Paris Paralympics 2024 Day 4: ભારતને છઠ્ઠા મેડલની આશા, રાકેશ કુમાર તીરંદાજી મેન્સ કમ્પાઉન્ડમાં ક્વાર્ટર ફાઇનલમાં

  • September 01, 2024 08:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ટોકિયો પેરાલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનારી અવની લેખરાએ પેરિસ પેરાલિમ્પિકમાં પણ પોતાનો દબદબો જારી રાખ્યો હતો. અવનીએ પેરિસ પેરાલિમ્પિકમાં પણ ગોલ્ડ મેડલ જીતીને ભારતનું ખાતું ખોલાવ્યું હતું. ભારતે અત્યાર સુધીમાં ચાર મેડલ જીત્યા છે.


પેરિસ પેરાલિમ્પિક્સ-2024નો આજે ચોથો દિવસ છે. આ ગેમ્સમાં ભારતનું ગોલ્ડ મેડલ ખાતું ખોલાવનારી અવની લેખરા ફરી એકવાર પોતાનું નસીબ અજમાવશે. તે આજે સિદ્ધાર્થ બાબુ સાથે મિશ્ર 10 મીટર એર રાઈફલ પ્રોન SH1 ક્વોલિફિકેશનમાં સ્પર્ધા કરશે. અવની પાસેથી વધુ એક મેડલની અપેક્ષા રાખવામાં આવશે.


અવની લેખારાએ મહિલાઓની 10 મીટર એર રાઈફલ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ ઈવેન્ટમાં મોના અગ્રવાલે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.


પ્રીતિએ ભારતને ત્રીજો મેડલ અપાવ્યો છે. પ્રીતિ પાલે તેનો પહેલો પેરાલિમ્પિક મેડલ 100 મીટર ટ્રેક એન્ડ ફિલ્ડમાં જીત્યો હતો. આ સાથે જ મનીષ નરવાલે ભારતને ચોથો મેડલ અપાવ્યો હતો. મનીષે પુરુષોની 10 મીટર એર પિસ્તોલ શૂટિંગમાં બીજું સ્થાન મેળવીને સિલ્વર મેડલ જીત્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application