ભારતે પાંચમી T20માં હારી ગયેલી મેચ જીતી, બોલરોએ ઓસ્ટ્રેલિયા પાસેથી જીત છીનવી

  • December 03, 2023 11:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી પાંચમી T20માં ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું. શ્વાસ અધ્ધર કરી દેતી આ મેચમાં ટીમ ઈન્ડિયાએ 6 રનથી જીત મેળવી હતી. ઉતાર-ચઢાવથી ભરેલી આ મેચમાં ઓસ્ટ્રેલિયાને જીતવા માટે છેલ્લી ઓવરમાં 10 રન બનાવવાના હતા. સમગ્ર શ્રેણીમાં અણનમ રહેનાર મેથ્યુ વેડ ક્રિઝ પર હતો, પરંતુ અર્શદીપ સિંહે શાનદાર બોલિંગ કરીને ભારતને જીત અપાવી હતી. આ સાથે ભારતે પાંચ મેચની શ્રેણી 4-1થી જીતી લીધી છે.


ટ્રેવિસે ઓસ્ટ્રેલિયાને વિસ્ફોટક શરૂઆત અપાવી હતી

ભારતીય ટીમે આપેલા 161 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમે શાનદાર શરૂઆત કરી હતી. ઓપનર બેટ્સમેન ટ્રેવિસ હેડે પ્રથમ ઓવરમાં જ પોતાનો રંગ બતાવવાનું શરૂ કર્યું અને એક પછી એક અનેક ચોગ્ગા ફટકાર્યા. હેડે ઓસ્ટ્રેલિયાને 5 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી વિસ્ફોટક શરૂઆત અપાવી હતી. જોકે બીજા છેડે બેટિંગ કરવા આવેલા જોશ ફિલિપને મુકેશ કુમાર માત્ર 4 રને બોલ્ડ કરીને પેવેલિયન મોકલી દીધો હતો. જે બાદ રવિ બિશ્નોઈ પણ ટ્રેવિસ હેડને 28 રન પર બોલ્ડ આઉટ કર્યો હતો. જોકે, બેન મેકડર્મોટે 36 બોલમાં 54 રનની ઇનિંગ રમી હતી.


તેમના સિવાય ટિમ ડેવિડ 17 રન બનાવીને અને મેથ્યુ શાર્ડ 16 રન બનાવીને આઉટ થયા હતા. આ બેટ્સમેનો પછી, અંતમાં મેથ્યુ વેડે આગેવાની લીધી અને થોડા સમય માટે એવું લાગી રહ્યું હતું કે તે ઓસ્ટ્રેલિયાને જીત અપાવશે, પરંતુ અર્શદીપ સિંહે તેને છેલ્લી ઓવરમાં લોંગ ઓન પર કેચ આઉટ કરાવ્યો અને મેચ ભારતની જોલીમાં નાખી દીધી. ઓસ્ટ્રેલિયાને છેલ્લી ઓવરમાં જીતવા માટે દસ રનની જરૂર હતી, પરંતુ અર્શદીપે માત્ર 4 રન જ આપ્યા હતા અને મેથ્યુ વેડની ખૂબ જ મહત્વપૂર્ણ વિકેટ પણ લીધી હતી.


મુકેશ કુમારે સતત બે બોલમાં બે વિકેટ લઈને મેચને પલટાવી નાખ્યો

બેન મેકડર્મોટની શાનદાર ઇનિંગે ઓસ્ટ્રેલિયા તરફી તો કરી જ દિધી હતી. પરંતુ તે પછી મુકેશ કુમારની ત્રીજી ઓવરે મેચને પલટાવી નાખ્યો હતો. તેમણે મેચની 17મી ઓવરના ત્રીજા અને ચોથા બોલ પર સતત બે વિકેટ લઈને મેચને ભારત તરફ વાળી લીધો હતો. તેણે 4 ઓવરમાં 32 રન આપીને સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી. તેમના સિવાય અર્શદીપ સિંહ અને રવિ બિશ્નોઈએ 2-2 અને અક્ષર પટેલે 1 વિકેટ લીધી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application