કેનેડાએ ભારત પર નવેસરથી આક્ષેપોની ઝાડી વરસાવ્યા પછી બંને દેશો વચ્ચેનો વિવાદ ફરીથી અત્યંત વકરી ગયો છે. ભારેતે કેનેડામાંથી પોતાના રાજદ્વારીઓને પરત બોલાવી લીધા છે અને કેનેડાના છ રાજદ્વારીઓને હાંકી કાઢ્યા છે. કેનેડામાં ચૂંટણી આવી રહી છે અને તેમાં ખાલીસ્તાનીઓનો ટેકો મેળવવા માટે જસ્ટિન ટ્રુડો ભારત વિરોધી બયાનો આપી રહ્યા છે. કેનેડામાં રહેતા હિંદુઓ હિંસાનો ભોગ બનવાની દહેશત પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. દરમિયાન કેનેડાની પોલીસે વધુ એક ગંભીર આરોપ લગાવતા કહ્યું છે કે ભારત લોરેન્સ બિશ્નોઈ સાથે મળીને કેનેડામાં આતંક ફેલાવી રહ્યું છે અને હત્યાઓ કરાવી રહ્યું છે.
ભારત સાથી શીંગડા ભરાવ્યા બાદ જસ્ટિન ટ્રુડો હવે અન્ય દેશો પાસે જઈને રોદણા રડી રહ્યા છે. ટ્રુડોનું એક્સ એકાઉન્ટ જણાવે છે કે તેમણે બ્રિટનના વડાપ્રધાનને ભારતની રાવ કરી છે અને બંને નેતાઓએ તેમના નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરવાની જરૂરિયાત અને કાયદાના શાસનને જાળવવા અને તેનું સન્માન કરવાના મહત્વ અંગે ચચર્િ કરી હતી. તેમણે લખ્યું,કે વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ યુનાઇટેડ કિંગડમના વડા પ્રધાન કીર સ્ટારર સાથે ભારત સરકાર સાથે સંકળાયેલા એજન્ટો દ્વારા કેનેડિયન નાગરિકો વિરુદ્ધ લક્ષિત અભિયાન વિશે વાત કરી.
ભારત સરકારે કેનેડામાંથી તેના રાજદ્વારીઓને પાછા બોલાવ્યાના કલાકો પછી, રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસએ આરોપ લગાવ્યો કે કેનેડાની ધરતી પર આતંક ફેલાવવા માટે ભારત સરકારના એજન્ટો લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે કામ કરી રહ્યા છે.31 વર્ષીય બિશ્નોઈ પંજાબનો ગેંગસ્ટર છે અને હાલમાં તે અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં બંધ છે. મુંબઈ પોલીસને શંકા છે કે શનિવારે રાત્રે મહારાષ્ટ્રના ત્રણ વખતના ધારાસભ્ય બાબા સિદ્દીકીની હત્યા પાછળ તેનો હાથ છે. ઓટાવામાં થેંક્સગિવીંગ ડે પર એક પ્રેસ કોન્ફરન્સમાં રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસે આરોપ મુક્યો કે ભારત દ્વારા સંગઠિત અપરાધ તત્વોનો ઉપયોગ થઇ છે. લોરેન્સ બિશ્નોઈની ગેંગ ભારતીય એજન્ટો સાથે જોડાયેલી છે અને ભારતના ઈશારે કેનેડામાં હત્યાઓ કરાવે છે. જ્યારે પૂછવામાં આવ્યું કે શું પોલીસ ભારત સરકારના એજન્ટો પર હત્યા, ખંડણી, ધમકીઓ અને બળજબરીનો આરોપ લગાવી રહી છે, તો કમિશનર માઇક ડુહેમે હકારાત્મક જવાબ આપ્યો હતો.
માઇકે વધુમાં જણાવ્યું હતું કે કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો કેનેડામાં હિંસક ગુનાહિત પ્રવૃતિઓમાં ભારતના હાથ અંગે પ્રેસ કોન્ફરન્સ પણ યોજવાના છે. જો કે આ પીસીને લઈને કોઈ નિશ્ચિત સમયની માહિતી આપવામાં આવી નથી, પરંતુ તેમણે કહ્યું કે આ પીસીમાં પીએમની સાથે વિદેશ મંત્રી મેલાની જોલી અને જાહેર સુરક્ષા, લોકશાહી સંસ્થાઓ અને આંતરસરકારી બાબતોના મંત્રી ડોમિનિક લેબ્લેંક પણ જોડાશે.
પ્રેસ કોન્ફરન્સની થોડી મિનિટો પહેલાં, ધ વોશિંગ્ટન પોસ્ટે, કેનેડાના અધિકારીઓને ટાંકીને અહેવાલ આપ્યો હતો કે ગયા વર્ષે કેનેડામાં એક શીખ અલગતાવાદીની હત્યા એક ખાસ સમુદાયને લક્ષ્ય બનાવતા વ્યાપક હિંસક અભિયાનનો એક ભાગ હતો, જે એક વરિષ્ઠ ભારતીય અધિકારી દ્વારા હાથ ધરવામાં આવ્યો હતો. ઘટના ભારતની ગુપ્તચર એજન્સીના એક ઓપરેટિવ દ્વારા નિર્દેશિત કરવામાં આવી હતી. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે કેનેડિયન અધિકારીઓએ આ દાવાઓ ભારત તરફથી ઇન્ટરસેપ્ટેડ કોમ્યુનિકેશન્સ અને અન્ય નવી માહિતીના આધારે કયર્િ છે.
ભારત-કેનેડા વિવાદ પર ભૂતપૂર્વ રાજદ્વારી કેપી ફેબિયનએ કહ્યું, કેનેડા ભારતીય હાઈ કમિશનર અને અન્ય અધિકારીઓની પૂછપરછ કરવા માંગે છે. આ ખોટું છે. તેથી જ ભારત સરકારે આ પગલું ભર્યું છે. ભારતે આ યોગ્ય પગલું ભર્યું છે. તેમણે કહ્યું, ભારત સાથેના ખરાબ સંબંધો વચ્ચે ખાલિસ્તાની લોકો હિંસા કરી શકે છે. તેઓ લોકોને નિશાન બનાવી શકે છે. જ્યાં સુધી જસ્ટિન ટ્રુડોની સરકાર છે ત્યાં સુધી મને તે મુશ્કેલ લાગી રહ્યું છે. ત્યાં ચૂંટણી થાય અને નવી સરકાર રચાય પછી સંબંધો સુધરશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજૂનાગઢ: બી ડિવિઝન પીએસઆઇ પરમારનું તબિયત લથડવાથી મૃત્યુ
December 23, 2024 10:51 AMજૂનાગઢ: ઉબેણ નદીમાં દૂષિત પાણી નહીં અટકે તો ધારાસભ્યની આંદોલનની ચીમકી
December 23, 2024 10:48 AMસૌરાષ્ટ્ર્રમાં ઠંડી વધી પણ કાલથી તાપમાન વધશે
December 23, 2024 10:45 AMરણુજા નજીક પગપાળા જઈ રહેલા દસ વર્ષના બાળકને કારચાલકે કચડી નાખતાં કરુણ મૃત્યુ
December 23, 2024 10:44 AMગુજરાત સહિત દેશના મોટાભાગના રાજયોમાં માવઠાની આગાહી
December 23, 2024 10:44 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech