ફોર્બ્સે 2025ના સૌથી શક્તિશાળી દેશોની યાદી જાહેર કરી છે. જો કે, આ વખતે ભારતને યાદીમાં ટોચના 10માં સામેલ કરવામાં આવ્યું નથી.બીજી તરફ ચોકાવનારી બાબત એ છે કે આ યાદીમાં સાઉદી અરેબિયાનો 9માં ક્રમે સમાવેશ કરવામાં આવ્યો છે.
આ યાદી ઘણા મહત્વપૂર્ણ પરિમાણો પર આધારિત છે પરંતુ ભારત જેવા દેશને બાકાત રાખવાથી અનેક સવાલો ઉભા થાય તે સ્વબવિક છે કેમકે ભારતની વસ્તી વિશાળ છે, સેના ચોથી સૌથી મોટી છે અને અર્થતંત્ર પાંચમું સૌથી મોટું છે ત્યારે એ જ દેશની બાદબાકીથી અનેક દ્વિધા ઉભી થઈ રહી છે. ફોર્બ્સે અહેવાલ આપ્યો છે કે આ યાદી યુએસ ન્યૂઝ દ્વારા તૈયાર કરવામાં આવી છે અને રેન્કિંગ માટે પાંચ મુખ્ય પરિમાણોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ યાદી કોઈપણ દેશના નેતા, આર્થિક પ્રભાવ, રાજકીય પ્રભાવ, મજબૂત આંતરરાષ્ટ્રીય જોડાણો અને મજબૂત સૈન્યના આધારે તૈયાર કરવામાં આવે છે.
રેન્કિંગ મોડેલ અને સંશોધન ટીમ
આ રેન્કિંગ મોડેલ બીએવી ગ્રુપ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે, જે ડબ્લ્યુપીપીનું એકમ છે. આ સંશોધન ટીમનું નેતૃત્વ પેન્સિલવેનિયા યુનિવર્સિટીના વ્હાર્ટન સ્કૂલના પ્રોફેસર ડેવિડ રીબસ્ટીન દ્વારા કરવામાં આવ્યું હતું.અમેરિકા, ચીન અને રશિયા જેવા દેશોએ પોતાની મજબૂત સ્થિતિ જાળવી રાખી છે, જ્યારે ફોર્બ્સ ભારત જેવી ઉભરતી શક્તિઓને બાકાત રાખવા બદલ ટીકાનો સામનો કરી રહ્યું છે.
ભારતને બહાર કેમ રખાયું
ભારતની વિશાળ વસ્તી, લશ્કરી તાકાત અને આર્થિક પ્રગતિને ધ્યાનમાં રાખીને, તેને આ યાદીમાંથી બહાર રાખવું આશ્ચર્યજનક છે. ચોથી સૌથી મોટી સેના અને પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા હોવા છતાં, ભારતને આ રેન્કિંગમાં સ્થાન આપવામાં આવ્યું ન હતું. આનાથી ઘણા નિષ્ણાતો અને જનતામાં પ્રશ્નો ઉભા થયા છે કે ફોર્બ્સની રેન્કિંગ પદ્ધતિ ભારતના પ્રભાવનું ચોક્કસ મૂલ્યાંકન કરવામાં નિષ્ફળ ગઈ છે.
2025માં વિશ્ર્વના ટોચના 10 શક્તિશાળી દેશો
ક્રમ દેશ જીડીપી વસ્તી ક્ષેત્ર
1 અમેરિકા 30.34 ટ્રિલિયન 345 મિલિયન ઉ.અમેરિકા
2 ચીન 19.53 ટ્રિલિયન 141.9 કરોડ એશિયા
3 રશિયા 2.2 ટ્રિલિયન 144 મિલિયન યુરોપ
4 યુકે 3.73 ટ્રિલિયન 69.1 મિલિયન યુરોપ
5 જર્મની 4.92 ટ્રિલિયન 84.5 મિલિયન યુરોપ
6 દક્ષિણ કોરિયા 1.95 ટ્રિલિયન 51.7 મિલિયન એશિયા
7 ફ્રાન્સ 3.28 ટ્રિલિયન 66.5 મિલિયન યુરોપ
8 જાપાન 4.39 ટ્રિલિયન 123.7 મિલિયન એશિયા
9 સાઉદી અરેબિયા 1.14 ટ્રિલિયન 33.9 મિલિયન એશિયા
10 ઇઝરાયલ 550.91 બિલિયન 93.8 મિલિયન એશિયા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતના સુદર્શને પાકિસ્તાની મિસાઈલને ધૂળ ચટાડી
May 08, 2025 04:15 PMભારતીય સેનાએ કરેલી એરસ્ટ્રાઇકના પગલે જિલ્લા પોલીસ સર્તક
May 08, 2025 04:10 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech