ભારતે સીરિયામાંથી બળવાખોર દળોએ બશર અલ–અસદની સરકારને હટાવવાના બે દિવસ બાદ ૭૫ ભારતીય નાગરિકોને બહાર કાઢા છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે સુરક્ષા સ્થિતિનું મૂલ્યાંકન કર્યા પછી, દમાસ્કસ અને બેતમાં ભારતીય દૂતાવાસોએ નાગરિકોને સ્થળાંતર કર્યા હતા.
મોડી રાત્રે જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ભારત સરકારે તાજેતરની ઘટનાઓને પગલે આજે ૭૫ ભારતીય નાગરિકોને સીરિયામાંથી બહાર કાઢા છે. જેઓને બહાર કાઢવામાં આવ્યા છે તેમાં જમ્મુ અને કાશ્મીરના ૪૪ યાત્રાળુઓનો સમાવેશ થાય છે જેઓ સૈયદા ઝૈનબમાં ફસાયેલા હતા. તમામ ભારતીય નાગરિકો સુરક્ષિત રીતે લેબનોન પહોંચી ગયા છે અને ઉપલબ્ધ કોમર્શિયલ લાઇટસ પર ભારત પરત ફરશે.
વિદેશ મંત્રાલયે કહ્યું કે સરકાર વિદેશમાં રહેતા ભારતીય નાગરિકોની સુરક્ષાને સર્વેાચ્ચ પ્રાથમિકતા આપે છે. સીરિયામાં રહેતા ભારતીય નાગરિકોને દમાસ્કસમાં ભારતીય દૂતાવાસના સંપર્કમાં રહેવાની સલાહ આપવામાં આવે છે. વિદેશ મંત્રાલયે કહ્યું, સરકાર પરિસ્થિતિ પર નજીકથી નજર રાખશે.
યુએન માનવતાવાદી કાર્યકરોએ સીરિયાની સ્થિતિને અસ્તવ્યસ્ત અને અસ્થિર ગણાવી હતી અને કહ્યું હતું કે દેશમાં ૧૬ મિલિયનથી વધુ લોકોને મદદની જર છે. યુનાઈટેડ નેશન્સ આફિસ ફોર ધ કોઓર્ડિનેશન આફ હ્યુમેનિટેરિયન અફેર્સએ જણાવ્યું હતું કે ૨૮ નવેમ્બરથી ૮ ડિસેમ્બર સુધી, માત્ર પશ્ચિમ અને ઉત્તર–પશ્ચિમમાં ૧૦ લાખ લોકો તેમના ઘરોમાંથી સ્થળાંતરિત થયા હતા.
કાર્યાલયે જણાવ્યું કે તાજેતરમાં વિસ્થાપિત થયેલા લોકોમાં મુખ્યત્વે અલેપ્પો, હમા, હોમ્સ અને ઇદલિબ પ્રાંતની મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે. હાલમાં પરિસ્થિતિ ખૂબ જ અસ્થિર છે, જેના કારણે લોકો, માલસામાન અને માનવીય સહાયની અવરજવર મર્યાદિત થઈ ગઈ છે.
સીરિયન બળવાખોર જૂથોએ ફરજિયાત સેવા માટે ભરતી કરાયેલા તમામ લશ્કરી કર્મચારીઓ માટે માફીની જાહેરાત કરી છે. એક નિવેદનમાં, બળવાખોર જૂથના લશ્કરી કામગીરી વિભાગે જાહેરાત કરી, અમે ફરજિયાત સેવા હેઠળ તમામ લશ્કરી કર્મચારીઓને માફી આપીએ છીએ.તેમને સુરક્ષાની ખાતરી આપવામાં આવી છે, અને તેમની સામે કોઈપણ પ્રકારની આક્રમકતા પ્રતિબંધિત છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application'પુષ્પા 2'ના દિગ્દર્શકના ઘરે આવકવેરા વિભાગનો દરોડો, સુકુમાર એરપોર્ટ પર ઝડપાયા
January 22, 2025 05:20 PMનાના ગામની બે બહેનોની તરણ સ્પર્ધામાં મોટી સફળતા...
January 22, 2025 04:58 PMગરમ પાણી કે ચાના થર્મોસમાંથી દુર્ગંધ આવે છે? તો અજમાવો આ ઉપાય
January 22, 2025 04:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech