કેન્દ્ર સરકારના વોકલ ફોર લોકલ અભિયાનથી ભારતીય રમકડા બજારને જબરદસ્ત પ્રોત્સાહન મળ્યું છે. રમકડાં માટે ચીન પર ભારતની નિર્ભરતા પણ નોંધપાત્ર રીતે ઘટી છે. માત્ર ચાર વર્ષમાં ભારતે ચીનમાંથી રમકડાંની આયાતમાં ૮૦ ટકા ઘટાડો કર્યેા છે.
નાણાકીય વર્ષ ૨૦૨૦માં, ભારતે ૨૩૫ મિલિયન ડોલરના ચીની રમકડાંની આયાત કરી હતી, જે નાણાકીય વર્ષ ૨૦૨૪ સુધીમાં ઘટીને માત્ર ૪૧ મિલિયન ડોલર થઈ ગઈ હતી. ભારત હવે રમકડાંનો નિકાસ કરનાર દેશ બની ગયો છે. કેન્દ્ર સરકાર દ્રારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, વર્ષ ૨૦૧૪–૧૫ની સરખામણીએ ૨૦૨૩–૨૪માં રમકડાંની આયાતમાં ૫૨ ટકાનો ઘટાડો થયો છે, યારે દેશમાંથી તેની નિકાસમાં ૨૩૯ ટકાનો વધારો થયો છે. ૨૫ સપ્ટેમ્બર ૨૦૨૪ સુધીમાં ભારતમાં ૯.૬૬ કરોડ ડોલરના રમકડાની નિકાસ કરવામાં આવી હતી, યારે આયાત માત્ર ૩૭.૩ મિલિયન ડોલર કરી હતી.
વિશ્વભરની કંપનીઓની ચીન–પ્લસ–વન નીતિએ પણ ભારતીય રમકડા ઉધોગને મદદ કરી. હૈસ્બ્રો, મેટલ, સ્પિન માસ્ટર અને અર્લી લનિગ સેન્ટર જેવી વૈશ્વિક બ્રાન્ડ ભારતમાંથી રમકડાંની ખરીદી કરી રહી છે. એ જ રીતે ડ્રીમ પ્લાસ્ટ, માઈક્રોપ્લાસ્ટ અને ઈન્કાસ પણ તેમનું ધ્યાન ચીનથી ભારત તરફ ખસેડી રહી છે. ભારતમાં રમકડા બનાવવા માટેના કાચા માલની આયાત પણ ૩૩ ટકાથી ઘટીને ૧૨ ટકા થઈ ગઈ છે. છેલ્લા ૫–૭ વર્ષથી ભારત ચીન કરતાં વધુ ઝડપી દરે રમકડાંની નિકાસ કરી રહ્યું છે. ચાઈનીઝ રમકડાં પર ભારત દ્રારા લાદવામાં આવેલા ઐંચા ટેરિફ અને ગુણવત્તાની કડક તપાસના સંયોજનથી મદદ મળી છે. નાણાકીય વર્ષ ૨૦૨૦ અને નાણાકીય વર્ષ ૨૦૨૪ની વચ્ચે, ભારતે કસ્ટમ ડુટી ૨૦ ટકાથી વધારીને ૭૦ ટકા કરી, જેણે સ્થાનિક ઉધોગને પ્રોત્સાહન આપ્યું. બીઆઈએસની મંજૂરી ફરજિયાત બનાવવાની સાથે, ભારત સરકારે ગુણવત્તા નિયંત્રણ ઓર્ડર (કયુસીઓ) પણ અમલમાં મૂકયો, જેણે નિકાસ વધારવામાં મદદ કરી. કયુસીઓ રમકડાં માટે કડક સલામતી ધોરણો ફરજિયાત કરે છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆરોગ્ય–જીવન વીમા પરનો GST ઘટાડવાનો નિર્ણય મોકૂફ
December 21, 2024 03:33 PMરૈયા રે.સ.નં ૨૫૦ની અબજોની જમીનના સિવિલ કોર્ટના હુકમનામા સામે એપેલન્ટ અદાલતનો સ્ટે
December 21, 2024 03:15 PMથર્ટી ફસ્ર્ટ પૂર્વે રાજકોટની ભાગોળે ૧૨.૪૭ લાખનો દારૂ ઝડપાયો
December 21, 2024 03:14 PMગુનેગારો પર સતત વોચ, તેમને મુખ્ય પ્રવાહમાં જોડવા પ્રયાસ: ડીજીપી
December 21, 2024 03:07 PMરાજકોટ સહિત રાજયના નસિગ ઇન્સ્ટિટ્યૂટમાં પોલંપોલ
December 21, 2024 02:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech