ભારતે ચેમ્પિયન્સ ટ્રોફીની શરૂઆત વિજય સાથે કરી છે. ગુરુવારે દુબઈમાં ટીમે બાંગ્લાદેશને 6 વિકેટથી હરાવ્યું. બાંગ્લાદેશે પ્રથમ બેટિંગ કરતા 228 રન બનાવ્યા. ભારતે 46.3 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું.
ભારત તરફથી શુભમન ગિલે સદી ફટકારી. આ તેની ICC ટુર્નામેન્ટમાં પહેલી સદી છે. રોહિત શર્માએ 41, કેએલ રાહુલે 38 અને વિરાટ કોહલીએ 22 રન બનાવ્યા હતા. મોહમ્મદ શમીએ 5 વિકેટ, હર્ષિત રાણાએ 3 વિકેટ અને અક્ષર પટેલે 2 વિકેટ લીધી. બાંગ્લાદેશ તરફથી તૌહીદ હૃદયોએ સદી ફટકારી.
રાહુલે સિક્સર ફટકારીને ભારતને જીત અપાવી
47મી ઓવરના ત્રીજા બોલ પર કેએલ રાહુલે તંજિમ હસન સાકિબ સામે સિક્સર ફટકારી. આ સાથે તેણે ટીમને જીત અપાવી. રાહુલે 47 બોલમાં 41 રન બનાવ્યા. તેની સામે શુભમન ગિલ 101 રન બનાવીને નોટઆઉટ રહ્યો.
શુભમન ગીલની સદી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકાલાવડ તાલુકાના આણંદપર ગામ પાસે સાઈડમાં પાર્ક કરેલ ટ્રક સાથે બાઈક અથડાતા સર્જાયો અકસ્માત
February 21, 2025 07:07 PMરાજકોટ પાયલ હોસ્પિટલ CCTV કાંડ: આરોપીઓના 7 દિવસના રિમાન્ડ મંજૂર
February 21, 2025 06:41 PMમહારાષ્ટ્રમાં ધોરણ 10નું મરાઠી પેપર લીક: શિક્ષણ પ્રણાલી પર સવાલ
February 21, 2025 06:39 PMટ્રમ્પના 30 દિવસ: વિશ્વભરમાં ખળભળાટ, ભારતીયો પર પણ અસર, 16 નિર્ણયોથી વિશ્વભરમાં ચિંતા
February 21, 2025 06:38 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech