું નથી અને તેનો વધુ એક પુરાવો હાથ લાગ્યો છે. વિદેશ રાય મંત્રી કીર્તિ વર્ધન સિંહએ જણાવ્યું હતું કે કેનેડામાં ભારતીય રાદુતોનું ઓડિયો, વિડિયો મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે. કીર્તિ વર્ધન સિંહના આ નિવેદનના પગલે ખળભળાટ મચી ગયો છે. ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો સતત બગડી રહ્યા છે તેનો વધુ એક પુરાવો મળ્યો છે.
કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે વેનકુવરમાં ભારતીય વાણિય દૂતાવાસના અધિકારીઓને તાજેતરમાં કેનેડિયન અધિકારીઓ દ્રારા જાણ કરવામાં આવી હતી કે તેઓ આડિયો અને વિડિયો સર્વેલન્સને આધિન છે. વિદેશ રાય મંત્રી કીર્તિ વર્ધન સિંહે રાયસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં આ માહિતી આપી હતી. કીર્તિ વર્ધન સિંહે વધુમાં ઉમેયુ હતું કે ભારત સરકારે ૨ નવેમ્બર, ૨૦૨૪ ના રોજ નવી દિલ્હીમાં કેનેડિયન હાઈ કમિશન સમક્ષ આ મુદ્દા પર સખત વિરોધ નોંધાવ્યો હતો કારણ કે આ ક્રિયાઓ તમામ રાજદ્રારી જોગવાઈઓનું ઘોર ઉલ્લંઘન હતું.
વિદેશ મંત્રાલયના પ્રવકતાએ મીડિયાને તેમની સાાહિક બ્રીફિંગમાં પણ કહ્યું કે ટેકનિકલ પાસાઓને ટાંકીને, કેનેડા સરકાર એ હકીકતને ન્યાયી ઠેરવી શકે નહીં કે તે અમારા રાજદ્રારીઓ અને કોન્સ્યુલ્સને હેરાન કરી રહી છે અને ડરાવી રહી છે. ઉગ્રવાદ અને હિંસાનું વાતાવરણ કેનેડા સરકારની આ કાર્યવાહી પરિસ્થિતિને વધુ ખરાબ કરે છે અને તે સ્થાપિત રાજદ્રારી ધોરણો અને પ્રથાઓ સાથે અસંગત છે
સરકાર આ મુદ્દે કેનેડાના સંપર્કમાં
વિદેશ રાજ્ય મંત્રી કીર્તિ વર્ધન સિંહે કહ્યું કે કેનેડામાં ભારતીય રાજદ્વારીઓની સુરક્ષાના પ્રશ્ન પર કેનેડા સાથે સતત સંપર્કમાં છે જેથી કરીને અમારા રાજદ્વારી કર્મચારીઓ અને સંપત્તિઓને પણ દરેક સમયે પૂરતી સુરક્ષા પૂરી પાડવામાં આવે . અન્ય પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે કેનેડા સાથે ભારતના સંબંધો પડકારજનક રહ્યા છે અને હજુ પણ સ્થિતિ વધુ સારી નથી જ, કારણ કે ત્યાંની સરકાર ભારત વિરોધી એજન્ડાનું સમર્થન કરનારા ઉગ્રવાદી અને અલગતાવાદી તત્વોને રાજકીય આશ્રય આપે છે અને હિંસક પ્રવૃત્તિઓમાં સામેલ છે જે ભારતના સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાને જોખમમાં મૂકે છે તેઓ કેનેડાની સ્વતંત્રતાનો દુરુપયોગ કરી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMપૂર્વ CM વસુંધરા રાજેના કાફલાનો પાલીમાં અકસ્માત, પોલીસનું વાહન પલટતા પાંચ પોલીસકર્મી ઘાયલ
December 22, 2024 07:46 PMPM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન, 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર'થી સન્માનિત
December 22, 2024 07:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech