ભારતની ગીગ ઈકોનોમી આવનારા સમયમાં ૯ કરોડથી વધુ રોજગારીની તકો ઊભી કરી શકે છે. જાહેર કરાયેલા એક અહેવાલમાં આ માહિતી આપવામાં આવી છે. રિપોર્ટમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે આનાથી ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડકટ (જીડીપી)માં ૧.૨૫ ટકાનો વધારો થઈ શકે છે. ફોરમ ફોર પ્રોગ્રેસિવ ગીગ વર્કર્સના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ઈ–કોમર્સ, ટ્રાન્સપોર્ટેશન, ડિલિવરી સેવાઓ અને અન્યને ટેકો આપતી ગિગ ઈકોનોમી આગામી વર્ષેામાં ૧૭ ટકાના ચક્રવૃદ્ધિ વાર્ષિક વૃદ્ધિ દરથી વધીને ૪૫૫ બિલિયન ડોલર સુધી પહોંચવાની આશા છે. ગિગ અર્થતંત્રે લાખો બિન–કૃષિ નોકરીઓનું સર્જન કયુ છે, એકલા ઈ–કોમર્સથી ૧.૬ કરોડથી વધુ નોકરીઓ ઊભી થઈ છે.
ફોરમ ફોર પ્રોગ્રેસિવ ગીગ વર્કર્સના કન્વીનર કે નરસિમ્હન કહે છે કે રિપોર્ટ મોટી કંપનીઓ અને ગીગ વર્કર્સ વચ્ચે વિકસતી ગતિશીલતાનું વિશ્લેષણ કરવાનો પ્રારંભિક પ્રયાસ રજૂ કરે છે. ગીગ અર્થતત્રં ભારતના આર્થિક વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવશે અને રોજગારીનું સર્જન કરવામાં, આવકની અસમાનતા ઘટાડવા અને વિવિધ ક્ષેત્રોમાં નવીનતાને પ્રોત્સાહન આપવામાં મદદપ થશે.
કેન્દ્ર સરકારે ગીગ અને પ્લેટફોર્મ કામદારોને સામાજિક સુરક્ષા અને કલ્યાણ લાભો આપવાના હેતુ માટે એક માળખું બનાવવા માટે એક સમિતિની પણ રચના કરી છે. થોડા દિવસો પહેલા, શ્રમ અને રોજગાર રાય મંત્રી, શોભા કરંદલાજેએ લોકસભામાં એક લેખિત જવાબમાં જણાવ્યું હતું કે સામાજિક સુરક્ષા કોડમાં સામાજિક સુરક્ષા અને ગીગ અને પ્લેટફોર્મ કામદારો માટે કલ્યાણ લાભો સંબંધિત જોગવાઈઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
તેમણે કહ્યું કે કોડમાં જીવન અને વિકલાંગતા કવર, અકસ્માત વીમો, આરોગ્ય અને માતૃત્વ લાભો, વૃદ્ધાવસ્થાની સુરક્ષા વગેરેને લગતી બાબતો પર જીગ અને પ્લેટફોર્મ કામદારો માટે યોગ્ય સામાજિક સુરક્ષા પગલાં ઘડવાની જોગવાઈઓ છે. આ સંહિતા કલ્યાણ યોજનાને નાણા આપવા માટે સામાજિક સુરક્ષા ભંડોળની સ્થાપના માટે પણ જોગવાઈ કરે છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર જીલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ
May 17, 2025 05:38 PMસરકાર દ્વારા ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે
May 17, 2025 05:17 PMમોટી રાજસ્થળી ગામે સુજલામ સુફલામ જળ અભિયાનની કામગીરીનો પ્રારંભ
May 17, 2025 05:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech