યુએસએ ભૂતપૂર્વ ભારતીય ગુપ્તચર અધિકારી પર ન્યૂયોર્ક સિટીમાં શીખ અલગતાવાદી અને ભારતીય વિવેચક ગુરપતવંત સિંહ પન્નુ પર હત્યાના પ્રયાસનું કાવતરું ઘડવાનો આરોપ મૂક્યો છે. અહેવાલ મુજબ, એફબીઆઈએ અમેરિકન નિવાસી વિરુદ્ધ પણ આ પ્રકારની જવાબી કાર્યવાહી સામે ચેતવણી આપી છે.
વિકાસ યાદવ નામના આ ભૂતપૂર્વ ઈન્ટેલીજન્સ અધિકારી વિરુદ્ધ ચાર્જશીટ મેનહટનની ફેડરલ કોર્ટમાં ખોલવામાં આવી હતી, જે ભારત સરકાર અને અમેરિકન ધરતી પર હત્યાની યોજના વચ્ચેની સીધી કડી તરફ ઈશારો કરે છે.
ન્યાય વિભાગે ગયા વર્ષે આ કેસમાં સૌપ્રથમ આરોપોની જાહેરાત કરી હતી, જેમાં ભારતીય નાગરિક અને કથિત ડ્રગ અને હથિયારોના દાણચોર નિખિલ ગુપ્તા પર આરોપ મૂકવામાં આવ્યો હતો. તે ચાર્જશીટમાં એક અનામી ભારત સરકારના અધિકારીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જેમને ફરિયાદીઓએ કહ્યું હતું કે તેણે સમગ્ર આયોજન કયુ હતું. ગુવારે નવા આરોપમાં અધિકારીની ઓળખ યાદવ તરીકે કરવામાં આવી છે અને તેમને કેસમાં કો–ડીફેન્ડન્ટ બનાવાયા છે. યાદવ અને ગુા બંને પર હત્યાના કાવતરા અને મની લોન્ડરિંગના ષડયંત્રનો આરોપ છે.
ગુાની ગયા વર્ષે ચેક રિપબ્લિકમાં ધરપકડ કરવામાં આવી હતી અને યુએસ પ્રત્યાર્પણ કરવામાં આવ્યું હતું. તેણે પોતાને નિર્દેાષ જાહેર કર્યા છે. ન્યાય વિભાગના જણાવ્યા અનુસાર યાદવ હજુ પણ ફરાર છે. એટર્ની જનરલ મેરિક બી. ગારલેન્ડે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, જસ્ટિસ ડિપાર્ટમેન્ટ કોઈને પણ જવાબદાર રાખવા માટે અથાક મહેનત કરશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech