ભારતના ૧૭ વર્ષના ગ્રાન્ડમાસ્ટર ડી ગુકેશે ઇતિહાસ રચ્યો છે. ટોરન્ટોમાં કેન્ડીડેટસ ચેસ ટુર્નામેન્ટ જીતીને વિશ્વ ચેમ્પિયનને પડકાર આપનાર તે સૌથી યુવા ખેલાડી બન્યો છે. ગુકેશે મહાન ગેરી કાસ્પારોવનો ૪૦ વર્ષ જૂનો રેકોર્ડ પણ તોડો છે. તેમણે છેલ્લા રાઉન્ડમાં અમેરિકન ખેલાડી હિકા નાકામુરા સાથે આસાન ડ્રો રમ્યો હતો. આ ટુર્નામેન્ટમાં તે કુલ ૧૪ માંથી ૯ પોઈન્ટ મેળવવામાં સફળ રહ્યો હતો. આ ટૂર્નામેન્ટ વિશ્વ ચેમ્પિયનને પડકાર ફેંકનાર ખેલાડીની પસંદગી માટે યોજવામાં આવે છે. આ જીત સાથે ગુકેશને આ વર્ષના અંતમાં વર્તમાન વિશ્વ ચેમ્પિયન ચીનના ડીંગ લિરિન સામે રમવાની તક મળશે.
ચેન્નાઈના આ યુવા ખેલાડીએ કાસ્પારોવના રેકોર્ડને ઘણો પાછળ છોડી દીધો છે. રશિયન ચેમ્પિયન ૧૯૮૪ માં ૨૨ વર્ષનો હતો યારે તે તેના દેશબંધુ એનાટોલી કાર્પેાવને પડકારવા માટે કવોલિફાય થયો હતો ગુકેશને ૮૮,૫૦૦ યુરો (અંદાજે ૭૮.૫ લાખ રૂપિયા)નું રોકડ ઇનામ પણ મળ્યું. આ પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટ જીતનાર મહાન વિશ્વનાથન આનંદ પછી તે માત્ર બીજો ભારતીય ખેલાડી બન્યો. એકસ પર યુવા ખેલાડીને અભિનંદન આપતા વિશ્વનાથન આનંદે લખ્યું, ડી ગુકેશને સૌથી યુવા ચેલેન્જર બનવા બદલ અભિનંદન. તમે જે હાંસલ કયુ છે તેના પર ખૂબ ગર્વ છે
તમે કેવી રીતે રમ્યા અને મુશ્કેલ પરિસ્થિતિઓને હેન્ડલ કરી તેના પર મને અંગત રીતે ખૂબ ગર્વ છે. આ ક્ષણનો આનંદ માણો.આનંદની જેમ ગુકેશ પણ ચેન્નાઈનો છે. તેમને તેમની છેલ્લી મેચમાં ઓછામાં ઓછા ડ્રોની જર હતી. ગુકેશે નાકામુરાને કોઈ તક આપી ન હતી. ગુકેશ શાનદાર રમ્યો અને જીતી ગયો. ગુકેશ ૯ પોઈન્ટ સાથે, બધાની નજર અમેરિકન કાઆના અને રશિયાની નેપોમ્નિઆચી વચ્ચેની મેચ પર હતી. કાઆનાએ શઆતથી જ નેપોમ્નિઆચીને પછાડો અને ઘણી ચાલ માટે લગભગ જીતની સ્થિતિમાં પહોંચી ગયો. જો કે, કાઆનાએ ૩૯મી ચાલમાં ભૂલ કરી, નેપોમ્નિઆચીને પુનરાગમન કરવાની તક આપી.
વાત હજી પૂરી થઈ નહોતી. કાઆનાએ ફરીથી પોતાનું મેદાન પકડી રાખ્યું અને બીજી વખત વિજયની નજીક આવ્યો, પરંતુ ફરીથી તેની ઘડિયાળએ તેને દગો આપ્યો અને તે યોગ્ય ચાલ કરવામાં નિષ્ફળ ગયો. પરિણામે, ડ્રોની સ્થિતિ સર્જાઈ હતી યાં કાઆનાએ જીતવા માટે સખત પ્રયાસ કર્યેા હતો પરંતુ તે સફળ થઈ શકયો ન હતો. જો આમાંથી કોઈ પણ ખેલાડી જીત્યો હોત તો ટુર્નામેન્ટને ટાઈ–બ્રેકની જરૂર પડત.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application10 દિવસમાં 3 કિલો વજન ઓછું કરવું છે તો કરો આ એક્સરસાઇઝ, શરીરને આપશે યોગ્ય આકાર
November 22, 2024 05:38 PMસુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને ફરી લગાવી ફટકાર, ટ્રકોના પ્રવેશને રોકવા માટે શું કર્યું
November 22, 2024 05:07 PMઅમન અરોરા પંજાબમાં AAPના અધ્યક્ષ બનશે, CM ભગવંત માને કરી જાહેરાત
November 22, 2024 05:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech