અંડર-19 એશિયા કપની બીજી સેમિફાઈનલમાં ભારતે શ્રીલંકાને 7 વિકેટે હરાવ્યું છે. ટીમ ઈન્ડિયા 8 ડિસેમ્બરે ફાઈનલમાં બાંગ્લાદેશ સામે ટકરાશે. જ્યારે શારજાહમાં સેમિફાઈનલમાં શ્રીલંકાની ટીમ ટોસ જીતીને બેટિંગ કરવા આવી હતી અને ભારતને 174 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ભારતે 21.4 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને જીત મેળવી હતી. 13 વર્ષના વૈભવ સૂર્યવંશીએ સટાસટી બોલાવી સૌથી વધુ 67 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 5 સિક્સ અને 6 ફોર ફટકારી હતી. આયુષ મ્હાત્રે 34 રન બનાવ્યા હતા. કેપ્ટન અમાને સિક્સર ફટકારીને મેચ જીતી લીધી હતી.
આ પહેલાં ચેતન શર્માની ત્રણ વિકેટની મદદથી ભારતે શ્રીલંકાને 46.2 ઓવરમાં 173 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. શ્રીલંકા તરફથી લેકવિન અબેસિંઘેએ સૌથી વધુ 69 રન બનાવ્યા હતા. ટીમના છ બેટર્સ બે આંકડાને પણ સ્પર્શી શક્યા ન હતા.
શ્રીલંકાની ટીમે ટોસ જીતી પહેલા બેટિંગ કરી હતી
શ્રીલંકાની ટીમે ગ્રુપ-2માં ટોપ પર રહીને સેમિફાઈનલમાં જગ્યા બનાવી હતી. ટીમે ભારતનો સામનો કર્યો હતો અને શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટીમે માત્ર 10 રનની અંદર તેના 2 બેટર્સ ગુમાવી દીધા હતા. મિડલ ઓર્ડરમાં, શરુજન ષણમુગનાથન (42) અને લકવિન અબેસિંઘે (69)એ ચાર્જ સંભાળ્યો અને ટીમના સ્કોરને 173 સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી.
ચેતન શર્માએ ત્રણ વિકેટ લીધી
ચેતન શર્મા સફળ ભારતીય બોલર રહ્યો હતો. તેણે 8 ઓવરમાં 32 રન આપીને 2 વિકેટ લીધી હતી. પ્રથમ, તેણે ચોથી ઓવરમાં ભારત માટે સતત બે બોલમાં બે વિકેટ લીધી હતી. તેણે દુલાનીથ સિગેરાને આઉટ કર્યો અને પછી વિમથ દિનસારાને આઉટ કર્યો. જ્યારે વીરને ચામુદિતાને આઉટ કર્યો હતો.
વૈભવની સતત બીજી અડધી સદી
10 દિવસ પહેલા 13 વર્ષના વૈભવ સૂર્યવંશીએ IPL 2025ની મેગા ઓક્શનમાં કરોડપતિ બનીને બધાને દિવાના બનાવી દીધા છે. અંડર-19 એશિયા કપની સેમિફાઈનલ મેચમાં ભારતનો સામનો શ્રીલંકા સામે હતો અને વૈભવે પોતાની બેટિંગથી ટીમને જીતાડી દીધી છે. શારજાહના મેદાન પર વૈભવની સામે બોલરોની દયનીય હાલત થઈ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતળાજા તાલુકાના માથાવડા નજીકથી દીપડાનો અર્ધદાટેલો મૃતદેહ મળ્યો
December 23, 2024 04:27 PMખોટા દસ્તાવેજો રજુ કરનાર પૂર્વ IAS પૂજા ખેડકરની જામીન અરજી દિલ્હી હાઈકોર્ટે ફગાવી
December 23, 2024 04:26 PMદિવાળીએ થયેલા ઝઘડાની દાઝે પરિવાર પર ઘાતક હથિયારથી હુમલો, પિતા-પુત્રને ઇજા
December 23, 2024 04:26 PMવિશ્ર્વ ખેડૂત દિવસ : જગતનો તાત હજી પણ કુદરતના ભરોસે
December 23, 2024 04:25 PMસતત બીજા દિવસે પણ ભાવનગરમાં ધાબડિયુ વાતાવરણ સર્જાતા ટાઢોડુ વ્યાપ્યુ
December 23, 2024 04:24 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech