ભારતે એલએસી પાસે ૧૦ હજાર સૈનિક ખડકી દીધા

  • March 09, 2024 10:53 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભારતે ચીનની સાથે પોતાની વિવાદિત બોર્ડરને મજબૂત કરવા માટે પોતાની પશ્ચિમી બોર્ડરથી ગટાવીને ૧૦,૦૦૦ સૈનિકોની એક ટુકડીને તૈનાત કરી દીધી છે. ભારતના આ રણનીતિ પગલાથી ચીન ભડકી ઉઠું છે. ચીનના વિદેશ મંત્રાલયના એક પ્રવકતા એ કહ્યું કે શાંતિ માટે આ સાચો રસ્તો નથી.
ભારત અને ચીનની વચ્ચે પૂર્વી લદ્દાખની બોર્ડર પર ઘણા વર્ષેાથી ચાલી રહેલો તણાવ ઓછો થવાનું નામ નથી લઈ રહ્યું. આ વચ્ચે ભારતે ચીનની હરહતોને જોતા બીજા સૈનિકોની તૈનાતીનો નિર્ણય કર્યેા છે. જોકે ચીનને આ પસદં નથી આવી રહ્યું. ચીની વિદેશ મંત્રાલયના એક પ્રવકતાએ શુક્રવારે કહ્યું કે વિવાદિત બોર્ડ પર બીજા સૈનિક તૈનાત કરવાનું ભારતનું પગલું સ્ટ્રેસ ઓછો કરવા માટે અનુકૂળ નથી.

મીડિયા રિપોટર્સ અનુસાર ભારતે ચીનની સાથે પોતાની વિવાદિત બોર્ડને મજબૂત કરવા માટે પોતાની પશ્ચિમી બોર્ડરથી હટાવીને ૧૦,૦૦૦ સૈનિકોની ટૂકડીને ઉત્તરી બોર્ડની નજીક તૈનાત કરી દીધા છે. ભારતના આ રણનૈતિક પગલાથી ચીનના પેટમાં તેલ રેડાયું છે. એક રિપોર્ટ અનુસાર ચીનના વિદેશ મંત્રાલયના પ્રવકતા માઓ નિંગે કહ્યું, અમે ભારતના સાથે મળીને બોર્ડર અને તેની આસપાસના ક્ષેત્રોમાં શાંતિ અને સ્થિરતા માટે કામ કરવા તૈયાર છીએ. એલએસીને લઈને ભારતના પગલા શાંતિ સ્થાપિત કરવાના પક્ષમાં નથી.
ચીનની સાથે તણાવને જોતા બરેલીમાં સ્થિત એરિયાને એક પૂર્વ આર્મી કોરમાં તબ્દીલ કરી દીધુ છે. વર્તમાનમાં આ મુખ્ય રીતે પ્રશાસનિક, ટ્રેનિંગ અને અન્ય શાંતિ ઉદ્દેશ્યો માટે તૈયાર એક મજબૂત ફોર્મેશન છે. હવે તેને વધારે સેના, તોપ, વિમાન, વાયુ રક્ષા અને એન્જિનિયર બ્રિગેડની સાથે એક પૂર્ણ કોરમાં પરિવર્તિત કરવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application