ભારતીય કાર્ગેા જહાજ પાકિસ્તાની જળસીમામાં ડૂબી ગયું, ૧૨ ક્રૂનો બચાવ

  • December 05, 2024 11:26 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પાકિસ્તાને ભારતીય કાર્ગેા જહાજ એએલપીરાનીપીરના ૧૨ સભ્યોના ક્રૂને સફળતાપૂર્વક બચાવી લીધા હતા. પાકિસ્તાન મેરીટાઇમ સિકયોરિટી એજન્સીએ જણાવ્યું હતું કે મુંબઈ સ્થિત મેરીટાઇમ રેસ્કયુ કોઓર્ડિનેશન સેન્ટરની મદદની વિનંતી પર બચાવ અભિયાન શ કરવામાં આવ્યું હતું.
પાકિસ્તાન મેરીટાઇમ સેટી એજન્સીએ મેરીટાઇમ રેસ્કયુ ઓપરેશનનું સફળતાપૂર્વક સંકલન કયુ હતું. ભારતીય કાર્ગેા જહાજમાં કોઈ ખામી સર્જાતા પીરાનીપીર ડૂબી જવા પામ્યું હતું અને તેમાં ફસાયેલા ૧૨ લોકોને જીવિત બચાવી લેવાયા હતા. મરીન રેસ્કયુ કોઓર્ડિનેશન સેન્ટરને ભારતના મુંબઈ મેરીટાઇમ રેસ્કયુ કોઓર્ડિનેશન સેન્ટર તરફથી ઈમેલ મળ્યો હતો. તેણે ડૂબી ગયેલા જહાજમાંથી બચી ગયેલા લોકોને શોધવા અને બચાવવા માટે મદદની વિનંતી કરી જેના પગલે પાક નૌકાદળ સતર્ક બન્યું હતું અને મદદે દોડી ગયું હતું.
પાકિસ્તાનના એકસકલુઝિવ ઈકોનોમિક ઝોનમાં આ જહાજ ડૂબી ગયું અને તેના ૧૨ ક્રૂ મેમ્બર્સ તકલીફમાં ફસાઈ ગયા. તેના જવાબમાં પાકિસ્તાન મેરીટાઇમ એજન્સીએ અનેક એજન્સીઓ સાથે મળીને બચાવ કામગીરી હાથ ધરી હતી. પીએમએસએ જહાજને તરત જ બચી ગયેલા લોકોને શોધવાનું કામ સોંપવામાં આવ્યું હતું. યારે નજીકના વેપારી જહાજોને એલર્ટ કરવામાં આવ્યા હતા અને બચાવ કાર્યમાં મદદ કરવા વિનંતી કરી હતી.
જોઈન્ટ મેરીટાઇમ ઈન્ફોર્મેશન કોઓર્ડિનેશન સેન્ટરે નજીકના નૌકાદળના જહાજને તાત્કાલિક ઘટનાસ્થળે રવાના કરી દીધું હતું અને આ સિવાય બચી ગયેલા લોકોને પરત લાવવા માટે ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજને એકસકલુઝિવ ઈકોનોમિક ઝોનમાં પ્રવેશવા માટે જરી વ્યવસ્થા કરવામાં આવી હતી.

તમામ ૧૨ લોકો સુરક્ષિત

નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, ઘટનાની તત્કાલ જાણ થઈ જતા અસરકારક સંકલનના પરિણામે, ભારતીય કાર્ગેા જહાજ પર સવાર તમામ ૧૨ લોકોને સફળતાપૂર્વક બચાવી લેવામાં આવ્યા હતા અને તેમને મુંબઈ મોકલવા વ્યવસ્થા કરી આપવામાં આવી છે




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application