ભારતીય એરલાઈન્સે ૨૦૨૩–૨૪માં ૧૩૫૯ વિમાનના આપ્યા ઓર્ડર: ઉડ્ડયન મંત્રી મોહોલે

  • March 25, 2025 11:48 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજયસભાના સાંસદ પરિમલ નથવાણીએ પેસેન્જર એરલાઈન્સ સંબંધે રાયકક્ષાના નાગરિક ઉડ્ડયન મંત્રી મુરલીધર મોહેલેને કેટલાક પ્રશ્નો પૂછયા હતા. મોહેલેએ આ પ્રશ્નોના સંતોષકારક જવાબો સાથે તમામ માહિતી આપી હતી.
ભારતની વિવિધ એરલાઈન્સે અગાઉના બે વર્ષમાં ૧૩૫૯ નવા વિમાનના ઓર્ડર આપ્યા છે– જેમાંથી ૯૯૯ નવા વિમાનના ઓર્ડર ૨૦૨૩માં અને ૩૬૦ નવા ઓર્ડર ૨૦૨૪માં અપાયા હતા. હાલ, દેશમાં વિવિધ એરલાઈન્સના કુલ ૬૮૦ વિમાન ઉતાઓ માટે કાર્યરત છે યારે કુલ ૧૩૩ વિમાન ગ્રાઉન્ડેડ છે. અત્યારે દેશમાં ૧૦૫ વિમાનો એવા પણ છે કે જે ૧૫ વર્ષ કરતા પણ જૂના છે, અને આમાંના ૪૩ વિમાન એર ઈન્ડિયા લિ.ના તેમજ ૩૭ વિમાન એર ઈન્ડિયા એકસપ્રેસ લિ.ના છે. યારે કે હાલ સેવારત ૬૮૦ વિમાનમાંથી, ૩૧૯ વિમાન ઈન્ટરગ્લોબ એવિયેશન લિ.ના (ઈન્ડિગો), ૧૯૮ એર ઈન્ડિયા અને ૧૦૧ એર ઈન્ડિયા એકસપ્રેસના તેમજ બાકીના અન્ય એરલાઈન્સના વિમાન છે. રાયકક્ષાના નાગરિક ઉડ્ડયન મંત્રી મુરલીધર મોહોલે રાયસભાના સાંસદ પરિમલ નથવાણીએ ભારતમાં પેસેન્જર એરલાઈન્સ સંબંધે પૂછેલા એક પ્રશ્નના જવાબમાં આ તમામ માહિતી આપી હતી.
મંત્રીએ જણાવેલી વિગતો અનુસાર, ભારતમાંથી છેલ્લ ા બે વર્ષમાં સૌથી વધુ સંખ્યામાં વિમાનના ઓર્ડર ઈન્ડિગોએ આપ્યા છે, જેમાંથી ૨૦૨૩માં ૫૦૦ એ૩૨૦૮ નિઓ ફેમિલિ એરક્રાટના તેમજ ૨૦૨૪માં ૧૦ એ૩૨૦ નિઓ ફેમિલી એરક્રાટના ઉપરાંત એ૩૫૦ એરક્રાટના ૩૦ ફર્મ ઓર્ડર્સ તથા ૭૦ નગં એ૩૫૦ એરક્રાટના પર્ચેઝ રાઈટસનો સમાવેશ થાય છે. આ બે વર્ષમાં નવા એરક્રાટના ઓર્ડર આપવામાં બીજા સ્થાને એર ઈન્ડિયા રહેલી છે (જેની વિગતો નીચે કોષ્ટ્રકમાં અપાયેલી છે). તાજેતરમાં જ લોંચ કરાયેલી અકાસા એરે ૨૦૨૩માં ફકત ૪, પરંતુ ૨૦૨૪માં ૧૫૦ જેટલા નવા બોઈંગ બી૭૩૭–૮–૮૨૦૦ એરક્રાટનો મસમોટો ઓર્ડર આપ્યો છે.
ઉડ્ડયન મંત્રીના ઉત્તરમાં એ પણ ઉલ્લ ેખ કરાયો હતો કે, ભારતની વિવિધ એરલાઈન્સ પાસે હાલ કુલ ૮૧૩ વિમાનનો કાફલો છે, જેમાંથી ૧૩૩ને ગ્રાઉન્ડેડ કરાયેલા છે. યારે આમાંથી ૪૩૫ વિમાન ૫ વર્ષથી ઓછી વયના, ૧૮૫ વિમાન ૫–૧૦ વર્ષની વચ્ચેની વયના, ૮૮ વિમાન ૧૦–૧૫ વર્ષની વચ્ચેની વયના, યારે ૧૦૫ વિમાન ૧૫ વર્ષથી પણ જૂના છે. ઈન્ડિગોના કાફલામાં રહેલા કુલ ૩૧૯ કાર્યરત વિમાનમાંથી ૨૮૩ વિમાન એવા છે કે જે ૫ વર્ષ કરતા પણ ઓછી વયના છે.
વિમાનને વધુમાં વધુ કેટલા સમય સુધી ઉડ્ડયન માટે મંજૂરી આપી શકાય તેના નિયમન અંગે મંત્રીએ જવાબ આપ્યો હતો કે, ડાયરેકટોરેટ જનરલ ઓફ સિવિલ એવિયેશન (ડીજીસીએ) દ્રારા ભારતમાં કોઈ વિમાન માટે આવરદા નિર્ધારિત કરતી માર્ગદર્શિકા ઘડાઈ નથી. આમ છતાં ઉત્પાદકે નિર્ધારિત કરેલા અને મંજૂર કરાયેલા શિડુલ મુજબ મેન્ટેનન્સ કરાતું રહે તો વિમાનને ઉડ્ડયન લાયક ગણવામાં આવે છે. ભારતમાં રજિસ્ટર્ડ વિમાનનું ટાઈપ સર્ટિફિકેટ યાં સુધી ટાઈપ ઓફ એરક્રાટને માન્ય રહે અને વિમાનના સતત
ઉડ્ડયન માટે ઉત્પાદક તરફથી પૂરી પડાતી ઉત્પાદન મેન્ટેનન્સ સહાયતા હેઠળ વિમાનને એવરી લેવાય ત્યાં સુધી તે ઓપરેટ કરી શકે છે. કોઈ સંજોગોમાં વિમાનમાં આર્થિક રીતે પોષાય તેવી મરામત શકય જ ન હોય અથવા તો પાટર્સ ઉપલબ્ધ ન હોવા જેવા કારણોથી તેને કાયમી ધોરણે ઉપયોગમાંથી પાછું ખેંચી લેવાય તો જે–તે વિમાનને ઉડ્ડયન કામગીરીમાંથી પાછું ખેંચી લેવાય છે. આમ રાય કક્ષાના નાગરિક ઉડ્ડયન મંત્રી મુરલીધર મોહેલેએ સાંસદ પરિમલ નથવાણીને આ તમામ માહિતી આપી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application